SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન પારેખ લીલાધર અમદાવાદના ઓશવાળ, વડેરા શાખીય પારેખ જસૂનો પુત્ર લીલાધર કલ્યાણસાગરસૂરિનો ભક્ત હતો. તેણે એમના સદુપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા. તેની પત્ની સહિજા અને પુત્રી ધનબાઈ હતાં, જેના પઠનાર્થે “અવંતી સુકુલાલ રાસ'ની પ્રત લખાઈ. સં. ૧૬૯૦માં આચાર્ય અમદાવાદમાં ચાતુર્માસ હતા તે વખતે લીલાધરે એમના ઉપદેશથી શ્રી વીપ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણની પ્રત સ્વર્ણાક્ષરે લખાવી, મેરૂતુંગસૂરિકૃત પટ્ટાવલીની પ્રતો લખાવીને કલ્યાણસાગરસૂરિને વહોરાવી. સં. ૧૭૧૨માં લીલાધરે સૂરિને અમદાવાદ ચાતુર્માસ કરાવ્યું અને એમના ઉપદેશથી ૪00 માણસોના સંઘ સહિત તેણે શત્રુંજય તીર્થની યાત્રા કરી એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. શત્રુંજયથી ઊના, દેલવાડા, અજારા, વહાણથી કોડીનાર, માંગરોલ, પછી ગિરનાર-જૂનાગઢ (તે વખતે મિયાં સાલે દેશધણી હતો), ત્યાંથી શંખેશ્વર પાર્શ્વનાથ, માંડલ, વીરમગામ થઈ સંઘ પુનઃ અમદાવાદ પહોંચ્યો. એ પછી વૃદ્ધ લીલાધર વા. સુખલાભ પાસે દીક્ષા લીધી. સં. ૧૭૧૫ના ભાદરવા સુદ ૬ના મંગળવારે લીલાધર સ્વર્ગસ્થ થયા. ત્યાર પછી લીલાધરના પુત્રે સં. ૧૭૨૧ના માગશર સુદિ પના મંગળવારે ગોડીજીનો તીર્થસંઘ કાઢ્યો. તેનું વર્ણન પણ કવિ સુરજીએ ઉક્ત રાસમાં વણી લીધું છે. (જુઓજૈ. ગૂ. ક. ભા. ૨, પૃ. ૨૦૬-૯) રાજસી શાહનાં સુકૃત્યો રાજસી શાહનાં સુકૃત્યોનું વર્ણન પ્રાચીન સાહિત્યમાંથી પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ બને છે. એમનાં પ્રશસ્ત કાર્યોનું વર્ણન મેઘમુનિકૃત “સાહ રાજસી રાસ'માં નિમ્નોક્ત છે. સં. ૧૬૯૯માં આચાર્ય નગરપારકરના જેસાજીના વંશજ લાલણ જેમલના આગ્રહથી ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી જૈમલે શ્રી શાંતિનાથજીની પ્રતિમા ભરાવી, ગાંધી ગોત્રીય તિલાજીએ ૨૫OO0 પીરોજી ખરચી પુસ્તકભંડાર સ્થાપ્યો. ત્યાંથી વિહાર કરી આચાર્ય ઝાલોરમાં પધાર્યા. સં. ૧૭૦૩માં આચાર્ય જોટાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાવંશીય મણીરસી નામના શ્રાવકવર્ષે ઘણું ધન ખરચી તેમની ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સાતસો માણસોના સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી અને ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સં. ૧૭૦૮માં જંબૂસરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાધ્વંશીય સાકરચંદે તેમની ઘણી ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સંઘ સહિત ભરૂચની યાત્રા કરી. વેજલપુરમાં તેમના ઉપદેશથી લાડવા શ્રીમાલી ઉમેદચંદ્ર ૧૩000 મહેમુદી ખરચી શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી. ત્યાંથી સં. ૧૭૦૯માં આચાર્ય ભરૂચમાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી આચાર્ય પાવાગઢ યાત્રાર્થે પધાર્યા. ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીની તેમણે સ્તુતિ કરી. આ પ્રમાણે નાગપમંડપવાળા લક્ષ્મીતિલક પ્રાસાદમાં શ્રી શાંતિનાથ મૂલનાયક સ્થાપિત કર્યા. દ્વારના ઉભય પક્ષમાં હાથી સુશોભિત કર્યા. આબૂના વિમલપ્રાસાદની જેમ નૌતનપુરમાં રાજડ શાહે યશ ઉપાર્જિત કર્યો. આ લક્ષ્મીતિલક પ્રાસાદમાં ત્રણ મંડપ અને પાંચ ચૌમુખ થયાં. ડાબી બાજુએ સહસ્ત્રફણા પાર્શ્વનાથ, જમણી બાજુએ સંભવનાથ (૨ પ્રતિમા, અન્ય યુક્ત), ઉત્તર દિશાની મધ્ય દહેરીમાં શાંતિનાથ, દક્ષિણ દિશાના ભોંયરામાં અનેક જિનબિંબ તથા પશ્ચિમ દિશાના ચૌમુખમાં અનેક પ્રતિમાઓ તથા પૂર્વ તરફ એક ચૌમુખ તથા આગળ વિસ્તૃત નલિની જેવી શત્રુંજયની જેમ ૩૨ પૂતળીઓ સ્થાપિત કરી. ત્રણ તળનો તોરણયુક્ત આ જિનાલય નાગનયર-નૌતનપુરમાં બનાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy