SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૮૧ ( યોવનનો સાર–સમાજને પડકાર ) અમારા પરિચયમાં આવનાર એક યુવાને પરણતાં પૂર્વે મા-બાપ અને ભાવિ પત્નીને સાફ શબ્દોમાં કહી દીધું : “લગ્ન બાદ જીવનમાં ક્યારેય રાત્રિ-ભોજન કરીશ નહિ. કંદમૂળ, અભક્ષ્ય ખાઈશ નહિ. હોટલમાં કદાપી જઈશ નહિ. આઈસ્ક્રીમ, બટરચીઝને અડીશ નહિ. ઘરમાં ટી. વી., ફ્રીઝ, વી. સી. આર. લાવીશ નહિ. હિંસક સાધનોનો ઉપયોગ કરીશ-કરાવીશ નહિ. મારી ધર્મસાધનામાં બાધક બનનારનું સાંભળીશ નહિ.' છોકરી અને તેનાં માતા-પિતાએ અનહદ આનંદ સાથે બધું મંજુર રાખ્યું. “લાખો મેં એક” જેવો આવો પતિ મારા નસીબમાં ક્યાંથી? પત્ની મનોમન બોલી ઊઠી. યુવાનવયમાં, મોહમયી મુંબઈ નગરીમાં, સંસારમાં રહીને ધર્મમાર્ગનો ચુસ્ત અમલ કરનારા આજે પણ છે. આજે લગ્ન પછી પણ એ યુવાન તમામ વાતનું મક્કમપણે પાલન કરી રહ્યો છે. ( દિલની અમીરાત ) ખંભાત મેરુ-મહોત્સવ વખતે ત્યાંના ભરવાડોએ ૪૦ મણ દૂધ આપેલ. પૈસાની વાત નિકળતાં કહે, પરમાત્માના આવા મહાન અભિષેકમાં અમારું દૂધ વપરાય એ અમારું કેટલું પરમ સૌભાગ્ય! એ દૂધના તે વળી રૂપિયા લેવાતા હશે! ભગવાન તમારા છે તો અમારા નથી શું?' ખરેખર ભરવાડોએ એકેય રૂપિયો ન લીધો. ધર્મના કાર્યમાં એક પાઈ ઓછી કરવાની વાત તો દૂર રહી પણ સવાયા પૈસા લઈને પણ જાણે ઉપકાર કરતા હોય એવું વલણ-વર્તન દાખવનાર જન્મજાત જૈનો માટે આ પ્રસંગ નજર સમક્ષ રાખવા જેવો છે. (પશુપંખી જે ઇણગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે) નવ્વાણું યાત્રા કરાવનાર એક રાજસ્થાની ભાઈને ઘોડાઓનું બહુમાન કરવાનો વિચાર આવ્યો. શુભ દિવસે પાલિતાણાના તમામ ઘોડાનો બહુમાન સમારંભ ગોઠવાયો. કપાળે તિલક, ગળામાં હારતોરા, અક્ષતોથી વધામણાં. મોટા ચણા, ગોળ-ધાણા, ખોળ વિ. મોંઘી ડીશનો જમણવાર. વગેરે સ્નાન, પાન, નૂતન વસ્ત્રોનું પરિધાન વગેરે દ્વારા ઘોડાનાં બાદશાહી સન્માન થયાં.” કોઈકે આનું કારણ પૂછતાં ભાઈ કહે, “આજ સુધી હજારો ભક્ત યાત્રિકોને દાદાની તળેટીની આરામદાયક સ્પર્શના કરાવનાર આ ઘોડાઓ જ છે. તળેટી પવિત્ર હોય, ભક્તોની ભાવના પવિત્ર હોય તો ભક્તને ભગવાનનું મિલન કરાવનાર આ ઘોડાઓ કેટલા પવિત્ર હશે? એ વિચારજો.... બીજું મેં ને તમે દાદાની યાત્રા કેટલી કરી હશે? 100-200 ને આ ઘોડાઓએ તળેટીની યાત્રા કેટલી કરી? ગણી ગણાય નહીં એટલી... અવતાર ભલે ઘોડાઓનો છે. પણ સ્પર્શના તળેટીની છે. તેય દિવસમાં ૧૦-૨૦ વાર. ઘોડાઓ | કેટલા પુન્યશાળી કહેવાય? પાવન તળેટીની સ્પર્શના માટે કાંઈક ભવોની પુષ્પરાશી જોઈએ. સમજ્યા?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy