________________
અભિવાદન ગ્રંથ 7.
[ ૭૩૩ સલોત ગોરધનદાસ ઝવેરચંદ વકીલ ચોકવાળા અને શ્રી પાનાચંદભાઈ કાળીદાસ વાસા કામદાર જેસરવાળા : વિ. સં. ૧૯૬૬માં પૂજયશ્રીએ કદંબગિરિ– બોદાનાનેસના દરબારોને ઉપદેશ આપી વ્યસન મુક્ત કર્યા એના બદલામાં એ દરબારોએ પૂજ્યશ્રીએ પસંદ કરેલા નવ પ્લોટો (જમીનના) ભેટ આપવાની ઇચ્છા દર્શાવી ત્યારે, ઉપરોક્ત બંને શ્રાવકોએ અમદાવાદથી શેઠ આ. ક. ની પેઢીના ટ્રસ્ટીઓને બોલાવી, એ જગ્યાનો વેચાણ દસ્તાવેજ નજીવી કિંમતમાં કરાવ્યો. ત્યારથી આ બંને શ્રાવકો તથા તેમના પુત્રો શ્રી વીરચંદભાઈ વકીલ અને શ્રી અમરચંદભાઈ કામદાર શ્રીકદંબગિરિ તીર્થના ઉદ્ધારના મુખ્ય કાર્યકર્તા રહ્યા.
૨૦ વર્ષ બાદ સં. ૧૯૮૬માં પૂજયશ્રી પુનઃ કદંબગિરિ પધાર્યા ત્યારે નીચે તળેટીમાં એક ભવ્ય જિનાલય કરાવવાનું નક્કી કર્યું. એ માટે પૂજ્યશ્રીએ એક જમીન પસંદ કરેલી પરંતુ એ જગ્યામાં એક, બે નહિ પણ પૂરા ૧૯ ભાગીદારો હતા અને તે ય કાઠી દરબારો હતા. એમાં એક આપાભાઈ કામળિયા પૂજ્યશ્રીના ભક્ત હતા. તેમની સહાયથી ચોકના થાણેદાર શ્રી નરભેરામ દ્વારા એક બીજી જગ્યા શ્રી વીરચંદભાઈ વકીલ તથા શ્રી અમરચંદભાઈ કામદારે વેચાતી લીધી. અને એ જમીનના બદલામાં એક દરબારને ૨૦ મણ જાર અને બીજા અઢાર દરબારોની માગણી પ્રમાણે ગામમાં એક ચોરો બંધાવી આપ્યો, જેનો ખર્ચ તે વખતે રૂ. ૪00 થયો હતો. આમ, આ તીર્થના ઉદ્ધારની છેક શરૂઆતથી આ બંને શ્રાવકો પૂજ્યશ્રી સાથે સંકળાયેલા હતા.
વિ. સં. ૧૯૮૯માં પૂજય શાસનસમ્રાટશ્રીના માર્ગદર્શન પ્રમાણે કદંબગિરિ તીર્થના ઉદ્ધાર અને વિકાસ માટે ત્યાં એક સ્થાનિક પેઢીની સ્થાપના કરી, તેનું નામ રાખવામાં આવ્યું “તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસની પેઢી.” મુખ્ય ટ્રસ્ટીઓ અમદાવાદના શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ વગેરે હતા જ્યારે સ્થાનિક ટ્રસ્ટી તરીકે પૂજ્યશ્રીએ શ્રી વીરચંદભાઈ વકીલ અને શ્રી અમરચંદભાઈ કામદારને રાખ્યા.
વિ. સં. ૧૯૮૯માં મહા સુદિ-૧૩થી ફાગણ સુદ ૩ સુધી બાવીસ દિવસ મહોત્સવ ચાલ્યો ત્યાં સુધી લોકોને રહેવાની, જમવાની સર્વ વ્યવસ્થા આ બે સ્થાનિક ટ્રસ્ટીઓ તથા અમદાવાદના ટ્રસ્ટીઓએ સાથે મળીને કરી હતી. આ રીતે શ્રીકદંબગિરિ તીર્થના ઉદ્ધાર અને વિકાસમાં જીવનના અંતિમ શ્વાસ સુધી આ બંને શ્રાવકોએ પૂરેપૂરી ફરજ બજાવી ઘણું જ પુણ્ય ઉપાર્જન કર્યું.
શેઠશ્રી નગીનદાસ કરમચંદ સંઘવી : શેઠશ્રી નગીનદાસભાઈ પાટણના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠિ હતા. તેઓએ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં પાટણથી ભદ્રેશ્વર તીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. ત્યારબાદ વિ. સં. ૧૯૮૬માં પૂજ્યશ્રી કદંબગિરિ પધાર્યા ત્યારે એ પ્રાચીન તીર્થના ઉદ્ધાર અને વિકાસ માટે શેઠશ્રી નગીનદાસભાઈએ અંગત રૂ. ૨000 તથા પોતાના ઘર દેરાસરમાંથી બીજા રૂ. ૨OOO આપ્યા હતા. કદંબગિરિમાં આપાભાઈની જગ્યાનો દસ્તાવેજ શેઠ નગીનદાસ તથા અમદાવાદના શેઠશ્રી જગાભાઈ ભોગીલાલના નામનો કરવામાં આવ્યો હતો. •
વિ. સં. ૧૯૮૯ના ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના તેઓ તરફથી પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં તળાજા તીર્થમાં કરાવવામાં આવી હતી. તેઓ “શ્રી નવપદ આરાધક સમાજ' ના પ્રમુખ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org