SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન ( બુદ્ધિ કોના બાપની ) ૧૦ વર્ષનો ઘાટકોપરનો ઋષભ નામનો બાળક. ભણે કોન્વેન્ટ સ્કુલમાં. ઈગ્લીશ મીડીયમ. ગુજરાતી વાંચતા આવડે એટલું જ. પરંતુ મગજ એટલે જીવતું જાગતું કોમ્યુટર જોઈ લો. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોરદાર. પૂર્વભવમાં જ્ઞાન-શ્રુતની વિશિષ્ટ આરાધના કરી આવ્યો હશે! એકવાર કંઈપણ વાંચે ને યાદ રહી જાય. તેની શક્તિની પરીક્ષા કરવા એક મહાત્માએ તેને ભક્તામર જેવું કઠીન સ્તોત્ર ગોખવા બેસાડ્યો. - સવારે ૮ થી ૯-૩૦ સુધીમાં ૨૫ ગાથા કંઠસ્થ કરી. થાકી ગયો. કમનસીબે આંખ આવી. ૧૦ થી ૪-00 એકધારો સૂઈ રહ્યો. ૪-00 વાગ્યા. હવે મમ્મીએ ઉપાશ્રય મોકલ્યો. દુઃખતી આંખે ૪ થી ૫ એક કલાકમાં બીજી ૧૦ ગાથા ગોખી. મહાત્મા કહે આજે આખું ભક્તામર પૂર્ણ કરવાનું છે. પણ આંખ ના પાડતી હતી. છતાં મન મક્કમ કરી રાત્રે ૯-00 વાગે બાળક આવ્યો. ૯ થી ૧૦માં બાકીની ૯ ગાથા ગોખી એક અનોખી શક્તિનું પ્રદર્શન કરાવી આપ્યું. ૧૦ વર્ષના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાએ માત્ર સાડા ત્રણ કલાકમાં આખું ભક્તામર કંઠસ્થ કરી લીધું. અનેક સંઘો અને શ્રુતપ્રેમીઓએ તેનું સન્માન કર્યું. જાહેરમાં આડીઅવળી ગાથાઓ પૂછી તેની પરીક્ષા પણ લીધી. ધન્ય છે એ બુદ્ધિશાળી બાળકને! ( ભક્તામરમ્ ) કોલ્હાપૂરના સ્થાનકવાસી કુળમાં જન્મેલ શેષમલજી કહે, “અમારા કુળમાં વંશપરંપરાથી ૨૨૦ વર્ષથી ભક્તામરનો નિત્ય પાઠ ચાલે છે. અમને ભક્તામર ઉપર અચિંત્ય શ્રદ્ધા છે. ઋષભદેવ પરમાત્માની સ્તવના સ્વરૂપ આ સ્તોત્રના પ્રભાવથી અમારા કુટુંબમાં આજ સુધી કોઈ અકાળ મૃત્યુ થયું નથી. બાપાએ કોઈ દીકરાનાં મરણ જોયાં નથી. કોઈ એકસીડન્ટ જેવા આઘાતજનક પ્રસંગ બન્યા નથી કે કોઈ મોટા રોગ પણ આવ્યા નથી.' આ સ્તોત્રની રચના કરતા કરતા માનતુંગસૂરિ મ.ની બેડીઓ તો તૂટી હતી. આજે પણ આ ભક્તામર સ્તોત્રની ગજબ તાકાત છે. ચારે બાજુથી ભયંકર ભીંસમાં ફસાએલા આજના કુટુંબ માટે ભક્તામર એક સુખશાંતિનો સરળ ઉપાય છે. વિપ્નોની વણજાર, અંતરાયોના વાદળો અને આફતોના કાફલાને ખાળવાની તાકાત આ સ્તોત્રમાં છે. ઘર ઘરમાં આ સ્તોત્રનો સામુદાયિક પાઠ થાય તો સંઘર્ષોની જવાળા શાંત થાય. ઘરમાં શાંતિ અને પ્રસન્નતાનું સ્વર્ગીય વાતાવરણ ઊભું થઈ જાય. પ્રત્યેક સંઘમાં સવારે સાડા છ કે સાત વાગે એક જ સમયે ભક્તામર સ્તોત્રનો સામુદાયિક પાઠ થાય તો સંઘો ઉપર આવતા ઉપદ્રવો ટળી શકે. સંઘ આબાદીના શિખરે પહોંચી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy