SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૬૯ રાસ'માં વિસ્તારથી કહેવાયું છે. પટ્ટાવલીમાં જણાવાયું છે કે સં. ૧૭૬૫માં વિદ્યાસાગરસૂરિ સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે કપૂરચંદે તેમની ઘણી ભક્તિ કરી, ગુરુના ઉપદેશથી તેણે સર્વ ગચ્છના યતિઓને વસ્ત્રો અને પાત્રો વહોરાવ્યાં, સમસ્ત સંઘમાં સાકર સહિત પિત્તલની થાળીઓની પ્રભાવના કરી, શ્રી ચંદ્રપ્રભુ પ્રમુખ પાંચ જિનબિંબોની સુરતમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૩માં સુરતમાં કીર્તિસાગરસૂરિનો પદમહોત્સવ ખુશાલશાહ તથા ભૂખણદાસે રૂપિયા છ હજાર ખરચીને કર્યો. આ બન્ને શ્રેષ્ઠીઓ વચ્ચે ગાઢ મિત્રતા હોઈને તેમના બન્નેના ઉલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં સાથે મળે છે. ખુશાલચંદના ભાઈ ભાઈસાજીના પુત્ર નિહાલચંદ, તેમના પુત્ર ઇચ્છાભાઈએ શત્રુંજયગિરિ પર સં. ૧૮૬૧માં “ઇચ્છાકુંડ” બંધાવ્યો. સં. ૧૮૨૭ના માઘ સુદિ ૨ ના શુક્રવારે ખુશાલચંદે અને તેની પત્ની સૂર્યાબાઈએ શ્રી સુમતિનાથબિંબ ભરાવી, ઉદયસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. મંત્રી ગોડીદાસ અને જીવનદાસ પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ ગોવિંદજી મહેતાના સુપુત્રી મંત્રી ગોડીદાસ અને જીવનદાસ સુરતના આગેવાન શ્રેષ્ઠીઓમાંના એક હતા. રાજ્યમાં તેઓ ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. ઉદયસાગરસૂરિ “ગુણવર્મા રાસ'ની ગ્રંથ-પ્રશસ્તિમાં એ બન્ને બાંધવો વિષે પ્રશસ્ત ઉલ્લેખ કરે છે. વા. નિત્યલાભે વિદ્યાસાગરસૂરિ રાસ'માં એમનાં સુકૃત્યોનું સુંદર વર્ણન આપ્યું છે. બે અવતરણો નોંધવા અહીં પ્રસ્તુત ગણાશેતિમવળી પોરવાડ જ્ઞાતે સોહતા, મહેતા ગોડીદાસ; જીવણદાસ એ બહુ બંધવ, ગુરુ ધર્મ રાગી જાસ રે. જીવદયાદિક ધર્મક્રિયા કરે, દિયે સુપાત્રે દાન; સંઘભક્તિ ગુરુભક્તિ કરે સદા, આપે વસન અન્નપાન. મંત્રી ગોડીદાસ સવાઈ બંધવ જીવણ સખાઈ રે; ચોરાસી ગચ્છના સાધ તેડાવે અસન વહેરાવે રે. સાતમીવાછલ્ય રૂડા કીધા નવખંડમાં જસ લીધા છે, યાચક જનને દાન દેવાઈ સાધોને પહિરામણી થાઈ રે. નાગપુરના જૈન ભંડારના ગુટકા દ્વારા શત્રુંજયની છીપા વસહી ટૂકની વિગત આ પ્રમાણે છે : સંવત १७४१ (? १७८१) वैशाख शुदि ७ विधिपक्षे विद्यासागरसूरिविजय राज्ये सूरतनगरवास्तव्यः सा० गोविन्दजी पुत्र गोडीदास पुत्र जीवनदास कारितं श्री आदिनाथ बिम्बं प्रतिष्ठितं च खरतरगच्छे उपाध्याय दीपचंदगणि पं० તેવજીના આ લેખ દ્વારા જણાય છે કે એ બાંધવોએ શત્રુંજયગિરિ પર છીપાવસહીની ટૂકમાં શ્રી આદિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ-જૈ. ધા. પ્ર. લેખ', પરિશિષ્ટ પૃ. ૯, સં. મુનિ કાન્તિસાગરજી.) - ગોડીદાસના પુત્ર નિહાલચંદ પણ પ્રતાપી પુરુષ હતા. એમને વિષે ઉપા. દર્શનસાગરે “આદિનાથ રાસની ગ્રંથ-પ્રશસ્તિમાં ઉલ્લેખ કર્યો છે. સં. ૧૮૨૧માં કચરા કીકાએ ગોડીજીનો સંઘ કાઢેલો તેમાં નિહાલચંદ ભળેલા અને ધૃતલહાણ કરેલી. ગોડીદાસના ભાણેજ એ સંઘમાં સંઘપતિ તરીકે હતા. (જુઓ-ઉપા. જ્ઞાનસાગર કૃત “તીર્થમાળાનું વર્ણન.') શાહ ધર્મચંદ અને ગુલાબચંદ 1 સુરતના ઓશવાળ શાહ હાંસાના પુત્ર ધર્મચંદે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ કરાવી હતી. “ગુણવર્મા રાસ’ની પ્રશસ્તિમાં એમને વિષે કહેવાયું છે-- ઓશવાળ જ્ઞાતે અતિ ઘણું દીપતા, ધર્મચંદ્ર ધર્મવંત; ગુરુ ઉપદેશ અતિ આડંબરે, કીધા પ્રતિષ્ઠા મહંત , વ્રતધારી ગુરુરાગી અતિ ઘણા, હાંસશાના સુત સાર; સુગુરુ કૃપાએ જીવાદિક તણા, અર્થ લહે સુવિચાર રે. ૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy