SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ ક અભિવાદન ગ્રંથ 7 [ ૮૯૭ ઉપવાસથી માંડીને ૯, ૧૧, ૧૬, ૩૨, ૩૫ ઉપવાસ સુધી તપશ્ચર્યા કરી. ૧૬ મહિના સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા. ૨૫ જેટલી આયંબિલની ઓળીઓ કરી. જીવનમાં તપ દ્વારા અંતરની કેડીએ આગળ વધતા જાય અને બીજી બાજુ જીવનનિર્વાહ કરતા જાય. એમાં પણ ગયા વર્ષે ચોથી માર્ચે ઋષીકેશની પાવન ભૂમિ પર એમને કોઈ યોગસિદ્ધ મહાપુરુષનાં દર્શન થયાં. હૃદયમાં તપનો પ્રકાશ હતો. ગુરુઓના પરમ પાવન આશીર્વાદ હતા. એમાં આધ્યાત્મિક પુરુષનાં દર્શન થયાં અને તપશ્ચર્યાના માર્ગે અધ્યાત્મની ઊંચાઈ પામવાનો અભિલાષ જાગ્યો. આ સમયે ૨૦૧ ઉપવાસ કર્યાની પૂ. સહજ મુનિ નામના સંતની વાત સાંભળી. અત્યાર સુધીમાં ૩૫ ઉપવાસ કરી ચૂકેલા હીરાચંદભાઈને પોતાનું હીર કસવાનો વિચાર થયો. પહેલાં તો ૨૧૧ ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો, પરંતુ ૪૦ ઉપવાસે એમની તબિયત બગડી. ચારેક દિવસ તબિયત અસ્વસ્થ રહી પણ ફરી આત્મબળથી દેહ પર વિજય મેળવ્યો અને પોતાની તપયાત્રા ચાલુ રાખી. અધ્યાત્મ અને વિજ્ઞાનના વિરલ સમન્વયની સાથે હિરાચંદભાઈએ ઉગ્ર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. છેલ્લાં ૩૦ વર્ષોથી દર પર્યુષણ પર્વમાં ૮ કે તેથી વધુ ઉપવાસ કરનાર હિરાચંદભાઈએ તપ દ્વારા મનોવિજય મેળવવાનો પુરુષાર્થ કર્યો. આત્મબળની વૃદ્ધિનો પ્રયાસ કર્યો. અપરિગ્રહથી આત્મકલ્યાણનો આશય રાખ્યો. તપને પરિણામે એમના આધ્યાત્મિક જીવનમાં જાગેલી શ્રદ્ધા અને ઇચ્છાશક્તિનો તેઓ અનુભવ કરાવે છે. આજે તેઓ સર્વ ચિંતાઓથી મુક્ત છે. એમના કહેવા પ્રમાણે માનવી ખોરાક વિના દિવસો સુધી, સૂર્ય પાસેથી શક્તિ મેળવીને જીવી શકે છે. પોતે સૂર્ય પાસેથી આ શક્તિ મેળવે છે. આજ સુધીના ઇતિહાસમાં કોઈ વ્યક્તિએ ૨૫૧ ઉપવાસ કર્યા નથી. હીરાચંદભાઈની આ ઉગ્ર તપશ્ચર્યા અજોડ વિક્રમરૂપ બનશે. ઉગ્ર તપને પરિણામે એમના અધ્યાત્મજગતમાં પ્રશાંત અને પ્રગાઢ વિચારશૂન્યત્વનો અનુભવ કરે છે. ધીરે ધીરે જીવન પ્રત્યે અલિપ્તભાવ અને વૈરાગ્યભાવ જાગે છે. ૨૦૭મા ઉપવાસે હીરાચંદભાઈએ શત્રુંજય ગિરિરાજ ઉપર પગે ચડીને યાત્રા કરી હતી અને ૧૬મી જાન્યુઆરીએ કચ્છમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલ ૭૨ જિનાલય તીર્થમાં તેઓશ્રીના પટ્ટઘર સળંગ ૨૮ વર્ષીતપના આરાધક તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૧૧ ઉપવાસનું પારણું થયું ત્યારે હજારોની જનસંખ્યા ત્યાં ઉપસ્થિત રહીને આ મહાતપસ્વી આત્માને ભાવથી વંદી રહી હતી. અદ્દભુત શાસન-પ્રભાવના થઈ હતી. ડોકટરોથી અસાધ્ય હજારો કેસોને વગરદવાએ અને વિનામૂલ્ય સાજા કરતા સેવાભાવી રતિલાલભાઈ પદમસી પનપારિયા – કેટલાક વિરલ માનવોનું જીવન કેટલાક વિશિષ્ટ સદ્ગુણો અને તદ્દન નિઃસ્વાર્થ સેવાવૃત્તિના કારણે સમગ્ર માનવસમાજ માટે ભારે આશીર્વાદરૂપ હોય છે. આવી વિરલ સેવાશીલ વ્યક્તિઓમાં રતિલાલભાઈનો સમાવેશ થાય છે. મૂળ કચ્છ-નાગ્રેચા ગામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy