SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૬૭ કચ્છમાં બે વર્ષનો દુષ્કાળ પડેલો. સુકાળ આવતાં રામઈયાએ ગુરુને વાવણીનું મુહૂર્ત પૂછ્યું. ગુરુએ કહ્યું--હજી વાર છે. તને બોલાવીને મુહૂર્ત કહીશ.” આ વાતને ઘણો સમય થયો. બધે વાવણીઓ થઈ, ભરપૂર મોલ થયો, કાપણી પણ થઈ; પરંતુ ગુરુએ મુહૂર્ત વિષે કશું ન કહ્યું. એક વખત તેને બોલાવી ગુરુએ પૂછ્યું–‘બધે ખળા થાય છે, તું કેમ કરતો નથી? ' ગુરુવચન પર શ્રદ્ધા રાખી વાવણી વિના ખળું તૈયાર કર્યું. બધા પેટ ભરીને હસ્યા! પરંતુ હળ હાંકતાં ખેતરમાંથી સોનામહોરો ભરેલા ચરુ નીકળ્યા. બધી મહોરો ખળામાં લાવવામાં આવી. રામઈયાની આસ્થા અને ગુરુભક્તિ નિહાળી ગામધણી પ્રસન્ન થયો. રામઈયાએ બધી મહોરો ગામધણીને સમર્પણ કરી દીધી પણ તેણે લીધી નહીં. અંતે રામઈયાએ કુંવરને સુખડી તરીકે એક પાલી સોનામહોરો આપવી અને ગામધણીએ સ્વીકારવી એવો સૌએ તોડ કર્યો. ગુરુના ઉપદેશથી રામઈયાએ કચ્છમાંથી સાધર્મિક બંધુઓને નોતરી સૌને મિષ્ટાન ભોજન જમાડ્યું, એક વૃતનો કળશિયો પ્રભાવના તરીકે આપી પ્રાપ્ત થયેલી સંપત્તિનો સદુપયોગ કર્યો. ભદ્રેશ્વરનો એણે તીર્થસંઘ પણ કાઢેલો. એણે આપેલી વૃતલહાણ વિષે કહેવાય છે કે સૌ પ્રથમ ખાલી કળશિયાની લહાણ કરેલી, જે ભૂજના ગૂર્જરને લૂખી લાગી. આથી રામઈયાએ કળશિયાને ઘીથી ભરીને તેની લહાણ કરી. કેટલાક એવું માને છે કે તેમાં સોનામહોર પણ નાખવામાં આવેલી! આ લહાણ હાલાર તેમ જ ઠેઠ રાધનપુર સુધી પહોંચેલી. રામઈયા-પસાઈઆને જે અજોરમાંથી મહોરો મળી તે અજોર છાદુરના નાકાની લગોલગ પટેલના અજોર તરીકે ઓળખાતું, જેનો ભોગવટો તેના વંશજોએ કર્યો. એમના નામોલ્લેખવાળો ચોપડો પણ એમના વંશજોએ જાળવી રાખ્યો છે. સં. ૧૬૯૫નો ચોપડો પસાઈયાના નામનો છે. તેમાં મેરગ સુત પસાઈયા અને મેરગ સુત રામઈયા એમ લખેલ છે. પસાઈયાને ધના અને ભારા એમ બે પુત્રો થયા. રામઈયાને ખીમણાંધ અને ખેતી નામે પુત્રો થયા. સં. ૧૭૫૭માં ચૈત્ર સુધી રામઈયાની વિદ્યમાનતાના ઉલ્લેખ મળે છે. શેઠ નરશી નાથાના શ્લોકોમાં એ બન્ને ગુરુભક્ત બાંધવો વિષે ગૌરવભર્યો ઉલ્લેખ છે. લોકો હજી તે ભાવથી ગાય છે અને એમની ભક્તિના ભાવ હૃદયે ધરે છે. શ્રેષ્ઠી જગડૂશાહ લાલનગોત્રીય વર્ધમાનશાહના ચોથા પુત્ર જગડૂ મહાદાનેશ્વરી થયા. ગ્રંથોમાંથી એમની ઉજ્જવળ કારકિર્દી વિષે જાણી શકાય છે. એમના વડીલ બંધુઓ વીરપાલ, વિજયપાલ અને ભારમલ હતા. એમની માતા વન્નાદેવી તથા પિતા નવરંગદે વિષે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે–ઉદારતા, ધીરતા અને ગંભીરતા આદિ અનેક ગુણોથી શોભતા જગડૂએ ભક્તિથી ઉત્સવપૂર્વક, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા કલ્યાણસાગરસૂરિને ભૂજમાં તેડાવ્યા અને તેમની ઘણી ભક્તિ કરી. ગુરુએ તેને પિતાનો વૃત્તાંત સંભળાવતાં જગડૂએ તેમનું ચરિત્ર રચવા પ્રાર્થના કરી. આથી આચાર્યે તેમના પટ્ટશિષ્ય અમરસાગરસૂરિને ચરિત્ર રચવા આજ્ઞા આપી. સં. ૧૬૯૧ના શ્રાવણ સુદિ ૭ના દિને “વર્ધમાન પધ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર સંસ્કૃતમાં રચાયું. ગ્રંથ-પ્રશસ્તિમાં જગડૂના ગુણોનું નિમ્નોક્ત વર્ણન છે :--- જે આ જગડૂશાહનું યાચકોના સમૂહને ખુશી કરનારું ઔદાર્ય જોઈને દુષ્કાળમાંથી લોકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy