SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૯૩ વર્ષો સુધી નિયમિત રીતે શ્રી સિદ્ધચક્રલઘુપૂજન જેઓ ખૂબ જ ભાવપૂર્વક કરતા–પરિણામે આજે સિદ્ધચક્રના સારભૂત અહં સ્વરૂપી નિજ આત્મસ્વરૂપમાં જેઓ સ્વયં સુસ્થિર થઈ ગયા છે !..... મોટાભાઈ દેવજીભાઈ તો જાણે જન્મતાં જ યોગી જેવા. બાલ્યાવસ્થાથી જ તેઓ ખૂબ જ શાંત પ્રકૃતિવાળા તેમ જ અંતર્મુખવૃત્તિવાળા સ્વાભાવિક રીતે જ હતા. વ્યવસાયાર્થે ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ એમની સ્થિતપ્રજ્ઞતા અલગ જ તરી આવતી હતી. વર્ષો સુધી (આજીવન) ગાંધીધામ જૈન સંઘના સર્વાનુમતે વરાયેલા પ્રમુખ તરીકે તેમણે અમૂલ્ય સેવાઓ આપી છે. શાસ્ત્રમાં વર્ણવેલ સમ્યગ્દષ્ટિ જીવનાં લક્ષણો શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય આ બાંધવબેલડીમાં સારી રીતે આત્મસાત્ થયેલાં જોવા મળે. તેમ જ ગંભીરતા, રૂપ, સૌમ્ય પ્રકૃતિ, લોકપ્રિયતા, અક્રૂરતા, પાપભીરુતા, સરલતા, દાક્ષિણ્ય, લજ્જા, દયા, મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ, ગુણાનુરાગ, સત્કથાપ્રિયતા, સારો પરિવાર, દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનય, કૃતજ્ઞતા, પરોપકાર અને લબ્ધલક્ષ્યતા–આ શ્રાવકના ૨૧ ગુણો પૈકી બધા જ ગુણોથી અલંકૃત આદર્શ શ્રાવકપણાનું પ્રત્યક્ષ દૃષ્ટાંત આ બંધુયુગલ છે. - આત્મસાધનાના પ્રારંભકાળમાં તેઓ આત્માનુભવી સદ્ગુરુની શોધ માટે કેટલેક ઠેકાણે ગયા પરંતુ ક્યાંય સંતોષ ન થતાં છેવટે જગદ્ગુરુ અને પરમ ગુરુ એવા અરિહંત પરમાત્માની જ શરણાગતિ સ્વીકારીને તેમના અનુગ્રહથી જે કાંઈ અંતઃસ્કુરણા થતી તે મુજબ પ્રાર્થના-મૌન આદિ દ્વારા તેઓ સાધના કરતા રહ્યા. આત્માર્થી જીવોએ નાનજીભાઈનો સત્સંગ ખાસ કરવા જેવો છે. સબ્સષ કિં બહના! જૈફ વયે સાધનાનો પ્રારંભ કરીને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત કરનાર આત્મસાધક ખીમજીભાઈ વાલજી વોરા :– ખીમજીભાઈના જીવનમાં બાલ્યાવસ્થામાં નમ્રતા, સરલતા આદિ સગુણો સાથે ધર્મની રુચિ હતી. પાંચ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, કર્મગ્રંથ તથા સંસ્કૃત બે બુકોનો અભ્યાસ કરેલ. પ૭ વર્ષની ઉંમરે તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યું. કાંઈક વ્યાવહારિક પ્રસંગ ઉપરથી તેમને સંસારની અસારતા અને સ્વાર્થમયતાનું ભાન થયું. વૈરાગ્યની જ્યોત પ્રજવલિત બની અને ૬૦ વર્ષની વયે તેઓ નોકરીમાંથી રાજીનામું આપીને મુંબઈ છોડીને કચ્છ નારાણપુરા આવી ગયા. સુષુપ્ત રીતે પડેલી અધ્યાત્મરુચિ પુનઃ જાગૃત થઈ. તેથી આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન-મનન, એકાંતવાસ, મૌન, નવકાર મહામંત્રનો તેમ જ ૐ હ્રીં અહં નમઃનો તાલબદ્ધ જાપ તેમ જ શ્રી સીમંધરસ્વામી પરમાત્માને ગગદ હૈયે પ્રાર્થનાને પોતાની સાધનાનાં અંગો બનાવ્યાં. રોજ રાા કલાક ખેતરમાં જઈને સવારે અને રાત્રે ત્યાં એકાંતમાં નવકાર મહામંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરવા લાગ્યા. તેઓ સ્વાનુભવના આધારે કહે છે કે– “આપણો પોકાર જો સાચો હોય, અંતરના ઊંડાણમાંથી આવતો હોય તો પ્રભુદર્શન માટે ક્ષેત્ર કે કાલનું વ્યવધાન નડતું નથી. આજે પણ અહીં બેઠાં બેઠાં શ્રી સીમંધરસ્વામી ભગવંતના દર્શન અશકય નથી જ!'' સાધનાના વિવિધ ઘણા અનુભવો થયા જે અંતઃકરણની ખૂબ શુદ્ધિને દર્શાવે છે. આત્મા ખૂબ ૧૦0. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy