SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન પારણાના દિવસે કાર્યકરોએ બધાને કાયમી અઠ્ઠમના આયોજનમાં લાભ લેવા અપીલ કરી. પ્રભાબહેને કીધું કે મારે પણ લાભ લેવો છે. ટ્રસ્ટીઓએ ૧૫૧, ૨૫૧ વિ. સ્કીમ બતાડી. તેમનો દેદાર જોતાં એમ લાગે કે તેમને ૨૦૦-૫૦૦ની મદદ કરવા જેવી છે. પ્રભાબેન કહે, “અઠ્ઠમના કાયમી અનામત ફંડમાં મારા રૂ. ૨૫OOO લખી લ્યો. આગળ પાછળ કોઈ નથી. જીવનભર કામ કરીને ભેગી કરેલી આ પૂંજી જ મારું સર્વસ્વ છે. તે પાર્શ્વનાથ દાદાના ચરણે ધરી દઈ મારે કૃત્યકૃત્ય થાવું છે. હાથ પગ ચાલે છે ત્યાં સુધી કામ કરીને પેટ ભરી લઈશ. બાકી દાદા બેઠા જ છે!'' ખરેખર! જીવનની તમામ પૂંજી નવખંડા પાર્શ્વનાથદાદાના ચરણમાં ધરી દીધી. દશ્ય જોનાર બધાની આંખમાંથી હર્ષાશ્રુઓ ટપકતાં હતાં. તીર્થરક્ષામાં સર્વસ્વનું દાન કરનાર પૂર્વકાલીન ભીમા કુંડલિયાની વાત આપણે જાણીએ છીએ. આજનો કાળ કેવો ભયંકર છે તે પણ આપણે જાણીએ છીએ. * મોંઘવારી બધા સીમાડા વટાવી ગઈ છે. * સંયોગો-સ્થિતિ પ્રતિસમય બદલાયા કરે છે. * આપત્તિના કાળમાં સગો ભાઈ કે દીકરો હાથ ઝાલે એવી શકયતા નથી. * વિશ્વના ખૂણે-ખૂણે સ્વાર્થનું સામ્રાજય નક્કર રૂપે સ્થપાયું છે. આવા કાળમાં પ્રભુચરણમાં સર્વસ્વનું દાન કરવું એ પ્રભુભક્તિની પરાકાષ્ઠાનું પ્રતિક છે. કેટલું આપીએ છીએ? એની બદલે કેટલું રાખીએ છીએ? એની ઉપરથી પરમાત્મ-પ્રેમનું પાપ નીકળે છે. આપણે પણ પ્રભુચરણમાં વધુમાં વધુ સમર્પણ કરી શકીએ એવી ભાવના સાથે પ્રભાબેનને ધન્યવાદ દઈએ. તેમના દાનનું અનુમોદન કરીએ. ( અહિંસક સારવારનો સમુચિત પ્રસાર ) એક્યુપ્રેશરની દુનિયામાં જેમનું નામ મોખરે છે તે દેવેન્દ્રભાઈ વોરા ચુસ્ત છે. મૂ. જૈન શ્રાવક છે. એક્યુપ્રેશરનું ઊંડું ખેડાણ, ગમે તેવા નાના-મોટા રોગો માટેના સચોટ ઉપાયરૂપ નુસખાઓ તેમની પાસે છે. વગર પૈસે, વગર હિસાએ, વગર હાડમારીએ રોગોને મટાડવાની આગવી સૂઝ-બૂઝ છે. સાધર્મિકોને નિર્દોષ ઔષધ સંબંધી એક્યુપ્રેશરનું જ્ઞાનદાન કરી પગભર કરી રહ્યા છે. પ્રશિક્ષણ કેમ્પોનું આયોજન કરી હજારોને નિર્દોષ ઉપચારોનું સચોટ માર્ગદર્શન આપે છે. સાથે સાથે હજારો દર્દીને વ્યસનમુક્ત કરી રહ્યા છે. એક્યુપ્રેશર દ્વારા ભગવાન મહાવીરના અહિંસાવાદની જ્યોત ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં જલાવવાનો સ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે. જૈનધર્મની પ્રભાવનાનું આ એક વિશિષ્ટ અંગ છે. દેશ-વિદેશના ખૂણે ખાંચરે જઈ આ અહિંસક છતાં સચોટ સારવારનો પ્રસાર-પ્રચાર કરી માનવસેવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે. રાંકડ સાધુ-સાધ્વીજી ભગવંતો તેમની પાસેથી એક્યુપ્રેશરનું જ્ઞાન મેળવી, રોગમુક્ત થયા છે. પોતે જ પોતાના | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy