SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૭૩૫ સીમંધરસ્વામી આદિની પ્રતિષ્ઠા કરાવી હતી તો લાડવાડા-ખંભાતના શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘમાં ] ઉપાશ્રયનો વ્યાખ્યાન હોલ પણ કરાવ્યો હતો. શ્રી મૂળચંદભાઈ બુલાખીદાસે પોતાનું મોટા ચોકાવાડાખંભાતનું મકાન ઉપાશ્રય તરીકે ભેટ આપેલ; શેઠ શ્રી સોમચંદ પોપટભાઈ પણ પૂજયશ્રીના પરમ ભક્ત શ્રાવક હતા અને તેઓએ શ્રીરતંભતીર્થ તપગચ્છ જૈન સંઘના ઉપાશ્રય માટે જમીન ભેટ આપેલી અને શ્રીરત્નચિંતામણિ પાર્શ્વનાથનું નાનું જિનમંદિર કરાવ્યું. શ્રી ચીમનલાલ ચોકસી, શ્રી મૂળચંદ હીરાચંદ ચોકસી, શ્રી અંબાલાલ જેઠાલાલ, શ્રી ચીમનલાલ ખુશાલદાસ કાપડિયા વગેરે ખંભાતના શ્રાવકો પૂજય શાસનસમ્રાટશ્રીએ સ્થાપેલ જંગમ પાઠશાળાના વિદ્યાર્થીઓ હતા. આ પૂર્વે શ્રી દલસુખભાઈ પોપટભાઈ, શ્રી સોમચંદભાઈ પોપટભાઈ, શ્રી ઉજમસી છોટાલાલ ઘીયા (પૂજ્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ), શ્રી ભોગીલાલ પોપટચંદ, શ્રી વાડીલાલ બાપુલાલ કાપડિયા, શ્રી આશાલાલ દીપચંદ, શ્રી દલસુખભાઈ કસ્તુરચંદ, શ્રી પુરુષોત્તમદાસ છગનલાલ શ્રોફ, શ્રી મોહનલાલ પોપટલાલ વગેરે વિદ્યાર્થીઓ હતા, જેઓ પરમ શ્રાવક બન્યા. જામનગરના શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ પૂજ્ય શાસન સમ્રાટશ્રીના અનન્ય ભક્ત હતા. શેઠ ચુનીલાલભાઈએ પૂજ્યશ્રીની નિશ્રામાં ભવ્ય ઉજમણું કર્યું હતું, અને શેઠ પોપટલાલ ધારશીભાઈએ શેઠ માકુભાઈના સંઘમાં, જૂનાગઢમાં સંઘજમણ કર્યું ત્યારે જામનગરથી સિદ્ધગિરિનો સંઘ કાઢવાનો અભિગ્રહ કરેલ. તેની પૂર્ણાહુતિ સ્વરૂપ જામનગરથી પાલીતાણાનો ભવ્ય સંઘ કાઢ્યો. આ સંઘમાં ૫. સાગરજી મહારાજ તથા પૂ. મોહનસુરિજી મ સાથે હતા. આ સંઘની વિસ્તૃત નોંધ આ ગ્રંથમાં જ અલગ રીતે પ્રગટ થયેલી છે. શ્રી પોપટભાઈના પિતાજી શ્રી ધારશીભાઈ વિ. સં. ૧૯૫૦માં પૂજ્યશ્રીએ જ્યારે સ્વતંત્ર પ્રથમ ચાતુર્માસ જામનગરમાં કર્યું ત્યારથી પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા. એ સિવાય પંડિત હીરાલાલ હંસરાજના પિતાજી પ્રજ્ઞાચક્ષુ શ્રી હંસરાજભાઈ, ઝવેરી ઝવેરભાઈ (જબાભાઈ), દ્રવ્યાનુયોગના અભ્યાસી શા. કાળીદાસ વીરજી, શા. કપૂરચંદે, અજરામરવાળા, શા. સાંકળચંદ નારણજી, શા. સૌભાગ્યચંદ કપૂરચંદ ટોકરશીભાઈ તથા ડાહ્યાભાઈ વગેરે જેમાંથી ડાહ્યાભાઈ દીક્ષા લઈ મુનિશ્રી સુમતિવિજયજી નામે પૂજ્ય શાસનસમ્રાટશ્રીના શિષ્ય બન્યા, તો સૌભાગ્યચંદ કપુરચંદે વિ. સં. ૧૯૫૧માં પૂજ્યશ્રીની નિશ્રામાં જામનગરથી સિદ્ધાચલજીનો છ'રી પાલિત સંઘ કાઢ્યો હતો, તથા મહુવામાં પાઠશાળાના નિભાવ માટે સારી એવી રકમનું દાન કર્યું હતું. શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી ચાણસ્મામાં શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળાનું મકાન બાંધવામાં આવ્યું હતું. આ સિવાય શેઠશ્રી પોપટભાઈ તથા શેઠશ્રી ચુનીભાઈએ જામનગરમાં આયંબિલશાળા તથા ભોજનશાળા પણ બંધાવી આપી, તો શ્રી કદંબગિરિ તીર્થમાં ઉપાશ્રયનો આદેશ લીધો તથા માતર પાસે દેવા ગામમાં એક મકાન ખરીદી ઉપાશ્રય માટે સંઘને ભેટ આપ્યું હતું. સંઘમાં સંઘવીજી પોપટભાઈએ ગિરનાર તીર્થમાં રૂ. ૧૦OOGની કિંમતનો રત્નજડિત હાર પ્રભુજીને ચડાવ્યો અને તીર્થમાળ પહેરી હતી, પાલીતાણામાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુને રૂ. ૨૧૦OOનો રત્નજડિત હાર ચડાવ્યો તથા પાલીતાણામાં ક્ષયના દર્દીઓને રહેવા માટેનું સેનેટેરીયમ બાંધવા માટે રૂ. ૨૫OO0નું દાન આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy