SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન કાર્યો કરાવવાં * જૈન વિદ્યાર્થીને સ૨કા૨ી સત્તાસ્થાનોમાં જવા પ્રેરણા, પ્રોત્સાહન ને વ્યવસ્થા......વગેરે અનેકવિધ કાર્યશૃંખલા દ્વારા શાસનની અદ્ભુત પ્રભાવના કરી રહ્યા છે. તેમાં પણ સં. ૨૦૫૩માં અમદાવાદ-વાસણા મુકામે ‘પૂ. ભુવનભાનુ સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ’ ઊજવાયો, તેમાં આ ત્રિપુટીનું યોગદાન અમૂલ્ય હતું. છેલ્લાં કેટલાય વર્ષોના ઇતિહાસમાં ન થયો હોય, ન જાણ્યો, ન માણ્યો હોય એવો આ એક અલોકિક ઐતિહાસિક અજોડ મહા-મહોત્સવ ઊજવાયો જેમાં—— * પક્ષ-ગચ્છ-સંપ્રદાયના ભેદભાવ વગર પધારેલાં ૧૩૦૦થી અધિક પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો * ભક્તિ-ઉષા, ભક્તિ સંધ્યા × ૪૦,૦૦૦ બહેનોનાં સામાયિક * લાખો શ્રાવકોની ઉપસ્થિતિ * બે લાખ ભાવુકો સહિતની ઐતિહાસિક રથયાત્રા * લાખો પુન્યાત્માઓની સાધર્મિકભક્તિ. * જૈનેતર વર્ગમાં થયેલ અભૂતપૂર્વ પ્રભાવના * જૈન ધર્મના મર્મની ઝાંખી કરાવતાં જીવંત પ્રદર્શનો * આહાર શુદ્ધિ, સાત ક્ષેત્રની મૌલિકતા-વ્યસન મુક્તિ વિ.નાં પ્રદર્શનો * સ્વર્ગીય નગરીની રચના * રાત્રિભાવનામાં ઊમટી પડતો ૫૦,૦૦૦ જેટલો માનવ-મહેરામણ * પૂ. સાધુ-સાધ્વીજી ભ.ની વાચના * દીક્ષાઓ, પદવીઓ * મોટા તપના આરાધકો * ભારતભરના ખૂણે ખાંચરેથી મહોત્સવને માણવા આવેલા માનવંતા મહેમાનો વગેરે વગેરે... આવી મૌલિકતાથી સભર સમસ્ત પ્રસંગ જન-જનના હૃદયમાં અંકિત થઈ ગયો. ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠ ઉપર આલેખાઈ ગયો. કલિકાલ સર્વજ્ઞ આ. શ્રી હેમચન્દ્રસૂરિના કાળે કુમારપાળ થયા. તેમણે કરેલ ધર્મપ્રભાવનાની સુવાસ આજે પણ મઘ-મઘાયમાન છે. એક કુમારપાળ આજના વિષમકાળમાં આટલું કાર્ય કરે, તો શાસનને આવા સમર્પિત ૨૫-૫૦ કુમારપાળ મળી જાય તો શાસનની રોનક અચૂક વધી જાય. શાસનરક્ષક તેજસિતારા મુંબઈ-બોરીવલી ‘વિનિયોગ પરિવાર’’ નામની સંસ્થાના અન્વયે છેલ્લાં કેટલાંએ વર્ષોથી અરવિંદકાકા—જીવદયા આદિનાં ગજબનાં કાર્યો કરી રહ્યા છે. મુંબઈમાં ૪૦૦-૫૦૦ યુવાનિયાઓનું એક સજ્જડ જૂથ શાસનપ્રેમના રંગે રંગાઈ ગયું છે. તેમાં તેમનો અસાધારણ ફાળો છે. સાથે અતુલ વી. શાહ, જીતુભાઈ, અનિલભાઈ, ગિરીશભાઈ, દીપેનભાઈ, પ્રકાશભાઈ (દાઢી) વિ. અનેક સમર્પિત શાસનપ્રેમીઓ પુન્યાત્માઓ આ કાર્યમાં સક્રિય રસ લઈ શાસનના વૃક્ષ ઉપર થતા કુઠરાઘાતને અટકાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જૈનશાસનના રથને અવિચ્છિન્નપણે હંકારવા આવી સેંકડો સેવાભાવી સંસ્થાઓ અને હજારોલાખોની સંખ્યામાં શાસનરસિક નવયુવાશક્તિની જરૂર છે. આપણાં બાળકોને તેને રૂચિકર હોય એવા શાસનસેવાના એકાદ કાર્યમાં અવશ્ય જોડવાં જોઈએ. શાસનસેવાથી અઢળક પુણ્ય ઉપાર્જન થશે. જીવન ઊર્ધ્વગામી બનશે. સામુદાયિક યુવાશક્તિના સંગઠ્ઠનથી શાસનનો અપ્રતિમ જય-જયકાર થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy