SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬ ] L[ જૈન પ્રતિભાદર્શન જીવદયા ક્ષેત્રના આવા જ બીજા ભડવીર રખોપા માલેગામના કેસરીચંદ મહેતા. બકરી ઈદના દિવસે મુસલમાનોના ઘરમાં જઈને પશુઓને છોડાવી લાવવાની જવામર્દી આ અહિંસાપ્રેમી જૈન બતાવી રહ્યા છે. ખાટકીઓએ તેમનો જાન લેવા ધારિયાં-તલવાર લઈને કેટલીયવાર પીછો કર્યો છે પણ જીવરક્ષાના ભાવ, બચાવેલા જીવોના આશિષ અને દેવગુરુકૃપાનું રક્ષાકવચ તેમની રક્ષા કરી રહ્યું છે. કળ-કુનેહ-કાયદાઓ-કીમિયાઓ બધા જ દાવ અજમાવી તેમણે કતલખાને જતાં લાખો જીવોની રક્ષા કરી છે. કફન બાંધી, માથે લટકતી મોતની તલવારની પરવા કર્યા વગર અહિંસાક્ષેત્રમાં જીવરક્ષાનું તુમુલયુદ્ધ ખેલનાર આવા ભડવીરોને આપીએ એટલા ધન્યવાદ ઓછા છે. ( જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી જન્મ અજૈન છતાં જૈન ધર્મના પ્રખર અભ્યાસી હર્મન જેકોબી કહે છે કે, “જૈન દર્શન મૌલિક ધર્મ છે. સર્વ ધર્મથી પૃથક સ્વતંત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે ઘણો જ અગત્યનો ધર્મ છે.” ( ધર્મસંસ્કારનો વારસો ) અમદાવાદ-વાસણાના દિનેશભાઈ પટવા. છોકરાઓના સંસ્કારનો ખુરદો ના બોલાય એ હેતુથી ઘરમાં ટી. વી. ન વસાવ્યું. છોકરા ઊંમરલાયક થયા. ઇન્ટરવ્યુમાં વેવાઈ તથા છોકરીને પહેલાં જ કહી દેતા કે, “અમારા ઘરમાં ટી. વી. છે નહીં અને આવશે પણ નહિ. વિચાર કરીને આવજો.' બન્ને છોકરાંઓને સારામાં સારી ધર્મ સંસ્કારી કન્યાઓ મળી ગઈ. ટી. વી.ના રાક્ષસી રોગથી તેઓ મુક્ત છે, એનો અનહદ આનંદ છે. ટી. વી. વગર પણ સમાજમાં મસ્તીથી રહે છે. આને કહેવાય આદર્શ ઘર. ઘરમાં દેરાસરનું નિર્માણ કરવું કે પરમાત્માની પધરામણી કરવી સરળ છે, પણ ટી. વી.ના દૈત્યને પ્રવેશ ન આપવો ઘણું કઠણ છે. ( સુરતના જળસંકટમાં જૈનોનું જીગરદાન ) સં. ૨૦૫૪, સુરતમાં ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૩૫૦ માસક્ષમણ સહિત રેકર્ડબ્રેક આરાધના થઈ. પર્યુષણ બાદ ભારે જલસંકટ આવ્યું. અબજોનું નુકશાન. બે-બે માળ સુધી પાણી. લોકોના જાન અદ્ધર, ઘરવખરી સાફ. ઘરસામગ્રીઓનો નાશ. હજારો બેઘર. આવા કટોકટીના સમયમાં જૈન સંઘના એક ઉપાશ્રયમાં પુરી-મગ મોટા પ્રમાણમાં તૈયાર કરાવી ફૂડપેકેટો બનાવી સમસ્ત સુરતના જૈન-જૈનેતર લોકોના ઘરમાં જૈન કાર્યકર્તાઓએ ફૂડપેકેટો પહોંચતાં કર્યાં. જાનની પરવા કર્યા વગર જૈન યુવા કાર્યકર્તાઓએ જે જહેમત ઉઠાવી તે જોઈ સરકાર અને સુરતની પ્રજા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy