SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૮૭ મોઢામાં આંગળાં નાંખી ગઈ. જૈનોની દયા-ભાવનાના ચોમેર વખાણ થયાં. દાનની ગંગા વહેવડાવવામાં જૈનો અગ્રેસર રહ્યા. જેની નોંધ અબાધિતપણે સુરત સહિત બધે જ લેવાઈ છે. જેનેતરોમાં જૈનો પ્રત્યે પારાવાર અહોભાવ વધી ગયો છે. ભયાનક જલ-પ્રલયમાં મૃત્યુ તરફ ઘસડાઈ જવાના ભયથી થર-થર કાંપતાં લોકોને પેટનો ખાડો પૂરવા ૮-૧૦ પુરી ને થોડા મગ મળી જાય તેની કિંમત તો તેઓ જ કરી શકે. કરોડપતિ-શ્રીમંતોએ પણ આ ફૂડપેકેટો મેળવી રાહતનો દમ ખેંચ્યો છે. આશીર્વાદની હેલીઓ વરસાવી છે. ધન્ય છે જૈનોની કષ્ણાસભર ઉદાત્ત મનોભાવનાને! ૩૫૦ માસક્ષમણથી જૈન સમાજમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. જલપ્રલયમાં જાન ઉપર જઈને તમામ સ્તરીય રાહતકાર્ય કરવાથી જૈનેતર સમાજમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. જૈનો ધર્મ ખાતર લાખો રૂપિયા ન્યોછાવર કરી શકે છે તેમ સંકટના સમયે જાનની બાજી પણ લગાવી શકે છે, એવી નિશ્ચિત પ્રતીતિ જૈનેતર સમાજને પણ થઈ ગઈ. મંદિરમાં મૂર્તિઓની મન મૂકીને પ્રતિષ્ઠા કરાવનાર જૈનો માનવતાની પ્રતિષ્ઠામાં પણ સદા અગ્રેસર જ રહ્યા છે. ઇતિહાસ પણ એનો સાક્ષી છે. ( નવકારનો પ્રભાવ ) પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ કલકત્તામાં બિરાજમાન હતા. વર્ધમાનતપની ૧૦મી ઓળી ચાલુ હતી. અચાનક વેસ્ટબંગાલમાંથી ભયાનક વાવાઝોડું તૂટી પડ્યું. ભયથી ભાગા-ભાગીથી અડધું કલકત્તા ખાલી થઈ ગયું. - ગુરુદેવશ્રીએ શ્રીસંઘને ભેગો કર્યો. નિર્ભય બની દેવ-ગુરુના અચિંત્ય પ્રભાવ ઉપર શ્રદ્ધા રાખી સામુદાયિક નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનું સમયોચિત સૂચન થયું. ઉપાશ્રયમાં હજારોની માનવમેદની એકઠી થઈ. માલકૌંસ રાગમાં નવકારના ભાષ્ય જાપ શરૂ થયા. લયબદ્ધ ધારા વહેતી રહી. ૩ કલાક અખંડ જાપ ચાલ્યો. ત્યાં જ સમાચાર મળ્યા કે હવે ભય ટળી ગયો છે. વાવાઝોડું બીજી દિશામાં ફંટાઈ ગયું છે. ગુરુદેવશ્રીના તપ અને નવકારના જાપના પ્રભાવે ભયાનક કુદરતી આફતમાંથી કલકત્તા હેમખેમ ઊગરી ગયું. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ આજે ય એવો જીવંત જ્વલંત છે. જરૂર છે શ્રદ્ધાના મન-પ્રાણ પૂરવાની. ( સંબંધ હો તો ઐસા ) એક બહેન આયંબિલનું પચ્ચખાણ લેવા આવ્યાં. પૂછ્યું, આજે આડે દિવસે આયંબિલ કેમ? કોઈ તીથિ નથી, કોઈ પ્રસંગ નથી. બહેન કહે, “આજે મારાં સાસુજીની પુણ્યતિથિ છે. તેમનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મળે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy