SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન જયતિલકવિજયજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિરાજશ્રી ત્રિભુવનતિલકવિજયજી મ.સા. પધાર્યા. તેમને ગળામાં બીજા સ્ટેજનું ભયંકર કેન્સર હતું. તેમની સુશ્રુષા માટે પૂ. મુનિશ્રી હંસરત્નવિજયજી મ.સા. (પૂ. મુનિશ્રી તત્ત્વદર્શનવિજયજી મ.સા.ના ભાઈમહારાજ) સાથે હતા. કેન્સરની ભયંકર પીડા હોવા છતાં પૂ. મુનિશ્રી ત્રિભુવનતિલકવિજયજી મ.સા કોઈપણ જાતની દવા લેવા તૈયાર ન હતા. તેમના ગુરુ મહારાજ તેમ જ સંસારી સંબંધીઓ તથા સંઘના અનેક આગેવાનોની સમજાવટ તથા આગ્રહભરી વિનંતી હોવા છતાં તેઓ દવા લેવા સંમત થતા ન હતા. વધુ જીવવાની આશા તેમણે છોડી દીધી હતી. પરંતુ ધીરજલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની દિવ્યાબેનની નવકાર મહામંત્રની આરાધનાના પ્રભાવે પૂજ્યશ્રીએ દવાઓ લેવાની હા ભણતાં નવેક મહિનામાં આ કેન્સરની ગાંઠ મટી ગઈ. સં. ૨૦૫૧ના અક્ષયતૃતીયાના દિવસે ડૉ. અજય શાહ મ.સા.ને તપાસવા આવ્યા અને કેન્સર તદ્દન કેન્સલ થઈ ગયું છે એવું નિદાન લખી આપ્યું! એટલે આવા અનુભવોનો સમન્વય એ રીતે વિચારી શકાય કે મહામંત્રના જાપ તેમ જ સાધકની હૃદયની શુદ્ધિ આદિથી આકર્ષાયેલા કોઈ શાસનદેવ સાધકની શ્રદ્ધાને સુદૃઢ બનાવવા માટે તેમ જ મહામંત્રનો પ્રભાવ ફેલાવવા માટે તેવાં તેવાં દૃશ્યો—પ્રસંગો સાધકને દેખાડે અને વિવિધ રીતે સાધકને સહાય કરતા હોય તેથી આવું બની શકે. ધીરજભાઈના ઘરના બધા સભ્યો નવકારની આરાધનામાં લીન છે. એટલું જ નહીં પણ ધીરજભાઈ જ્યાં પણ જાય ત્યાં અનેકાનેક આત્માઓને વિધિપૂર્વક નવકાર મંત્રના જાપનો મહિમા સમજાવી નવકા૨ મહામંત્રની આરાધનામાં જોડતા રહે છે. * એક વાર તો ધીરજભાઈને રૂબરૂ મળીને તેમના શ્રીમુખે જ નવકારના અનુભવો સાંભળવા જેવા છે. ૨૧૧ ઉપવાસની તપશ્ચર્યા કરનાર હીરાચંદભાઈ રતનશી માણેક: અધ્યાત્મની ઝંખના માનવીને અંતરની કેડીએ દોરી જાય છે. ઘણીવાર આખી દુનિયામાં ભમતો માનવી પોતાના ભીતરથી અજાણ હોય છે. તપ કરનાર ઇચ્છાઓ ઉપર અંકુશ પામે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓને એ સમભાવથી સહન કરી શકે છે. એનાં અશુભ કર્મોને તપ દ્વારા બાળી શકે છે. અધ્યાત્મને માર્ગે ચાલતી વ્યક્તિ તપ દ્વારા આત્મશુદ્ધિ સાધે છે. જગતના પ્રત્યેક ધર્મમાં એક યા બીજી રીતે આ તપનો મહિમા ગવાયો છે. એમાં આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ બંને એકસાથે જોડાયેલાં છે. કચ્છના સુજાપુર ગામના વતની શ્રી હીરાચંદભાઈ રતનશીભાઈ છેડા વ્યાપાર અર્થે છેક કેરાલાના કલિકટમાં જઈને વસ્યા. કચ્છથી સેંકડો માઈલ દૂર રહેતા હોવા છતાં હીરાચંદભાઈના હૃદયમાં જૈન ધર્મની ઉન્નત ભાવનાઓ એટલી જ જળવાયેલી રહી. ઇ.સ. ૧૯૩૭ની ૧૨મી સપ્ટેમ્બરે જન્મેલા હીરાચંદભાઈને પિતા રતનશીભાઈ પાસેથી ધર્મના સંસ્કારો મળ્યા. ગુજરાતથી આટલે દૂર વસ્યા હોવા છતાં આ ખમીરવંતા ધર્મનિષ્ઠ માનવીએ ધર્મ-આરાધના ચાલુ રાખી. ઇ. સ. ૧૯૭૪થી દર વર્ષે પર્યુષણમાં આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy