SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન આયંબિલનો એ પ્રભાવ છે કે તન સંદા સ્વસ્થ રહે, મન સદા નિર્મળ અને પ્રસન્ન રહે, જીવન સદા પવિત્ર રહે, આત્મા સદા ઉજજવળ રહે. નવાંગી ટીકાકાર પૂ. અભયદેવસૂરિ મહારાજે બાર બાર વર્ષનાં આયંબિલ કર્યાં હતાં. પૂ. ગચ્છાધિપતિ ભુવનભાનુસૂરિજી મહારાજે શાસનના અનેક કાર્યોની સાથે વર્ધમાનતપની ૧૦૮ ઓળી કરી હતી. વિરમગામના રતિભાઈએ સળંગ એકસો ઓળી કરી હતી. પૂ. હિમાંશુસૂરિજી મહારાજે જીવનભરના આયંબિલની પ્રતિજ્ઞા કરી છે. ૯૨ વર્ષની જૈફ વયે સળંગ સોળ વર્ષથી આયંબિલ કરી રહ્યા છે. આવા તો ઢગલાબંધ દષ્ટાંતો છે. - રોગોથી મુક્ત થવા હવે ડૉક્ટરો જ મીઠું-મરચુ ને ઘી-તેલ બંધ કરવાની અને મોળી રસોઈ ખાવાની સલાહ આપે છે. ડૉક્ટરના કહેવાથી મોળું ખાવાથી નથી કોઈ લાભ કે નથી કોઈ પુ બંધ. જ્ઞાનીના કહેવાથી કરાતું એક આયંબિલ અપૂર્વ કર્મનિર્જરા અને પુન્યબંધનું કારણ બને છે. વિપ્નો, વિકારો, અપમંગલો અને અનારોગ્ય દૂર કરવા, આત્મશુદ્ધિની ઊંચાઈ આંબવા ઘરઘરમાં આયંબિલતપના મંગલદિપક પ્રગટાવવા જરૂરી છે. ( સંયમ કબ હી મિલે ) પાલિતાણામાં સં. ૨૦૧૩માં દાદાવાડીમાં ચાતુર્માસ હતા. ૭પ વર્ષના એક પતિ-પત્ની આરાધક તરીકે હતાં. ચારિત્રની નાનપણથી ઉત્કૃષ્ટ ભાવના હતી. પણ તેમનાં માતાજી કહે, “જો તું ચારિત્ર લઈશ તો બીજે દિ હું દરિયામાં ડૂબી મરીશ.” (મોહ હશે કે ધમકી તે તો ભગવાન જાણે !) માતા ચારિત્ર માટે હા પાડે તે માટે અંતરાય તોડવા તપસાધના શરૂ કરી. ૨૧ વર્ષીતપ, છઠ્ઠ-અમથી વર્ષીતપ, સળંગ ૫OO આયંબિલ, સિદ્ધિતપ, શ્રેણિતપ, સમવસરણ તપ, ધર્મચક્રતપ, ભદ્રતપ, સિંહાસનતપ. ૩ માસક્ષમણ. ૪૫-૫૧ ઉપવાસ વિ. અનેકવિધ તપ દ્વારા લ કર્મનિર્જરા કરી. ચાતુર્માસમાં ભવાંતરમાં ચારિત્ર જલ્દી ઉદયમાં આવે એ માટે ચાલુ વર્ષીતપમાં ૧૭ ઉપવાસ કર્યા. મોટાભાગનાં લગભગ બધાં તો જીવનમાં કરી લીધાં છે. વસ્તુ જેટલી કિંમતી હોય છે એટલી જ તેની પ્રાપ્તિ દુર્લભ હોય છે. સંયમ દુષ્કર છે. દુ:સાધ્ય છે. દેવતાઓ પણ સંયમને ઝંખે છે માટે જ તે દુપ્રાપ્ય છે. પૂર્વની પ્રચંડ પુજાઈ વિના ચારિત્ર મળતું નથી. એક ભાઈનો પ્રસંગ જાણવા મળ્યો. દીક્ષા નક્કી થઈ, મુહૂર્ત નિકળ્યું. વાયણાં ચાલુ થયાં. દીક્ષાના જૂજ દિવસો બાકી હતા. ગાડીમાં જતા તે ભાઈના અલંકારો લૂંટવા ચોરોએ તેમને ગાડીમાંથી ધક્કો માર્યો. જીવ બચ્યો, પણ લોહીલુહાણ થઈ ગયા. હાડકાં ભાંગી ગયાં, મહિનાનો ખાટલો થયો. શરીર અસમર્થ થતા મનની મનમાં રહી ગઈ... જ્યાં એક પણ જીવની હિંસા નથી, જ્યાં એક પણ પાપની શકતા નથી, કોઈના પ્રત્યે દ્વેષ કે દુશ્મનાવટનો ભાવ નથી, કોઈ કનિમિત્ત કે કુવિકલ્પ નથી એવાં નિર્દોષ, નિષ્પા૫ અને નિર્મળ જીવન | માણવાની મસ્તી ભવોભવની સાધના અને પુન્ય વિના મળતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy