SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૭૯ (ડૉટર બની એલોપથી દવાના ભરડામાંથી છુટકારો પામી સંયમધર્મની સુવિશુદ્ધ સાધના કરી રહ્યાં છે. જૈન ધર્મની પ્રભાવનાનું આ એક વિશિષ્ટ અંગ છે. ( દાન હો તો એસા! ) વિહાર કરતાં ચારૂપ પહોંચ્યા. વાતવાતમાં મેનેજર કહે છે : ભોજનશાળા, ધર્મશાળા વગેરે કરવાનો લાભ એક ભાગ્યશાળીએ લીધો છે. ૪૦થી ૫૦ લાખ તો વપરાઈ ગયા. લાભ લેનારની એક શરત હતી, ક્યાંય પણ કોઈપણ ઠેકાણે મારું નામનિશાન આવવું ન જોઈએ.” એ ભાગ્યશાળીનું નામ છે જનકભાઈ એન લઠ્ઠા. - ભાવનગર કૃષ્ણનગરમાં પણ આવો જ ભવ્ય ઉપાશ્રય ૩૫-૪૦ લાખના ખર્ચે (સંપૂર્ણ સ્વદ્રવ્યથી) જાતે ઊભા રહીને, ભોગ આપીને વિનુભાઈ ભગતે બંધાવી આપ્યો છે. શ્રીસંઘના આ ભવ્ય અને વિશાળ ઉપાશ્રયની વિશેષતા એ છે કે ક્યાંય દાતાનું નામ-નિશાન, તકતી કે શિલાલેખ ગોત્યો જડે નહીં! ૧૦૦-૨૦૦ રૂપિયાની દીવાલ ઘડિયાળ જેવી ક્ષુલ્લક વસ્તુઓ ઉપર ચીતરાયેલાં મોટાં મોટાં નામો જોવા મળે ત્યારે દુઃખ થાય છે. દાન થોડા ઔર નામ બડા માન કષાયની પ્રબળતા જોઈને દયા આવી જાય છે. નામ માટે જ કરાતુ દાને દાનના ફળને સાફ કરી નાખે છે. દાન એ, જે અજ્ઞાત હોય, પરહિતાર્થે હોય, જમણો હાથ આપે તો ડાબો હાથ પણ ન જાણે. નામનાની કામના વિનાનું દાન ચિરસ્થાયી કીર્તિ ઊભી કરી આપે છે. લોકહૃદયના સિંહાસને શાશ્વત પ્રતિષ્ઠાન સ્થાપિત કરી આપે છે. અપૂર્વ મુખ્યબંધના થોકે થોક ઊભા કરાવી દિવ્ય સુખના ભોક્તા બનાવે છે. ( સફળતાની માસ્ટર કી : આયંબિલ મુંબઈમાં હરખચંદ ગડા નામના વકીલ છે, જૈન છે, શ્રદ્ધાળું છે. ખાસિયત એ છે કે કોર્ટમાં Final hearing હોય તે દિવસે આયંબિલ કરે, પોતાના અસીલને પણ આયંબિલ કરાવરાવે. એક ખ્યાતનામ વકીલને આયંબિલ પર કેવી ગજબની શ્રદ્ધા.! આયંબિલના પ્રભાવે કેસ અવશ્ય જીતે. મનના રોગો અને શરીરના રોગો આયંબિલના પ્રભાવે સહજ દૂર હડસેલાઈ જાય છે. આહાર એવો ઓડકાર, “અન્ન એવું મન” આ બધી ઉક્તિઓ સત્ય છે, મર્મપૂર્ણ છે. શરીરની વિકૃતિઓ અને મનના વિકારો દૂર કરવાનું પરમ સામર્થ્ય આયંબિલમાં છે. આયંબિલના આહારમાં ધાતુને ઉત્તેજીત કરતી છએ વિગઈઓનો સદંતર ત્યાગ હોય છે એટલે શાસ્ત્રોમાં આયંબિલ તપને પરમ મંગલ કહેવાયો છે. ગમે તેવી વિનોની ભરમાળ આ તપના પ્રભાવે સહજતાથી દૂર થઈ જાય છે. ગમે તેવા કાર્યની સિદ્ધિ, જાપ-ધ્યાનથી સિદ્ધિ, સાધનાસિદ્ધિ વગેરે માટે મંગલ સ્વરૂપે આયંબિલ એ શ્રેષ્ઠ તપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy