________________
અભિવાદન ગ્રંથ ]
હસ્તગિરિનો સર્જક શિલ્પી
સંપૂર્ણ તન-મન-ધન, ફલેટ પણ સમર્પિત કર્યો અને જીવન પણ સમર્પિત કરી હસ્તગિરિ તીર્થનું નવનિર્માણ કરનાર કાંતિભાઈ એક અજોડ વ્યક્તિ કહી શકાય.
એકલપંડે આવા વિરાટ કાર્યને સફળતાના શિખરે પહોંચાડવું અશક્ય પ્રાયઃ લાગે. આજના કાળે એક અજાયબી કહી શકાય એવું સર્જન, કાંતિભાઈને જૈનશાસનના ઇતિહાસમાં અમર બનાવી દેશે.
[ ૮૭૭
મુખ્ય પહાડ ઉ૫૨ ૧૨૫૦ ફૂટ ઉપર ૧,૦૨,૪૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં ગુલાબી સંગેમરમરના પથ્થરમાં સમવસરણ આકૃતિરૂપ, ચાર દિશામાં ચાર મેઘનાદ મંડપયુક્ત, ૭૨ દેવકુલિકાથી જાજરમાન, ૧૪૫ ફૂટની ઉંચાઈવાળા શિખરથી શોભાયમાન, દેવલોકના શાશ્વત વિમાનની ઝાંખી કરાવતું જિનાલય એટલે જ હસ્તગિરિ તીર્થ.
છેલ્લાં ૨૫ વર્ષોથી એકધાર્યું-અવિરતપણે કાર્ય ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાનો સદ્યય થયો છે.
આ સિવાય જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકના મંદિર, ભોજનશાળા, ઉપાશ્રય, પૌષધશાળા વિ. પણ ભવ્ય છે. આ તીર્થનું સર્વસ્વ કહી શકાય; પાયો કહી શકાય એવી વ્યક્તિ એટલે કાંતિભાઈ ઝવેરી. કાળા માથાનો એક માનવી ધારે તો શું ન કરી શકે! જરૂર છે હામભર્યા હૈયાની!
કાંતિભાઈનું હસ્તગિરિનું હીરલું સર્જન આપણને સદા સાહસ-હિંમત-ભક્તિ અને ધીરજની પ્રેરણાવૃષ્ટિ કરતું રહેશે.
શાસન-રંગ લાગ્યો
બરોડાના જે. બી. પરીખ. સમસ્ત બરોડા જૈન સંઘ ફેડરેશનના પ્રમુખ - માજી ડેપ્યુટી કલેક્ટર. ૭૦ વર્ષે બીજા વર્ષીતપની તપશ્ચર્યા સાથે બરોડા જૈન સંઘને સર્વક્ષેત્રે આગળ વધારવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. સંઘના-શાસનના-જીવદયાના-સાધર્મિકભક્તિનાં અનેકવિધ કાર્યમાં તેમનું તન-મન-ધનનું યોગદાન અનુમોદનીય છે.
‘શાસનની ઉન્નતિ કરતા પણ સંઘશાસનની રક્ષા અનેકગણી ચઢિયાતી છે. બોડી બામણીના ખેતર જેવી દયનીય સ્થિતિમાં રહેલા શાસનની રક્ષા આજના કાળે અત્યંત જરૂરી છે. તે માટે સંપન્ન કાર્યકર્તાઓની જરૂર છે. આ કાર્યકર્તા સેવાભાવની ભાવનાથી ભીંજાયેલા જોઈએ. પ્રમાણિકતાની ટેકવાળા જોઈએ ને વહીવટી કાર્યમાં કુશળતાસંપન્ન જોઈએ.
સંપત્તિનું દાન કરનારા ઘણા મળે છે; પણ સમજશક્તિ અને સમયશક્તિનું દાન દેનારાનો ઘણો તોટો છે, તે પુરો થાય તે ઇચ્છનીય છે.
પારસનાથ આધાર મેરો પ્રભુ...
ઘોઘા પોષદશમીના અઠ્ઠમની આરાધના કરાવવા ગયા. એક બહેન, સાડલામાં ૧૦ થીંગડા, તદ્દન ગરીબ અવસ્થા, અક્રમ કરવા આવ્યાં. નામ પ્રભાબહેન, ગામ દિહોર.
→→
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org