SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન હળુકર્મી બન્યો છે. નિરંજન-નિરાકાર પરમાનંદમય આત્માનુભવની ખૂબ જ નજીકની ઉત્તમ અવસ્થા સૂચવે છે. * હજાર યાત્રિકોને ૧૦૦ દિવસપર્યત ૯૯ યાત્રા કરાવતા બંધુયુગલ સંઘવી, સંઘરત્ન શ્રી શામજીભાઈ તથા મોરારજીભાઈ ગાલા : દર વર્ષે પાલીતાણામાં જુદી જુદી ૧૨-૧૩ ધર્મશાળાઓમાં જુદા જુદા સંઘપતિઓ તરફથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની સામૂહિક ૯૯ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. દરેકમાં પ્રાયઃ ૩૦૦૪૦૦ આસપાસની સંખ્યામાં યાત્રિકો હોય છે અને લગભગ બે કે અઢી મહિનામાં આ આયોજન પરિપૂર્ણ થતું હોય છે. જ્યારે સં. ૨૦૩૫માં કચ્છી સમાજના સેંકડો વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વાર કચ્છ-મોટા આસબીઆના સંઘવી સંઘરત્ન શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલા અને તેમના લઘુબંધુ શ્રી મોરારજીભાઈ ગાલાએ ૧ હજાર જેટલા યાત્રિકોને ૯૯ યાત્રા કરાવવાનો મહાન લાભ લીધો હતો. ૮ વર્ષથી માંડીને ૭૮ વર્ષની ઉંમરના યાત્રિકો તેમાં જોડાયા હતા. તેઓ બધા નિરાંતે રોજની એકેક યાત્રા કરીને સારી રીતે યાત્રા તથા પ્રભુભક્તિ કરી શકે તે માટે આ આયોજન ૧૦૦ દિવસનું ગોઠવવામાં આવેલ. સં. ૨૦૩૩માં તીર્થપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની તારક નિશ્રામાં કચ્છ-ગોધરાથી પાલિતાણાના ૪૫ દિવસના છ'રી પાલક સંઘમાં ૩ સંઘપતિઓ પૈકી એક સંઘપતિ તરીકે તેમણે લાભ લીધો હતો. સં. ૨૦૩૭ માં તપસ્વીરત્ન ( હાલ અચલગચ્છાધિપતિ) પ.પૂ.આ.ભ.શ્રી. ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ૧૦૮ જિનબિંબોની અંજનશલાકા મોટા આસંબિયામાં કરાવવાનો મહાન લાભ પણ તેમણે લીધો હતો. તેમાંનાં ઘણાં જિનબિંબો ગુજરાત, મુંબઈ તેમ જ અન્ય ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થયેલ છે. બાકીનાં જિનબિંબો મોટા આસંબિયાના જિનાલયમાં પરોણા તરીકે બિરાજમાન છે. એ બધા જ પ્રભુજીની પ્રક્ષાલ તથા નવાંગી પૂજા તેઓ જાતે દરરોજ કરે છે. ખરેખર આવા ધર્માત્મા શ્રાવકરત્નોથી સંઘ–શાસન અને સમાજ પણ ગૌરવવંતા બને છે * અનેક સગુણોથી મધમધાયમાન, દરિયાદિલ સુશ્રાવક શ્રી બાબુભાઈ (ખીમજીભાઈ) મેઘજી છેડા :– નિઃસ્વાર્થ સેવા જેમનો જીવનમંત્ર છે, શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે જેમની ભક્તિ અભુત છે, જિનાજ્ઞાપાલક સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે જેમના અંતરમાં અનન્ય શ્રદ્ધા અને અહોભાવ છે, નવકાર મહામંત્ર જેમનો શ્વાસપ્રાણ છે, ક્રોડપતિ હોવા છતાં વિનમ્રતા, સરળતા, સૌજન્ય, સાદગી, સેવા, સંયમપ્રેમ, સદા પ્રસન્નતા, ઉદારતા વગેરે અનેકાનેક સદ્ગુણોએ જેમના અંતરમાં સદાને માટે પોતાના ડેરા-તંબુ તાપ્યા છે, લાખો લોકોના લાડીલા, અનેક સાધુ-સંતોના અનુગ્રહપાત્ર, સર્વવિરતિ ધર્મ (સાધુપણું) સ્વીકારવા માટે સદા તલસતા એવા શ્રાવકશ્રેષ્ઠ શ્રી બાબુભાઈ મેઘજી છેડાના ગુણોને વર્ણવવા માટે આ કલમ ખૂબ જ વામણી ભાસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy