________________
અભિવાદન ગ્રંથ ]
L[ ૮૮૯
થવાને બદલે બધાએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. દેવગુરુના પુચ પ્રભાવે સામાજિક પ્રસંગોમાંય ક્યાંય ઉણપ લેશમાત્ર ય અનુભવાતી નથી. કેવો ધર્મરાગ! શાસનપ્રેમ!
( પૂર્વના સંસ્કારનું પુનરાવર્તન ) એક બાળક નામ મિતેશ. પૂર્વભવની આરાધનાના જોરદાર સંસ્કાર સાથે લઈને આવેલો..
પૂર્વના નાગકેતુએ જન્મતાની સાથે અઠ્ઠમ કર્યો, એવી અનેક વાતો આપણે સહુકોઈ જાણીએ છીએ. પણ આ તો આ કાળની વાત છે.
જન્મતા માત્ર સાડા ત્રણ વર્ષનો થયો, તેને ઉપવાસ કરવાની ભાવના થઈ...મા-બાપની ના છતાં પરાણે કર્યો....બીજા ઉપવાસની ભાવના થઈ...કર્યો..ત્રીજો કર્યો..
મા-બાપ ગભરાયા...ગુલાબના ગોટા જેવો છોકરો ચીમળાઈ ન જાય તેની ચિંતા વડીલોને હતી.
બાળકનું શરીર કોમળ હતું. મન મક્કમ હતું. હજી આગળ વધવું હતું. પર્યુષણના દિવસોમાં એકએક કરતા ૮ ઉપવાસ પૂર્ણ કર્યા. ૩૦-૪૦ હજાર માણસોએ તેનાં દર્શન કર્યા.
આ જ બાળકે ફરી ૫ વર્ષની ઉંમરે ૧૦ ઉપવાસ કર્યા. આજે પણ ૮ વર્ષની ઉંમરે મહિનામાં ૨૩ ઉપવાસ, ૪-૬ એકાસણાં, બિયાસણ, લીલોતરીત્યાગ વિ. સુંદર તપધર્મની આરાધના કરી રહ્યો છે. ધન્ય છે આ બાળ તપસ્વીને!
( કભી ઐસા ભી હોતા હૈ!) મુલુન્ડના રહેવાસી માવજીભાઈ એમનું નામ. ૮૨ વર્ષની ઉંમર. સ્થાનકવાસી જૈન. જેણે જિંદગીમાં એકાસણું પણ નથી કર્યું. એકદા પેરેલીસીસનો હુમલો થયો. સ્વન આવ્યું કે અણસણ કરું. મન મક્કમ કરી બીજા દિવસથી જ ઉપવાસ શરૂ કર્યા. સ્વજનોને એમ કે બે-ચાર ઉપવાસમાં થાકી જશે.
૧૦મા ઉપવાસે વગર દવાએ ચમત્કારિક રીતે શરીર સારું થઈ ગયું. ઉપવાસ ચાલુ રહ્યા. ૨૨મા ઉપવાસે ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ મ.સા. સાથે અમે તેમનાં દર્શન કર્યા. સમાધી રહે ત્યાં સુધી ૧-૧ ઉપવાસના પચ્ચખાણ રોજ આચાર્યશ્રી આપતા રહ્યા. અંતિમ આરાધના નિર્ધામણા કલાકો સુધી ગુરુભગવંતો કરાવતા રહ્યા. હજારો માણસો તેમના દર્શનાર્થે પધારતા. ઉપવાસ દરમિયાન અનેક ચમત્કારોનાં દર્શન સૌ કોઈને થયાં છે. જેમકે,
* શરીરમાંથી સુગંધ છૂટવી. * દીવાની જયોતમાંથી કેસર છૂટવું. * રાત્રે દેવ-વિમાન અને દેવદેવીઓ દેખાવા.... * ૫૦ ઉપવાસ પછી પણ કલાકો સુધી સ્વસ્થતાથી બેસવું. આચાર્ય મ. સાથે કલાકો સુધી ધર્મચર્ચા કરવી. દર્શનાર્થીઓને આશીર્વાદ દેવા. * સીમંધરસ્વામિના સાક્ષાત્ દર્શન થવા. * લાંબા ઉપવાસે બી. પી. નોર્મલ થવું. અન્ય ઘણી ઘણી ઘટનાઓ બની. જે અમે પણ સાક્ષાત અનુભવી છે.
આમ ને આમ આગળ વધતા આ માવજીભાઈએ ૮૨ વર્ષની ઉંમરે ૯૨ ઉપવાસે દેહત્યાગ કર્યો. ભારે ઠાઠ સાથે મુલન્ડના રાજમાર્ગો પર હજારો માણસોની ઉપસ્થિતિમાં તેમની પાલખી નિકળી. આ ઘટના આ કાળની અજાયબી જ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org