SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન દોમદોમ સંપત્તિ વચ્ચે વ્યક્તિગત આરાધના પણ જિનાજ્ઞા મુજબ ચુસ્તપણે કરવાની. ક્યારેય તેમના મોઢામાંથી ‘ના'' શબ્દ નીકળે નહિ એવી અવ્વલ ઉદારતાથી શાસનનાં અનેક કાર્યો કરી રહ્યા છે. કે. પી. સંઘવી, સંઘવી ભેરૂમલજી આ બન્ને દાનવીરો પુણ્યયોગે મળેલી અપાર સમૃદ્ધિને શાસનના ફળદ્રુપ ક્ષેત્રમાં વાવી જબરજસ્ત શાસનપ્રભાવના કરવાની સાથે ‘‘પુણ્યાનુબંધી પુણ્ય’’ ઉપાર્જન કરી રહ્યા છે. આજ સુધી કરેલાં તેમનાં યાદગાર ઐતિહાસિક સુકૃત્યોની યાદીનું લાંબુ લીસ્ટ થાય તેમ છે. આ કાળમાં જગડુશાહ જેવાં કહી શકાય એવાં શ્રાદ્ધરત્નોની અનુમોદના કરીએ એટલી ઓછી છે. નવપદ મહિમા અપરંપાર એ છે નવનિધીનો દાતાર ભાવના ભવનાશિની પાર્લાના કાંતિભાઈ પરિખ. સમ્મેતશિખરજી પર બેહદ લગાવ. અનેકવાર શિખરજીની યાત્રા કરી. પોતે ભાવના ભાવતા કે મોત શિખરજી ઉપર થાય તો સારું. સાચે જ, ૭૫મા વર્ષે યાત્રા કરવા ડુંગર ચઢતા જ શિખરજીની યાત્રા કરી. પાછા ઊતરતાં જ શ્વાસની મૂડી ખલાસ થઈ ગઈ. ભાવનાનો કેવો જવલંત વિજય ! કામિતપૂરણ કરિયાવર પિતાજીએ દીકરીને ઉદવાડા પરણાવી. સાસરે આવ્યાં પછી દિકરીએ પિતાજીને કાગળ લખ્યો : ‘‘પિતાજી બધુ ક્ષેમકુશળ છે, કોઈ કચાશ નથી. પણ પરમાત્માની ભક્તિ કરવા માટે જિનાલય નથી.’’ પુત્રી મન મૂકીને પ્રભુભક્તિ કરી શકે એ માટે પત્ર મળતાં જ પિતાજીએ ત્યાં ભવ્ય જિનાલય બનાવવાનો નિર્ધાર કર્યો. હાઈવે રોડ. સોનાના ટુકડા જેવી જગ્યા લીધી. કારીગરોને કામ સોંપ્યાં. ટાંકણાંઓના અવાજથી વાતાવરણ ગુંજ્યું. જોતજોતામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિરાટકાય તીર્થસમુ જાજરમાન જિનાલય ઊભું થઈ ગયું. હજારો આત્માઓ દર્શન-વંદન-પૂજન કરી પાવન થઈ રહ્યા છે. પિતાના પુત્રીપ્રેમ અને પુત્રીના પરમાત્મ-પ્રેમને પ્રગટ કરતું આ પાવન જિનાલય અનેક મૂક સંદેશા રેલાવી રહ્યું છે. ઉજમફઈની ટૂંક, લુણિકાવસહી, સાસુવહુનાં કાવીનાં દેરાં—આ બધાનું નિર્માણ આવાજ કોક નાના નિમિત્ત—બીજમાંથી થયું છે. ઉદવાડાનું જિનાલય પણ પિતા-પુત્રીની યશોગાથાને જૈનશાસનના ઇતિહાસમાં અમર રાખશે. તપ-ત્યાગનું મિલન આ. શ્રી વારિષણસૂરિ મહારાજ આજે હયાત છે. વર્ધમાનતપની ૯૮ ઓળી એકદત્તી અને ઠામચોવિહારથી કરી. એકદત્તી એટલે એકવારમાં જેટલું આવે એટલું જ વાપરવાનું, બીજી વખત વ્હોરવાનું નહીં. ઠામ ચૌવિહાર એટલે આયંબિલ કરતી વખતે જ પાણી વાપરવાનું, પછી પાણીનું ટીપુંય મોઢામાં નાંખવાનું નહિ. ૯૮ ઓળી એટલે લગભગ પ૦૦૦ જેવા આયંબિલ. આવા કઠિન અભિગ્રહ સાથે આયંબિલ કરવાં ખરેખર ઉચ્ચ-સાધના કહેવાય. રેકર્ડબ્રેક આરાધના કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy