SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન વગેરેના નિર્માણ માટે તેઓએ પૂજ્યશ્રીના ઉપદેશ ૧૬ વીઘા જમીન ત્યાંના ગરાસદારો પાસેથી વેચાણ લઈ રાખી હતી. વિ. સં. ૧૯૭પમાં લક્ષ્મીભાભુએ ઉપધાનતપની સામુદાયિક આરાધના શેઠ હઠીસિંહની વાડીમાં પૂજ્યશ્રીની નિશ્રામાં કરાવી હતી. વિ. સં. ૧૯૭૦થી પ્રતિ વર્ષે અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રયેથી પ્રભુ શ્રી મહાવીરસ્વામીના દીક્ષા કલ્યાણકનો વરઘોડો લક્ષ્મીભાભુ તરફથી નીકળે છે. શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ : શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના દાદા થાય. અને તેમનાં ધર્મપત્નીનું નામ ગંગાભાભુ હતું. શ્રી સમેતશિખર તીર્થની રક્ષા માટે ગંગાભાભુ અને તેમના પુત્ર શેઠશ્રી લાલભાઈ દલપતભાઈએ સારું એવું યોગદાન આપ્યું હતું. પ્રતિવર્ષ પાંજરાપોળ ઉપાશ્રયેથી શ્રી મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ કલ્યાણકનો વરઘોડો દિવાળીના દિવસે તેઓ તરફથી નીકળે છે. ગંગાભાભુ હંમેશ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વ્યાખ્યાનમાં આવતાં હતાં. શેઠશ્રી ઈશ્વરદાસ મુળચંદ : શેઠશ્રી ઈશ્વરદાસ મુળચંદ અમદાવાદ-કીકા ભટ્ટની પોળમાં રહેતા હતા. તેઓએ વિ. સં. ૧૯૯૭માં ભાવનગરમાં દાદા વાડીમાં નાણ મંડાવી ચતુર્થ વ્રત અંગીકાર કર્યું હતું. અમદાવાદ--પાંજરાપોળમાં આવેલી શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના મકાન બાંધકામમાં સહકાર આપેલ તથા પ્રકાશિત પુસ્તકો અને હસ્તલિખિત પ્રતો વગેરેના સંરક્ષણ માટે લાકડાના સુંદર કબાટો પણ ભેટ આપ્યા છે. તેઓ શ્રી જિનદાસ ધર્મદાસની પેઢીના અને શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા-પાંજરાપોળના વહીવટદાર હતા. શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ જે. પી.એ શ્રી કદંબગિરિ તીર્થમાં શ્રી નેમિનાથ પ્રભુના પ્રાસાદનો આદેશ લીધો હતો. વિ. સં. ૧૯૯૪ના વૈશાખ સુદિ-૭ના શ્રી ઋષભવિહાર પ્રાસાદના મૂળનાયક શ્રી ઋષભદેવ પ્રભુની અંજનશલાકા થઈ એ દિવસે શેઠશ્રી માણેકચંદ જેચંદ જાપાન તરફથી ગામ ઝાંપે ચોખા યુક્ત નવકારશી થઈ હતી. તે જ રીતે પ્રભુની પ્રતિષ્ઠાના દિવસે શ્રી તારાચંદજી મોતીજી K જાવાલવાળા તરફથી ગામ ઝાંપે ચોખા યુક્ત નવકારશી થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy