________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૯૯
ભગવંતના સળંગ ૧૦૮ અઠ્ઠમ કરી દરેક અક્રમમાં તે તે પાર્શ્વનાથ ભગવંતના નામમંત્રની ૧૨૫ માળાનો જાપ કરતા. ટોકરશીભાઈ રોજ રાત્રે ૮૫ વાગ્યે સૂઈને ૧૨ા વાગ્યે ઊઠી જાય. પછી જાપપ્રતિક્રમણાદિ આરાધનામાં જ બાકીની રાત્રિ પસાર કરે. દિવસે પણ સૂએ નહિ. દર અઠ્ઠમના ત્રીજા દિવસે લગભગ આખી રાત જાગરણ કરે. આવી વિશિષ્ટ આરાધનાના પ્રભાવે તેમને ઘણીવાર સુંદર સ્વપ્નો આવે. દાદાનાં દર્શન થાય. અદ્ભુત આનંદ અનુભવાય. (૯) ત્રણે ઉપધાન સજોડે કર્યા છે. (૧૦) વીશસ્થાનકની ૧૮મી ઓળી ચાલુ છે. (૧૧) સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ છે. (૧૨) ભવ આલોચના લીધેલ છે. ખરેખર પાંચમા આરામાં પણ ચોથા આરાની વાનગી જેવા આવા ધર્માત્માઓથી શ્રી જિનશાસન સદાય જયવંતુ વર્તે છે.
*
૧૧ વર્ષની વયે શ્રી સિદ્ધચક્રમહાપૂજન મોઢે ભણાવતા તેજસ્વી બાળ-વિધિકાર કયવન્તકુમાર નરેન્દ્રભાઈ નંદુ
તેજસ્વી બાળ-વિધિકાર શ્રી કયવન્તકુમારના પિતાશ્રી નરેન્દ્રભાઈ નંદુ મૂળ કચ્છ-માંડવી તાલુકાના વાંઢ ગામના વતની પરંતુ હાલ મુંબઈ-જોગેશ્વરીમાં રહે છે. તેઓ માત્ર કચ્છી સમાજ કે અચલગચ્છ માટે જ નહિ પરંતુ સમસ્ત જૈન શાસન માટે ગૌરવરૂપ એક પ્રતિભાવંત આદર્શ વિધિકાર અને ઉત્તમ આરાધક યુવા શ્રાવકરત્ન છે.
જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં નવકાર મહામંત્રની ગણના ચાલુ જ હોય. એક મિનિટ પણ તેઓ નિરર્થક જવા દેતા નથી. પોતે અપ્રમત્તપણે ક્રોડ નવકારની આરાધના કરતા હોવાથી અનેક આત્માઓને તેઓ ક્રોડ નવકારના જાપમાં જોડતા રહ્યા છે!.....
ક્યાંક છૂટક પૂજન ભણાવવું હોય કે અંજનશલાકા પ્રતિષ્ઠા જેવાં મહાન વિધિ-વિધાનો કરાવવાં હોય તો પણ તેઓ એક નવો પૈસો પણ લેતા નથી. બહુમાન પણ ન સ્વીકારવાની તેમની પ્રતિજ્ઞા છે.
આવી નિઃસ્પૃહવૃત્તિ અને ઉત્તમ આરાધનાના પરિણામે તેમના જીવનમાં એવી સૂક્ષ્મની તાકાતનું પ્રચંડ બળ નિર્માણ પામેલ છે કે તેઓ ભારતભરમાં જ્યાં પણ જાય ત્યાં એમનો પડ્યો બોલ ઝીલાય છે! હૈદ્રાબાદ (ચૈતન્યપુરી), ગાડરવાડા, જબલપુર, વગેરે અનેક ઠેકાણે તેમની પ્રેરણાથી જિનાલયોનાં નિર્માણ થયાં છે. જેમાં તેમણે સ્વયં પણ સારો એવો આર્થિક સહયોગ આપ્યો છે!
પોતાના ઘરે ગૃહમંદિર માટે તેમણે ખાસ સુવર્ણનું જિનબિંબ પણ ઉત્કૃષ્ટ જિનભક્તિના પરિણામે ભરાવેલ છે! જિનભક્તિ અને ધાર્મિક વાર્તાલાપ માટે પરદેશથી પણ તેમને આમંત્રણ મળી રહ્યાં છે. તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા શ્રી દમયંતીબેન પણ નવકાર મહામંત્રના વિશિષ્ટ આરાધક અને ધર્મના રંગે રંગાયેલાં છે.
માતા-પિતાના પગલે પગલે કયવન્તકુમાર પણ ક્રોડ નવકારની આરાધનામાં અત્યારથી જ જોડાઈ ગયેલ છે. એના હાથમાં પણ જ્યારે જુઓ ત્યારે નવકારની ગણના ચાલુ જ હોય!......
નવકાર મહામંત્ર પ્રત્યે તેને ગળથૂથીથી એવી જ અતૂટ શ્રદ્ધા કોઈ પણ કાર્ય ક૨વામાં જો જરાપણ અંતરાય કે વિલંબ થતો જોવાય તો તરત જ નવકાર મહામંત્રનું સ્મરણ કરે, ને તુરત કાર્ય સિદ્ધ થયા વિના રહે નહિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org