SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૨ ] L[ જૈન પ્રતિભાદર્શન $ સૈનિક દિલીપભાઈ નામના યુવાન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં દક્ષાબેન હાલ મુંબઈ પાસે આવેલા દહાણું ગામમાં રહે છે. હાલ તેમની ઉંમર ૩૫ વર્ષની છે. ૨૧ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. ૩ વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને ત્યાં એક સુપુત્રનો જન્મ થયેલ છે. તેમના પતિ દિલીપભાઈ સુપ્રસિદ્ધ યુવા પ્રતિબોધક પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના ખાસ ભક્ત છે. - ૨૪ વર્ષની વયે દક્ષાબેન એકવાર પ.પૂ. ચંદ્રશેખરવિજયજી મ.સા.નું પ્રવચન શ્રવણ કરવા ગયેલ. એ પ્રવચનમાં પૂજ્યશ્રીએ બ્રહ્મચર્યનો મહિમા વર્ણવી એક જ વારના અબ્રહ્મસેવનમાં ૨ થી ૯ લાખ જેટલા ગર્ભજ મનુષ્યો, અસંખ્ય સંમૂછિત મનુષ્યો તથા અગણિત બેઈન્દ્રિય જીવોની હિંસાનું કેવું ભયંકર પાપ લાગે છે તેનું અસરકારક શૈલીમાં વર્ણન કરેલ. તે સાંભળીને હળુકર્મી એવાં દક્ષાબેનનો આત્મા ચોકી ઊઠ્યો અને એ જ પ્રવચનના અંતે તેમણે દઢ સંકલ્પ કરી લીધો કે હવેથી કોઈપણ સંયોગોમાં ક્ષણિક સુખાભાસની ખાતર આવું ઘોર પાપ મારે નથી જ કરવું. - ત્યારબાદ દક્ષાબેન જિનમંદિરમાં ગયાં અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, એકાગ્ર ચિત્તે પ્રભુપ્રાર્થના કરી અને કહ્યું કે– હે પ્રભુ! જો મારી ભાવના સાચી છે તો મને તમે જરૂર સહાય કરજો અને તેની પ્રતીતિ તરીકે હમણાં જે ૩ ફૂલ આપના મસ્તકે ચઢેલાં છે તેમાંથી વચલું ફૂલ હમણાં જ મારી સમક્ષ નીચે પડો!....” અને ખરેખર ચમત્કાર સર્જાયો હોય તેમ તરત જ વચલું ફૂલ નીચે પડ્યું!..... દક્ષાબેનના આનંદનો પાર ન રહ્યો. તેમનું મનોબળ હવે એકદમ વધી ગયું. તેમને થયું કે પ્રભુ મારી સાથે છે પછી મારે શી ચિંતા!..... ... અને ખરેખર અલ્પ સમયમાં જ તેમના પતિ પણ વ્રત સ્વીકારવા માટે સંમત થઈ ગયા અને બંને જણાંએ શુભ મુહૂર્ત યાવજીવ બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો ત્યારે પ્રભાવના તરીકે પ.પૂ. ચંદ્રશેખરવિજયજી મ.સા. દ્વારા લિખિત બ્રહ્મચર્ય વિષયક મનનીય પુસ્તક “જોજે અમૃતકુંભ ઢોળાય ના આપેલ. આવાં દષ્ટાંત સાંભળતાં ખરેખર વિચાર થાય કે અબળા ગણાતી નારી પણ જો ધારે તો પોતાના જીવનની પવિત્રતા દ્વારા પરિવારમાં પણ કેવું સુખદ ધર્મમય વાતાવરણ સર્જી શકે છે! તે માટે જરૂર છે કુસંગથી દૂર રહેવાની અને શ્રદ્ધાપૂર્વક સત્સંગ કરવાની. * કચ્છની અધ્યાત્મનિષ્ઠ, અજાતશત્રુ બાંધવબેલડી દેવજીભાઈ તથા નાનજીભાઈની અનુમોદનીય ગુણવેલડી : માતા પૂરીબાઈ તથા પિતા ચાંપસીભાઈ પદમશી દેઢિયા તરફથી ઉદારતા, ભદ્રિકતા, ધીરતા, ગંભીરતા, નીતિમત્તા, જિનભક્તિ, જીવમૈત્રી, ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ, વિનય, વૈયાવચ્ચ, સાદગી, સેવા, સમર્પણ આદિ અગણિત ગુણસમૃદ્ધિ એમને વારસામાં જ મળી છે. એક વખત કટોકટી ભરેલ તદ્દન સામાન્ય આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને પ્રારબ્ધ અને નીતિપૂર્વકના પુરુષાર્થના બળે કોટ્યાધિપતિ બની ગયા હોવા છતાં પોતાના વયોવૃદ્ધ પિતાની પગચંપી જાતે કરતા મેં એમને નજરે નિહાળ્યા ત્યારે એમનો વિનય અને કૃતજ્ઞતાનો ગુણ જોઈને અહોભાવથી મસ્તક ઝૂકી ગયું! માતાપિતાની સેવા દ્વારા પ્રાપ્ત કરેલ એમના ભરપૂર આશીર્વાદોને લીધે જ આજે તેઓ લાખોના લાડીલા બની શક્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy