SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૬૫૭ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નવાનગરમાં ઊંચા શિખરવાળો, ઝરૂખાઓની શ્રેણીથી શોભતો એક ચૌમુખ જિનપ્રસાદ બંધાવ્યો. આચાર્યના ઉપદેશથી તેમાં શ્રી સંભવનાથ પ્રભુની સમપ્રમાણ ચાર પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી. એ જિનપ્રાસાદનું એક જ દ્વાર કરીને નેણસી શાહે તેમના બંધુ રાજસી શાહે બંધાવેલા જિનપ્રાસાદમાં મેળવી દીધો. આ કાર્યોમાં નેણસી શાહે ૩00000 કોરીનો ખર્ચ કર્યો. સં. ૧૬૭૮માં આચાર્ય જામનગરમાં જ ચાતુર્માસ રહ્યા. એ પછી આચાર્ય કચ્છમાં વિચર્યા અને ત્યાં આ પ્રમાણે ચાતુર્માસ રહ્યાઃ સં. ૧૬૭૯માં માંડવી, સં. ૧૬૮૦માં કોઠારા, બીદડામાં માસક્ષમણ રહ્યા, સં. ૧૬૮૧માં અંજાર, સં. ૧૬૮૦માં તેઓ ભૂજ પધારેલા ત્યારે મહારાવ ભારમલજીએ તેમનો મહોત્સવપૂર્વક નગપ્રવેશ કરાવેલો. સં. ૧૬૮૨માં ભદ્રાવતી પધાર્યા. એમના ઉપદેશથી વર્ધમાન-પદ્ધસિંહ શાહે પાવાગઢની યાત્રા કરીને ત્યાંનો જીર્ણોદ્ધાર કર્યો. તેમની વિનતિથી આચાર્ય એ વર્ષે ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા. બન્ને બાંધવો અને તેમની ધર્મપત્નીઓએ મહાઈ પાષાણોની ચાર પ્રતિમાઓ કરાવી, નવપદજી અને પંચમી પર્વનું ઉજમણું કરી, જૈનાગમો લખાવી અઢળક ધન ખરચ્યું. સાધર્મિકોના ઉદ્ધારમાં ૭OOOOOO કોરી તથા ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધારમાં ૧૫OOOOO કોરી પણ ખરચી. આચાર્યના ઉપદેશથી સમગ્ર ભારતવર્ષના પ્રસિદ્ધ જૈન તીર્થોની બન્ને બાંધવોએ કુટુંબ સહિત યાત્રા કરી અને તેમના જીર્ણોદ્ધારમાં છૂટે હાથે ધન વાપર્યું. આ મહાદાનેશ્વરી મંત્રીવર્યોનાં સુકૃત્યો વિષે પાછળથી જોઈશું. એ પછી આચાર્યે આ પ્રમાણે કચ્છમાં ચાતુર્માસ કર્યા : સં. ૧૯૮૩માં મુંદરા, સં. ૧૬૮૪માં વાગડના આધોઈ, . ૧૬૮૫માં ભદ્રાવતી, એ વર્ષમાં અમરસાગરજીને આચાર્યપદ-સ્થિત કરવામાં આવ્યા. આચાર્યના ઉપદેશથી વર્ધમાન-પદ્ધસિંહ શાહે સાધર્મિકોના ઉદ્ધાર આદિ કાર્યોમાં ૨૦OOOO કોરી ખરચી. સં. ૧૬૮૬માં વિલસનગર, સં. ૧૬૮૭માં કોડાઈ અને સં. ૧૬૮૮માં પુનઃ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા; સં. ૧૬૮૯માં આચાર્ય પાલણપુર ચાતુર્માસ રહ્યા. ત્યાં જાસલ ગોત્રીય શુભચંદ્ર નામના શ્રાવકે પોતાની સ્ત્રી વીજલદે સહિત તેમના ઉપદેશથી શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યો, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને જૈનાગમો લખાવી આચાર્યને અર્પણ કર્યા. વળી તેમણે સ્વીમિવાભ્યાદિ કાર્યો પણ કર્યા. સં. ૧૯૬૦માં આચાર્ય અમદાવાદ ચાતુર્માસ રહ્યા. આચાર્ય ભગવતીસૂત્ર વ્યાખ્યાનમાં સંભળાવ્યું. વર્ધમાન શાહના નાના પુત્ર જગડુશાહની વિનતિથી ભૂજ જતાં માર્ગમાં ગોસલ ગોત્રીય દેરાજના આગ્રહથી આચાર્ય માલીઆ ગામમાં માસક્ષમણ રહ્યા. દેરાજે આચાર્યના ઉપદેશથી ચોથું વ્રત અંગીકાર કરી સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા. એ પછી જગડુશાહની વિનતિથી સં. ૧૬૯૧માં આચાર્ય ભૂજ ચાતુર્માસ રહ્યા, અને ત્યાં અમરસાગરસૂરિએ શ્રાવણ સુદિ ૭ ને દિવસે “વર્ધમાન-પદ્મસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' નામની સંસ્કૃત પદ્યકૃતિ પૂર્ણ કરી. એ પછી ગાલ્હાગોત્રીય માડણ શ્રેષ્ઠીના આગ્રહથી આચાર્ય ખાખરમાં સં. ૧૬૯૨માં ચાતુર્માસ રહ્યા. માડણે તેમના ઉપદેશથી ૧OOOO કોરી ઉજમણાદિ ધર્મકાર્યોમાં ખરચી. તેણે ઠાણાંગસૂત્રની પ્રત લખાવી ગુરુને વહોરાવી. તેની પત્ની ખીમાદેએ ગુરુના મુખથી શ્રાવક દ્વાદશવ્રત ગ્રહણ કર્યા. સં. ૧૬૯૩ માં વડેરાગોત્રીય સંઘવી માલસીના આગ્રહથી આચાર્ય મુંદરામાં ચાતુર્માસ રહ્યા. માલસીએ તેમના ઉપદેશથી ૩૦OOO કોરી ખરચી શ્રી ધર્મનાથ પ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, પોતાની પત્ની રાજલદ સહિત ચોથું વ્રત અંગીકાર કર્યું તથા આગમો લખાવી ગુરુને વહોરાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy