________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૮૩
( તપસ્વી અમર રહો ) ભાયંદરના નવીનભાઈએ અઝાઈના પારણે અઠ્ઠાઈથી વર્ષીતપ કરી એક અદ્દભૂત આદર્શ પૂરો પાડ્યો છે.
મૂળ ખીમાડાનાં મુંબઈ-પરેલ રહેતાં કંચનબેનની જાણેલી અજોડ તપશ્ચર્યા... * સેંકડો અઠ્ઠમ * ૧૪૦ અઠ્ઠાઈ : ૪ સમવસરણતપ * ૨ શ્રેણીતપ * ૨ સિદ્ધિતપ * ૪ માસક્ષમણ * ૩૩ ઉપવાસ * ૬૧ ઉપવાસ * ૭ છ'રી પાલીત સંઘ, તેમાં ૨ સંઘમાં ૨૦ ઉપવાસ સુધી રોજ ચાલવાનું.
આટલી તપશ્ચર્યાની શક્તિ ક્યાંથી આવી તેમ પૂછતા જવાબ મળ્યો, “માતા-દાદી અને કેન્સરના રોગથી પીડાતાં સાસુની દિલ દઈને સેવા કરી તેનો પ્રભાવ છે.'
તપપ્રભાવક મહાશ્રાવિકાને ધન્યવાદ.
મુંબઈ-ભાંડુપથી પ્રદીપભાઈ મુલુન્ડ ઓળી કરવા આવે. બે કલાક તો સર્વેની ભક્તિ કરે. ત્યારબાદ છેલ્લે બે દ્રવ્ય-ભાત અને કરિયાતોથી આયંબિલ કરે.
જીભડીને ઠેકાણે રાખવી સરળ નથી. આવા કિમિયાથી જ સખણી ચાલે. ( સિદ્ધચક્ર વર સેવા કીજે નવપદ ધ્યાન ધરીને ) ભંવરલાલભાઈને ૧૫ વર્ષથી કોઢનો રોગ હતો. કોઈને મોટું બતાવતાં શરમાવું પડે તેવી સ્થિતિ.
કોઈક મિત્રના કહેવાથી પૌષધ સહિત નવપદની ઓળીની વિધિપૂર્વક અત્યંત શ્રદ્ધા અને ભાવોલ્લાસ સાથે આરાધના કરી. નવપદના નવ આયંબિલના પ્રભાવે ચમત્કાર સર્જાયો. હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ન મટે તેવો કોઢ રોગ એકાએક ગુમ થઈ ગયો.
શ્રીપાળના કાળે તેનો કોઢ નવપદના પ્રભાવે ગયો. આજના કાળે પણ નવપદનો એટલો જ જીવતો જાગતો પ્રભાવ જોવા મળે છે. જરૂર છે શ્રદ્ધાની...
સુશ્રાવક હિંમતભાઈ બેડાવાળા, ઉંમર ૭૦ ઉપર. વર્ષમાં ૧૦ મહિના આયંબિલ કરવાનાં. તે પણ ૨-૩ દ્રવ્યનાં. પારણે એકાસણાં. તેમાંયે ૫ વિગઈનો ત્યાગ.
રોજ લઘુસિદ્ધચક્રપૂજન ભણાવવાનું. રાત્રે ૧-૨ વાગે ઊઠીને સવારમાં ૭-00 વાગ્યા સુધી એક જ બેઠકે નવપદના નવે પદની તમામ સાધના (કાયોત્સર્ગ જાપ-ખમાસણા વગેરે) નિત્ય કરવાનાં.
( રંગ લાગ્યો મને જિનશાસનનો ) પૂનાના સુશ્રાવક શ્રી શાંતિલાલ હેમાજી મુથા. પાલિતાણામાં તેમની ધર્મ-શાંતિ નામની ધર્મશાળા છે. મનની ઉદારતાની કોઈ સીમા નથી. સેંકડોની સંખ્યામાં પ્રતિમાજી ભરાવ્યાં છે.
સંઘ-ઉપધાન-ઉજમણા-જિનાલયો-ઉપાશ્રય તથા શ્રત અને સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ | વગેરે અનેકવિધ ક્ષેત્રમાં અઢળક સંપત્તિનો સદ્વ્યય કરી જીવનને ધન્ય બનાવી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org