SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૯૫ મૂળ કચ્છ–કાંડાગરાના અને હાલ મુંબઈ–ચર્ચગેટમાં રહેતા બાબુભાઈ છેડા (ઉં. વ. ૬૦ લગભગ) | કોઈ નિકટ મોક્ષગામી જીવ હોય એમ એમનું જીવન જોનાર કોઈને પણ લાગ્યા વિના નહિ રહે. દરરોજ સવારે ૪ વાગ્યે ઊઠીને ૨ કલાક સુધી નવકાર મહામંત્રનો એકાગ્રચિત્તે જાપ તેમ જ શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન ધરે છે. ત્યારબાદ જિનાલયમાં જઈને પ્રભુપૂજા ભાવપૂર્વક કરે છે. જિનવાણી શ્રવણનો યોગ હોય તો અચૂક લાભ લે. પોતે નિત્ય ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચકખાણ કરે છે. તેમાં પણ ફક્ત પાંચ જ દ્રવ્યથી વધારે વાપરતા નથી. ઘી-દૂધ તથા ફૂટ અને મેવાનો સદાને માટે ત્યાગ છે; પરંતુ સાધુ-સાધ્વીજી ભગવંતોને આ બધી ચીજો ખૂબ જ ભાવપૂર્વક વહોરાવે છે. બે-ત્રણ વનસ્પતિ સિવાય અન્ય બધી લીલોતરીના શાકનો પણ ત્યાગ છે. શાક પણ બાફેલું જ વાપરે છે. નવપદજીની શાશ્વતી ઓળીની આરાધના પોતાની જન્મભૂમિ કાંડાગરામાં જઈને કરે છે ત્યારે ધર્મભાવનાશીલ અનેક ગામાઈઓ તથા પરિચિતોને પોતાની સાથે તેડી જઈને પોતાના ઘરે જ આયંબિલ કરાવવાનો લાભ લે છે. રોજ સંઘપૂજન કરે તથા પારણાં કરાવીને વિશિષ્ટ કોટિની પ્રભાવના કરે. પોતે ઉત્સાહથી નવપદની આરાધના કરે અને અનેકને નવપદની આરાધનામાં જોડે, જેથી કાંડાગરા જેવા નાના ગામમાં પણ ખૂબ જ સુંદર ધર્મજાગૃતિ જોવા મળે છે. અધ્યાત્મયોગી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. તથા વિશિષ્ટ નવકારસાધક પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા.ની નિશ્રામાં રહીને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ બાબુભાઈએ નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી છે અને આજે પણ એમની સાધના ચાલુ જ છે. તેના પરિણામે એમને અનેક અવનવા અનુભવો પણ થયા છે. તેથી જ તેઓ અસીમ લોકચાહના વચ્ચે પણ અનાસક્ત કર્મયોગી જેવું જીવન જીવી રહ્યા છે. એમની સેવાકીય પ્રવૃત્તિઓ તેમ જ સાધનામાં તેમનાં ધર્મપત્ની શાંતાબેન તેમ જ સુપુત્ર મહેન્દ્રભાઈ વગેરેનો પણ સુંદર સહયોગ છે. * નવકાર મહામંત્રના બળે કેન્સરને કેન્સલ કરાવતા ધીરજલાલ ખીમજી ગંગર:– અનાદિકાલીન મહાભયંકર ભવરોગને મટાડવા માટે મહા ધવંતરી સમાન નવકાર મહામંત્રના પ્રભાવથી કેન્સર જેવા અસાધ્ય ગણાતા બાહ્ય રોગો કેન્સલ થઈ જાય તેમાં કશું આશ્ચર્ય નથી. પરંતુ તે માટે જરૂરી છે સાધકના હદયની ભદ્રિક પરિણામિતા અને એકાગ્રતાપૂર્વકની નવકાર મહામંત્ર પ્રત્યેની સાચી શરણાગતિ. આવી ભદ્રિકતા, એકાગ્રતા અને શરણાગતિ દ્વારા નવકાર મહામંત્રને સિદ્ધ કરી અવનવા આંતરિક અનુભવોના આનંદમાં અહોનિશ મસ્ત રહેતા સુશ્રાવક શ્રી ધીરજલાલભાઈ ખીમજી ગંગર (ઉં. વ. ૨૦) દશેક વર્ષ પહેલાં સંસારપક્ષે તેમના ગામના (કચ્છ-મેરાઉના) તેમ જ સંબંધી એવા મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા.ની પ્રેરણાથી ધર્મમાં જોડાયા. ગુરુમુખેથી નવકાર મહામંત્રને ગ્રહણ કરીને વિધિપૂર્વક તેનો જાપ શરૂ કર્યો. હૃદયની સાહજિક ભદ્રિકતા-સરલતા અને શ્રદ્ધાના કારણે જાપમાં એકાગ્રતા પણ સારી થતી. પરિણામે થોડા સમયમાં જ અવનવા આંતરિક અનુભવોની શરૂઆત થઈ. સં. ૨૦૪૯માં રોષકાળમાં પંતનગર (મુંબઈ-ઘાટકોપર)ના તપાગચ્છીય ઉપાશ્રયમાં વર્ધમાનતપોનિધિ પ. પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ. પૂ. પં. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy