SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન શેઠશ્રી અમરચંદ પ્રેમચંદ તથા તેમના પુત્ર શેઠશ્રી પોપટભાઈ ખંભાતના આગેવાન શ્રાવક હતા. તેઓએ વિ. સં. ૧૯૫૬માં શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રથમ પ્રતિષ્ઠા પૂજય શાસનસમ્રાટશ્રીના હસ્તે કરાવી હતી. પૂજયશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળામાં શ્રી અમરચંદ પ્રેમચંદભાઈએ રૂા. ૧૦,000 આપ્યા હતા. શ્રી અમરચંદભાઈનું જીવન-શુદ્ધ દેશવિરતિધર શ્રાવકનું જીવન હતું. તેમણે જીવનમાં ઘણાં ધાર્મિક કાર્યો કર્યા હતાં. તીર્થયાત્રાના છ'રી પાળતા કુલ આઠ સંઘો તેઓએ કાઢેલા. તેમાં સિદ્ધગિરિના પાંચ. આબુની પંચતીર્થીનો એક, કેસરિયાજીનો એક અને એક અજમેરથી સમેતશિખરનો સંઘ કાઢેલ. તેમાં છેલ્લો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં ખંભાતથી સિદ્ધગિરિનો કાઢ્યો, તેમાં આઠસો યાત્રિકો જોડાયા હતા. આ ઉપરાંત તેઓએ પાંચ ઉજમણાં અને સંખ્યાબંધ અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યાં હતાં. તેઓ ઘરમાં દીકરા-દીકરી ઉંમરલાયક થાય એટલે તેઓને ઉપધાન કરવાની પ્રેરણા કરતા એટલું જ નહિ દીકરા-દીકરીમાંથી કોઈ ઉપધાન કરવા તૈયાર થાય તો સંઘમાં તેઓ પોતે જ ઉપધાનતપ કરાવતા. આથી તેઓએ લગભગ સાત વખત ઉપધાન કરાવ્યાં હતાં. અમરચંદભાઈ તથા પોપટભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી ખંભાતના જિરાળાપાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જુદા જુદા ૧૯ જિનાલયોનું એક ભવ્ય જિનાલય નિર્માણ થયું. તેમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની સંપૂર્ણ પ્રેરણા તથા માર્ગદર્શન મળ્યું હતું અને શેઠ પોપટભાઈ વગેરે આગેવાન શ્રાવકોની વિનંતીથી એ જિનાલયની પ્રતિષ્ઠા પણ પૂજય શાસનસમ્રાટશ્રીએ જ કરાવી હતી, એ વર્ષ હતું વિ. સં. ૧૯૬૩નું. આ વર્ષે જ શેઠ પોપટભાઈ અમરચંદ તરફથી ઉપધાનતપ થયાં. આ સિવાય પૂજ્ય શાસનસમ્રાટશ્રીનું જન્મસ્થળ, જ્યાં એક ડોશીમા રહેતાં હતાં, તે મકાન પૂ. શ્રી ઉદયસૂરિજી મહારાજની પ્રેરણાથી શેઠ પોપટભાઈના પુત્ર પુરુષોત્તમભાઈએ ખરીદી, શ્રી મહુવા સંઘને અર્પણ કર્યું. જ્યાં ત્યારબાદ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાનું નિર્માણ થયું. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ત્રણ શિષ્યો પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. મુનિશ્રી ઉદયવિજયજી, પૂ. મુનિશ્રી પ્રતાપવિજયજીને કપડવણજમાં ગણિપદપંન્યાસપદ આપ્યાં ત્યારે શેઠ અમરચંદ પ્રેમચંદ તરફથી નવકારશી કરવામાં આવી હતી ટૂંકમાં શેઠ અમરચંદ પ્રેમચંદભાઈ પોતે અને તેમના પાંચેય પુત્રો અને તેમના પણ પુત્રો વગેરે સમગ્ર પરિવાર પૂજ્ય શાસન સમ્રાટશ્રીના શ્રી હરખચંદ વીરચંદ ગાંધી અનન્ય ભક્ત શ્રાવકો હતા. સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા શહેર (શાસનસમ્રાટશ્રીની જન્મભૂમિ)માં નેમિવિહાર જૈન દેરાસરજીની પ્રતિષ્ઠા થઈ તેમાં હરખચંદ વીરચંદ ગાંધીનું ભારે મોટું પ્રદાન હતું. ખંભાતના શ્રી બુલાખીદાસ નાનચંદના પુત્રો શ્રી નેમચંદભાઈ, શ્રી હીરાભાઈ શ્રી મૂળચંદભાઈ, શ્રી કેશવલાલ વગેરે પણ પૂજ્યશ્રીના પરમ ભક્ત શ્રાવકો હતા. તેઓએ શ્રી કદંબગિરિ તીર્થમાં શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy