________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૭૫
બહુ મોટી વાત નથી. પણ વૈદ્યની બરાબર તપાસ કરાવી લેશો. જરૂર પડે જણાવશો તો ભસ્મ તુરત મોકલી આપીશ.'
જો કે પાછળથી તપાસ કરતા માલુમ પડેલ કે વૈદ્ય બોગસ હતો. એક સાધુની સારવાર માટે જીવતલાલભાઈની કેવી ઉદારતા તેમ જ દીર્ધદર્શિતા!
(જીવદયા ધર્મસાર) અંધેરીમાં રહેતા ચંપાબાએ મોતના આગલા દિવસે કુટુમ્બને ભેગું કરી એક ઇચ્છા વ્યક્ત કરી, મારું માથું ધોઈ નાંખજો. માથાની એક-એક “જૂ' વીણી લેજો. રખેને એકાદ જૂ પણ ચિતામાં કમોતે બળી ના જાય. ચિતાના એક-એક લાકડા ખંખેરી-ખંખેરીને ગોઠવજો, જેથી નાના જીવ-જંતુઓ અકાળે મોતને ના ભેટે.'
જોયું! મોતની ચિંતા કરતાં જીવો ન મરવા જોઈએ, તેની ચિંતા વિશેષ છે.
જેનું હૃદય કુણાસવાળું સંવેદનશીલ છે, જેનું જીવન દયાપ્રધાન છે, જીવનભર જેણે જીવો પ્રત્યે પ્રેમ કેળવ્યો છે, જયણા પાળી છે, જીવોને રક્ષવાના પ્રયાસ કરી શુભ સંસ્કારોની મુડી ઊભી કરી છે, એવા આત્માઓને મોત સમયે પણ જીવો ઉપર પ્રેમ ઉભરાય, પોતાના મોત કરતાં અન્ય જીવોની રક્ષાની ચિંતા જ તેમના મનમાં રમતી હોય. જીવરક્ષાનો આવો ઉચ્ચતમભાવ પરલોકમાં સુંદર ગતિ, સુંદર સ્વસ્થતા, સુંદર ભોગો આપી પરંપરાએ મુક્તિ અપાવવા સક્ષમ છે.
મોત કોઈને ગમતું નથી. નાના જીવોનો કચ્ચરઘાણ બોલાવી હૃદયને કઠોર ના કરો. મનને નિર્દય ના કરો. નાના જીવોને જે રીતે થાય તે રીતે બચાવી અઢળક પુન્ય ઉપાર્જન કરો.
( આદર્શ ત્રિપુટીરત્ન ) પ. પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ની કૃપાદૃષ્ટિ અને પ્રયત્નથી તૈયાર થયેલ ત્રિપુટી એટલે કુમારપાળ વી. શાહ, જયેશભાઈ ભણશાલી, કલ્પેશ વી. શાહ.
કુમારપાળભાઈ જૈનશાસનનાં તમામ ક્ષેત્રે જે સૂઝ-બૂજથી કાર્યો કરી રહ્યા છે, તે સાંભળતા છાતી ગજ-ગજ ફૂલી જાય. તેની અનુમોદના કરવા શબ્દો પણ ઓછા પડે.
૧૩૫ જિનાલયના જીર્ણોદ્ધારો આજેય હાથમાં છે. ભૂતકાળમાં થયા તે જુદા.) આ સિવાય કે નુતન જિનાલયો, ઉપાશ્રયોના નિર્માણ * સાધુ-સાધ્વીજીની વિહારવ્યવસ્થા * તમામ પ્રકારની ભક્તિ કે જીવદયા, પાંજરાપોળનાં વિરાટ કાર્યો કે સાધર્મિકોની અવિરતપણે ભક્તિ * પૂજારીઓ તૈયાર કરવા * પંડિતો અને ધાર્મિક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા * દુષ્કાળના સમયમાં જાયન્ટ કેટલ કેમ્પો કરવા * પૂરધરતીકંપ કે વાવાઝોડા જેવા કુદરતી પ્રકોપ સમયે આયોજનસભર રાહત કેમ્પો કરવા કે તીર્થરક્ષાનાં કાર્યો કરવાં ક દેવદ્રવ્યની રકમનો સફળ ઉપયોગ કરવો-કરાવવો કે યુવાનોને ધર્મમાં સ્થિર કરતી “શિબિર'નાં
આયોજનો કે પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વૈરાગ્યસભર સાહિત્યગ્રંથોનો પ્રચાર-પ્રસાર. * - અનુકંપાનાં કાર્યો કે દવા, દવાખાના, હોસ્પિટલ વિ.માં ઉચિત યોગદાન કે રાજકારણ દ્વારા શાસનનાં 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org