SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ ] | જૈન પ્રતિભાદર્શન પછી તો ઘોડાગાડીવાળાનું પણ સન્માન કર્યું. ઘોડાગાડીવાળાઓનાં હૃદયમાં એ રાજસ્થાની ભાઈ કાયમ માટે અંકિત થઈ ગયા. જાનવર ભલે અજ્ઞાત છે પણ ભૂમિ તો પતિતપાવન છે ને! અજ્ઞાતપણામાં પણ ફરી ફરી થતી આ પાવન સ્પર્શના ઉત્થાનનું બીજ બનીને ભાવીને પ્રકાશમાન બનાવે છે. આદીશ્વરદાદાતો પૂજનીય છે જ, દાદાને પૂજનારા ભક્તો પણ પ્રશંસનીય છે અને સિદ્ધાચલની સ્પર્શના કરનારા તમામ આત્માઓ પણ સરાહનીય છે. ચાહે પછી તે જૈન હોય કે અજૈન, માનવ હોય કે જાનવર. United you wins, Divided you Ruins. સં. ૨૦૫૪માં ભાવનગર ચાતુર્માસ દરમિયાન વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રાર્થનામંડળ દ્વારા એક અભૂતપૂર્વ કાર્ય થયું. ભાવનગર જિલ્લાના સમસ્ત તાલુકાગામના યુવા-કાર્યકર્તાઓના આ મહાસંમેલનમાં ૨000થી અધિક કાર્યકર્તાઓની ઉપસ્થિતિ હતી. જીવદયા, તીર્થરક્ષા, સંસ્કૃતિરક્ષા, શાસનરક્ષા, સાધર્મિકોના ઉત્થાન, રાજકારણનો ઉપયોગ, ધર્મવિરોધી તત્ત્વનો પ્રતિકાર, ધાર્મિક જ્ઞાનવિકાસ વગેરે અનેક વિષયો ઉપર વિશદ થઈ હતી. આ તમામ ક્ષેત્રે નક્કર પાયે કામ કરવાનો દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને શત્રુંજયાદિ તીર્થની રક્ષા અને વિશિષ્ટ દિવસોમાં યાત્રાના પ્રબંધને વિશેષ મહત્વ અપાયું હતું. ભાવનગર જિલ્લાની વેરવિખેર યુવાશક્તિનું એક તાંતણે જોડાણ થતાં અપૂર્વ એકતાનાં દર્શન થયાં હતાં. વર્તમાન અને ભાવિમાં આવી પડનારી આફતોમાં સંગઠિત બની સજજડ કાર્ય કરવા માટે આ સંમેલનમાં બીજ રોપાઈ ગયાં હતાં. પ્રત્યેક જિલ્લાવાર જૈનોના યુવા-કાર્યકર્તાઓના આવા એકતાપૂર્વકના સંગઠનની આજના કાળે તાતી જરૂર છે. આવા સંગઠન દ્વારા થતી નક્કર એકતા મહાશક્તિથી બને છે. મજબૂત સંગઠનનું અસ્તિત્વ જ બધાંને નમાવી શકશે. જ્યાં સંગઠન છે ત્યાં વિજય છે. આજે વિશ્વનો રાજકીય રંગ જોતા લાગે છે કે સહકાર અને સંગઠનનું શસ્ત્ર જેની પાસે નથી તેની બાદબાકી થતી જાય છે. શુભ પાત્રદાનમ્ રમણલાલ દલસુખભાઈ એક શ્રેષ્ઠ અવ્વલ શ્રાદ્ધરત્ન હતા. સમેતશિખરજી, અંતરિક્ષજી આદિ તીર્થોની રક્ષામાં તેમનો ફાળો યશસ્વી હતો. ખંભાતમાં તેમનું રસોડું ચાલતું હતું. વર્ષો સુધી ચતુર્વિધ સંઘનો લાભ લીધો. તેમના દાદા કસ્તુરભાઈ અમરચંદભાઈએ રસોયાને કહી દીધું હતું કે, “ઘીના ડબ્બા જેટલાં વધુ વપરાશે તેટલો પગાર વધશે.” મુનીમો ચતુર્વિધ સંઘની ભક્તિમાં ઘીના ડબ્બા ઊંધા કરવા લાગ્યા. શું ભક્તિ! શું બુદ્ધિ! શું સંઘવાત્સલ્ય! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy