SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન ઉગારનારા પૂર્વે થયેલા પ્રસિદ્ધ એવા જગડૂનું અત્યંત પ્રસિદ્ધ નામ પણ જગતના લોકોને સ્મરણમાં આવ્યું નહીં' એવા શ્રીમાન વર્ધમાન શાહના લોકપ્રિય પુત્ર જગડૂશાહ જયવંત વર્તો! ‘લાલાણ પ્રમુખ સર્વ ઓશવાળોને સુખદાયી જગડૂશાહને કહ્યો છે ખરેખર, બીજા કુબેર. ૨૦. સર્વપ્રથમ કચ્છી પૂ.આ.ભ. શ્રી વિદ્યાસાગરસૂરિ મ.સા. સં. ૧૭૮૧માં તેઓ ખંભાત તરફ વિહર્યા. એ વર્ષના માઘ સુદિ ૧૦ના શુક્રવારે શાહ ગુલાબચંદના પુત્ર દીપચંદે વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી શ્રી ગોડીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૭૮૫માં પાટણના શાલવીઓના અત્યાગ્રહથી આચાર્ય પાટણમાં પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. મંત્રીવર વિમલ સંતાનીય પ્રાગ્ધાટ વંશીય અગ્રેસર શ્રેષ્ઠી વલ્લભદાસે ગુરુની અનેક પ્રકારે ભક્તિ કરી. તેના પુત્ર માણેકચંદ ગુરુના ઉપદેશથી સં. ૧૭૮૫ના માગશર સુદિ પના દિને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ગુજરાતના વિહાર દરિમયાન બીજી પણ પ્રતિષ્ઠાઓ થઈ. એ પછી તેમણે દક્ષિણ ભારતમાં વિહાર કર્યો. ૨૧. પૂ. આ. ભ. શ્રી ઉદયસાગરસૂરિ મ. સા. શાહ કસ્તુરચંદ લાલચંદ બુરહાનપુરના અગ્રણી શ્રાવક શ્રેષ્ઠી કસ્તુરચંદ લાલચંદનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાંથી મળે છે. એ અરસામાં જૈનાચાર્યોનો એ તરફ સવિશેષ વિહાર હોઈને એમને વિષે ઘણું લખાયું છે. સં. ૧૭૮૭માં ઉદયસાગરસૂરિએ ત્યાં ચાતુર્માસ રહીને ‘છ ભાવ સજ્ઝાય' લખી તેમાં કવિ એમને વિષે આ પ્રમાણે જણાવે છે--- ધર્મ ધુરંધર પુણ્ય પ્રભાવક, કસ્તુરચંદ સૌભાગી રે; જિન પૂજે જિનચૈત્ય કરાવે, સૂત્ર સિદ્ધાંતના રાગી રે. શાહ ખુશાલચંદ કપૂરચંદ સિંધા શ્રીમાલી વૃદ્ધશાખીય ખુશાલચંદ અને તેમનાં પત્ની સૂર્યાબાઈ સુરતના સંઘમાં અગ્રપદે હતાં. એમના પૂર્વજો વિષે ઉદયસાગરસૂરિએ ‘ગુણવર્મા રાસ'માં ઘણું જણાવ્યું છે. શ્રીમાલી જ્ઞાતિ શિરોમણિ સિંધાએ આબૂ-સિદ્ધાચલના તીર્થસંઘો કાઢી અપાર દ્રવ્ય ખરચ્યું. તેનો પુત્ર કપૂરચંદ પ્રતાપી તેમ જ ઉદાર હતો. તેણે આચાર્યપદ મહોત્સવો કર્યા, પકવાન્ન કરી ચોર્યાસી ગચ્છના સ્વામીઓને જમાડ્યા, કુંડબના સ્વામીને પણ સંતોષ્યા અને જૈન ધર્મની ટેક રાખી. તેના પુત્ર ખુશાલચંદ શુભ્ર કીર્તિવાળા હતા. તેમણે નવે ક્ષેત્રમાં ધન વાપર્યું, યાચકોને દાન આપ્યાં, ગચ્છનાયકને ચાતુર્માસ કરાવી, તેમની ખૂબ ભક્તિ કરી, ભરત ચક્રવર્તીની જેમ સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. ઉપા. દર્શનસાગરજી ‘આદિનાથ રાસ’ની ગ્રંથ-પ્રશસ્તિમાં જણાવે છે કે કપૂર સિંધાની વંશ-વિભૂષણ શાહ ખુશાલચંદે ઉપાશ્રય, ધર્મશાલા વગેરે બંધાવ્યાં. ખુશાલશાહનાં ધર્મકૃત્યો વિષે ‘વિદ્યાસાગરસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy