SearchBrowseAboutContactDonate
Page Preview
Page 940
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૮૯૧ 'ધર્મકુંજના ઓજસ્વી દીવડાઓ –પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ. સા. નિત્યપ્રકાશી સૂરજ સમા જિનશાસનની સર્વકાલીન, સર્વતોવ્યાપી આબાદી અને ઉત્થાનમાં શ્રાવક અને શ્રાવિકારત્નોનું યોગદાન જરા પણ નાનુંસૂનું તો નથી જ. શાસનની દેદીપ્યમાન ઈમારત ત્યાગ અને સમર્પણના પાયા ઉપર ઊભી છે. અહીં બધા માટે ત્યાગની અને છોડવાની જ વાત કેન્દ્રમાં છે. તેને અનુલક્ષીને કોકે શરીર ઘસી નાખ્યું, કોકે ઈચ્છાઓને દફનાવી દીધી, કોકે સ્વાર્થી મનોકામનાનો નાશ કર્યો, કોકે સંપત્તિની મૂછને મૃતપ્રાય: બનાવી દીધી, કોકે સ્વજનોના રાગને ઠુકરાવ્યો–ટૂંકમાં પોતાની જાતને ઘસીને શાસનને આબાદ કર્યું છે. કલ્પનાતીત વિવિધ સ્તરીય આરાધના-સાધનાનાં પાણી સીંચી શાસનના ઉદ્યાનને મધમધતો-નવપલ્લવિત રાખનાર અગણિત ધન્ય શ્રાવકરત્નો ઇતિહાસના પાને ખરેખર અંકિત થઈ ગયાં છે. વર્તમાનમાં પણ એવા ઓજવી દીવડાઓ જોવા મળશે, જેમના ઉચ્ચ આદર્શોનું અનુમોદન, આલંબન આપણને ધર્મપથ ઉપર આગળ વધવામાં સફળ પ્રેરક નિમિત્ત બની રહે તેમ છે. " એક દીવડો હજારો દીવડા પ્રગટાવે એમ એક એક સાધકની સાધનાનો દીવડો હજારોનાં અંતરમાં વાસ્તવિકતાની જ્ઞાનસંપદાનો ઉજાસ પાથરે એ સહજ છે. જિનશાસન અનેકાનેક આરાધક ચૈતન્યરત્નોની મોટી ખાણ છે. તેમની અનુમોદનાર્થે હજુ હમણાં જ થોડા સમય પહેલાં અચલગચ્છીય પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીએ શંખેશ્વર તીર્થસ્થાનેથી ‘બહુરત્ના વસુંધરા' ભાગ-૨ નામનું સુંદર પ્રેરણાત્મક પુસ્તક પ્રગટ કર્યું. તેમાંથી કેટલાંક દૃષ્ટાંતો ટૂંકાવીને સારભાગ રૂપે અત્રે પ્રગટ કર્યા છે. આવો, ધર્મકુંજના એ ઓજસ્વી દીવડાઓની સાધનાનો ઉજાસ માણી આપણે પણ ધન્ય બનીએ! -સંપાદક * એક જ વારના પ્રવચન-શ્રવણથી ૨૪ વર્ષની વયે યાવજીવ સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકારતાં દંપતી દક્ષાબેન-દિલીપભાઈ :– ચારિત્રસંપન્ન વક્તા અને શ્રદ્ધાસંપન્ન શ્રોતાનો સુભગ સુમેળ સધાય તો કેવું ચમત્કારિક પરિણામ નીપજી શકે છે તે આપણે દક્ષાબેનના દૃષ્ટાંતમાંથી જોઈશું. કચ્છ-માંડવી શહેરમાં સ્થાનકવાસી જૈન પરિવારમાં જન્મ પામેલાં અને કચ્છ-મુન્દ્રાના મૂર્તિપૂજક વીર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy