SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન વતની પરંતુ હાલ વડોદરામાં રહેતા કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના ગૌરવ સમાન રતિલાલભાઈને પૂર્વના કોઈ વિશિષ્ટ પુણ્યોદયે તેમના મામા શ્રી નરસીભાઈ ધરમસી રામૈયા (કચ્છ-સાંયરા) પાસેથી એવી વિશિષ્ટ કળા કે કુદરતી બક્ષિસ પ્રાપ્ત થઈ છે કે છેલ્લાં ૫ વર્ષમાં ડૉકટરોથી અસાધ્ય એવા ચારેક હજાર દર્દીઓને વિનામૂલ્યે અને પ્રાયઃ વગરદવાએ અલ્પ સમયમાં સાજા કરી આપ્યા છે! ખાસ કરીને કરોડરજ્જુના મણકાના જ્ઞાનતંતુઓ કામ કરતા બંધ થઈ ગયા હોય કે હાડકામાં ટ્રૅક્ચર થયેલ હોય એવા કેસોમાં તો તેઓની ખાસ ‘માસ્ટરી' છે. ડૉકટરોએ જેમને ઑપરેશન કરાવવાનું અનિવાર્ય જણાવ્યું હોય તેવા ૧૫૦થી વધુ હાડકાના દર્દીઓને વગર ઑપરેશને તેમણે સાજા કર્યા છે. લકવાના ૨૫થી વધુ કેસો તેમણે સાજા કર્યા છે. તેમાં ઠેઠ લંડન અને અમેરિકાથી રતિલાલભાઈની ટ્રીટમેન્ટ લેવા માટે વડોદરા આવેલા કેટલાક ભારતીયોને તેમણે લકવાથી મુક્ત કર્યા છે!.... ૫-૭ વર્ષ જૂની કાનની બહેરાશવાળા પાંચેક કેસો તેમની ટ્રીટમેન્ટથી બરાબર સાંભળતા થઈ ગયા છે. ડાયાબિટીઝના કેટલાક કેસ તેમણે ભીંડાના પ્રયોગથી સાજા કર્યા છે. અસાધ્ય બનેલા ડાયાબિટીઝના કારણે ઑપરેશન અટકતું હતું તેવા કેશ પણ ભીંડાના પ્રયોગથી ઠીક કરેલ છે. હરસ માટે તેઓ એક પડીકી આપે છે. ગમે તેવા દૂઝતા હરસ એક જ પડીકીથી માત્ર ૬ કલાકમાં મટાડે છે. હાઈ તથા લો બ્લડપ્રેશરના કેટલાય કેસ તેમનાથી સાજા થયા છે. દિવસે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં વ્યસ્ત હોવાથી તેઓ રોજ સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં સંખ્યાબંધ દર્દીઓને પોતાના ઘરે જ સારવાર આપે છે અને ખાસ નોંધનીય બાબત તો એ છે કે સારવાર બદલ તેઓ એક નયો પૈસો પણ ફી રૂપે કે ભેટ તરીકે પણ સ્વીકારતા નથી ! ! !..... તેઓ ધારે તો આજે લાખો-ક્રોડો રૂપિયા આ સારવાર દ્વારા કમાઈ શકે તેમ છે; પરંતુ આવી ઉમદા કુદરતી બક્ષિસને આજીવિકાનું સાધન બનાવવામાં તેઓ પાપ માને છે. ખરેખર તો આવી નિઃસ્વાર્થ વૃત્તિ હોય ત્યાં સુધી જ આવી કુદરતી બક્ષિસ ટકી શકે છે. * અઠ્ઠમના પારણે અઠ્ઠમથી ગિરિરાજની ૯૯ યાત્રા કરનાર અપ્રમત્ત આરાધક, દંપતી અ. સૌ. બચુબેન ટોકરશીભાઈ દેઢીયા:— કચ્છ-લાયજાના આ દંપતીએ નીચે મુજબની અનુમોદનીય આરાધનાઓ સજોડે કરી છેઃ (૧) ૪ વર્ષીતપ એકાંતરા ઉપવાસ-બિયાસણાથી (૨) ૧ વર્ષીતપ છઠ્ઠના પારણે છથી (૩) ૧ માસક્ષમણ (ટોકરશીભાઈનું) સિદ્ધિતપ (બચુબેનનું) (૪) શત્રુંજય ગિરિરાજની ૧૬ વખત ૯૯ યાત્રા (૫) તેમાં છઠ્ઠના પારણે છઠ્ઠથી ૨ વખત ૯૯ યાત્રા કરી. આમાં પ્રથમ ઉપવાસે ૬ યાત્રા + બીજા ઉપવાસે ૬ યાત્રા + તથા પારણાના દિવસે ૨ યાત્રા એમ કુલ ૧૪ યાત્રા કર્યા પછી જાતે રસોઈ કરીને પારણું કરતાં. (૬) અઠ્ઠમના પા૨ણે ૯૯ યાત્રા. તેમાં ત્રણે ઉપવાસમાં રોજ પાંચ પાંચ યાત્રા એટલે કુલ ૧૫ યાત્રા કર્યા પછી જ જાતે રસોઈ કરી, સુપાત્રદાન કર્યા બાદ પારણું કરતાં. (૭) એક જ વર્ષમાં સમેતશિખરજી-શત્રુંજય તથા ગિરનારજી—આ ત્રણે તીર્થોની ૯૯ યાત્રાઓ કરી. (૮) ૧૦૮ પાર્શ્વનાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy