________________
૮૮૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
-
હેતુસર આયંબિલ કર્યું છે. સાસુજીની દર માસિક તિથિએ આયંબિલ કરું છું.'
મર્યા પછી પણ સાસુને શાંતિ આપવા ઝંખતી પુત્રવધૂએ જીવતા સાસુજીને કેવી રીતે રાખ્યા હશે? તે સમજી શકાય તેમ છે.
ધર્મ-પ્રશંસાની સુવાસ પ્રસરાવતો કેવો નિર્મળ પ્રેમ સાસુ-વહુ વચ્ચે હશે! ઘરેઘરમાં આ વાતાવરણ ખડું થઈ જાય તો સ્વર્ગમાં જવાની કામના-જરૂરત નહિ રહે. કેટલો પ્રભાવક પ્રસંગ કહી શકાય!
( આસને પાપ-નાસને ) મુંબઈ (સાંઘાણી)ના સુશ્રાવક નગીનભાઈ જસાણી, નેક-ઇમાનદાર, પૂર્ણ પ્રામાણિક, ધર્મભાવનાભાવિત. સાધુઓને વંદન કરવાની ટેક. સાધુ આસન ઉપર બિરાજમાન હોય તો તેમને વંદન કરે. ન હોય તો તેના આસનને વંદન કરે.
પૂછ્યું. “ખાલી આસનને વંદન કરવાનું કારણ?” પ્રેરક ઉત્તર મળ્યો, “સાધુ જેટલું જ તેમનું આસન પવિત્ર છે. આ આસન ઉપર બેસી આખો દિવસ મહાત્મા દર્શન-જ્ઞાન અને ચારિત્રની અવ્વલ આરાધના કરે છે. આરાધનાના પાવન કણો આસનના તાંતણે તાંતણે પ્રાપ્ત છે. સાધુ ભલે ગેરહાજર હોય, તેમનું તેજ-પુંજ તેમનું પુનિત આભામંડલ તેમનો સાધકપીંડ અહીં હયાત જ છે.
“આ આસનને કરેલો નમસ્કાર પણ એક દિવસ આપણાં ચારિત્ર-બાધક કર્મોના ભુક્કા અચૂક બોલાવશે. આ જ કારણ છે મારું મહાત્માના ખાલી આસનને પણ નમવાનું, સ્પર્શવાનું.”
( સાધુનાં દર્શનનો પુન્યપ્રભાવ ) અમદાવાદના પરમ સુશ્રાવક લાલભાઈ ત્રિકમભાઈ શાહ. વર્ષોથી સાધુ-સાધ્વીજી ભગવંતોની અજોડ સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરી રહ્યા છે. નબળા સાધર્મિકોનું પણ એટલું જ ધ્યાન રાખે છે.
સામાજિક વ્યવસ્થાના પ્રવાહથી પ્રેરાઈને ઘરવાળા બધાંએ નક્કી કર્યું કે, હવે શહેરનું ઘર છોડી સોસાયટીમાં રહેવા જવું. લાલભાઈની ઇચ્છા નહિ, પણ ઘરવાળા સમજે નહિ. છેવટે કશું બોલી ન શક્યા. સવારે ઓટલા ઉપર દાંતણ કરવા બેઠા. દર્શન કરવા આવતાં જતાં ૭૦-૮૦ સાધુ-સાધ્વીજી ભ.નાં દર્શન થયા. હૈયું પુલકિત થઈ ગયું. વ્યથિત પણ થઈ ગયું.
વિચાર્યું, અહીં ૧૦-૧૫ મિનિટમાં આટઆટલાં ગુરુભગવંતના દર્શન મળ્યાં. સોસાયટીમાં આખા વર્ષમાંય કદાચ આટલાનાં દર્શન ન થાય.
અહીં મળતાં સેંકડો ગુરુઓના દર્શન, ચોતરફ છવાયેલાં જિનમંદિરો, પ્રાચીન પ્રતિમાઓ, ભક્તિ, વૈયાવચ્ચનો લાભ, સુપાત્રદાનનો અપૂર્વ લાભ, જિનાલયોને સાચવવાનું પુન્ય.
આ બધું સોસાયટીઓના ગુપ્તવાસમાં કયાં મળવાનું? ઘરમાં કહી દીધું, “જેને જવું હોય તે પ્રેમથી જાય. આ ઘર અને આ લાભો છોડવાની મારી કોઈ તૈયારી નથી.” પુણ્યોદય એવો કે, કૌટુંબિક ક્લેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org