________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૮૫
ગિરિરાજ કુ સદા મોરી વંદના,
મુનિરાજ કુ સદા મોરી વંદના મારા ગુરુભાઈ મુનિ હમદર્શનવિજયજીએ વૈશાખ મહિનાની ૪૪-૪પ સેલ્સીયસ ડિગ્રી જેવી કાળઝાળ ગરમીમાં ચોવિહારો છઠ્ઠ કરી શત્રુંજયની સાત યાત્રા કરી. જે સમયે ૭-૮ વાગ્યાથી પગથિયાં તપવા માંડે, ગળું શોષાવા લાગે એવા સમયે ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી એટલે? સાંભળીને તમ્મર આવી જાય એવી બીના છે. પણ શાસન જયવંતુ છે. કેવું ગજબનું આત્મ-પરાક્રમ કહેવાય!
( નમસ્કાર મહામંત્રના આરાધકો ) રાજકોટના શશીકાંતભાઈ મહેતા, બાબુભાઈ કડીવાળા વગેરે જેવાં શ્રાદ્ધરત્નો નમસ્કાર મહામંત્રની આરાધના વિશેષરૂપે જીવનમાં આચરવા સાથે અનેકના હૈયામાં નવકારમંત્રનો નાદ ગુંજતો કરવાનું સુભગ કાર્ય તન-મન-ધનથી કરી રહ્યા છે.
( ધરતીનું ખમીર ) સોરઠનો ખુંખાર બહારવટિયો જોગીદાસ ખુમાણ ઘોડેસવારીએ પરગામ જતો હતો. રસ્તામાં ભરબપોરે એકલી ખેતરમાં કામ કરતી રૂપાળી કન્યા જોઈ.
ઘોડો ત્યાં લઈ તેની પાસે જઈ ઊભો. કન્યાનું તેજ-રૂપ જોઈ ડઘાઈ ગયો. પૂછ્યું, “બહેન! એકાંત નિર્જન ખેતરમાં એકલી કામ કરતાં ભય નથી લાગતો?”
કન્યા બોલી, “જે ભાવેણાની સીમમાં જોગીદાસની હાક વાગતી હોય ત્યાં એકલી ફરતી માબહેનોને વળી ભય શેનો?” જોગીદાસ આ રણકારને સાંભળતો જ રહ્યો.
આ દેશના ધાડપાડુ બહારવટિયાઓ કેટલા સદાચારી, પરનારી સહોદર હતા તેનો ખ્યાલ આ સત્ય પ્રસંગ ઉપરથી સમજી શકાય છે.
આજે સજ્જનતાના લેબાસમાં છુપાયેલા વ્યભિચારી બહારવટિયાઓ બિલાડીના ટોપની જેમ ફાટ્યા છે. એટલે જ ધરતીના સ્વજનોથી ઘરની મા-બહેનો અસુરક્ષિતતાના ભયથી થરથરે છે. અહો! કલિકાલ..
( જીવદયાપ્રેમી ઝિંદાદિલ શ્રાવકો ) અબોલ નિર્દોષ પ્રાણીઓના પ્રાણની રક્ષા કરવાનો ભેખ લેનાર ભરત કોઠારી. પોતાના પ્રાણની પરવા કર્યા વગર ખુંખાર કસાઈઓની સામે પડકાર ફેંકી બાથ ભીડે છે. ધિંગાણાંઓ ખેલાય. શરીર પર હથિયારના ઘા ઝીંકાય લોહીની ધારાઓ છૂટે. તેની કોઈ પરવા નથી. મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા આ નરવીરે આજ સુધી હજારો-લાખોની સંખ્યામાં જીવોને મોતના મુખમાંથી ઉગારી લીધા છે.
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org