________________
૩૧૬ ]
[ જેને પ્રતિભાદર્શન
જે પ્રજા ઇતિહાસની ઉપેક્ષા કરે, અને ભૂલી જાય કે એનું અજ્ઞાન ધરાવે, તે પ્રજાનું ભવિષ્ય | અંધકારભર્યું હોય છે. ભૂતકાળ એ જ ભવિષ્યનો માર્ગદર્શક હોય છે!
ઇતિહાસમાં પ્રજાની ખૂબી-ખામીઓનાં નિદર્શનો પડ્યાં હોય છે. એ વિશેષતા અને મર્યાદા જાણીને જ કોઈ પણ પ્રજા પોતાના ભવિષ્યની રાહને કંડારી શકે!
ઇતિહાસમાંથી મળતી ભૂતકાલીન વારસાની ઓળખને આધારે ભવિષ્યની ઇમારત ચણી શકાય!
ઇતિહાસમાં આલેખાયેલાં ચરિત્રો એ જે તે પ્રજાના સંસ્કારોનું જીવંત અને વ્યવહારુ પ્રાગટ્ય છે. આમ તો સંસ્કારો વ્યક્તિ ગળથુથીમાં મેળવે છે અને સમય જતાં એના જીવનકાર્યમાં એ સોળે કળાએ મહોરે છે.
આજના સમયમાં પ્રજા પોતાના પ્રાચીન વારસાથી વિમુખ થવા માંડી છે. બીજી બાજુ વિદેશી સાંસ્કૃતિક આક્રમણો પ્રજાને અવળે રસ્તે દોરી જાય છે. પોતાનું ગુમાવ્યું! પારકું અવળું પડ્યું! આથી આવનારી પ્રજાને સંસ્કારવારસા વિનાનું, ત્રિશંકુ જેવું જીવન મળે છે. એ જીવનમાં ભાવનાઓનો ધબકાર હોતો નથી, મૂલ્યોની માવજત હોતી નથી. સચ્ચાઈના સ્તંભો ખસી જાય છે. કાગળના કિલ્લા ખડા થાય છે.
જૈન સમાજ એના વારસાને ખૂબ ઝડપથી ગુમાવી રહ્યો છે. આ અપ્રતિમ વારસાને ગુમાવશે, એની સાથે એના સંસ્કારો ઘસાતા જશે અને કશીય આગવી મુદ્રા વિનાનું સામાન્ય જીવન જ જીવવાનું રહેશે !
ઇતિહાસને ભૂલનારો સમાજ પોતાનો એક નાનકડો ટાપુ રચે છે અને એને આખું વિશ્વ માનીને મહાલે છે. આજે ગચ્છો અને સંપ્રદાયોના નાના-નાના ટાપુ રચાયા છે. આ નાનકડા ટાપુમાં વસતા માણસને વધુ ને વધુ સંકુચિત બનાવાય છે. એની આંખે સંપ્રદાયના પાટા બાંધવામાં આવે છે. નાનકડા વર્તુળમાંથી બહાર ન નીકળે તેવા નુસખા અજમાવાય છે.
મુળ સત્ત્વ ખોવાઈ જાય છે અને અધવચ્ચે આવેલા માર્ગ પર માણસ ફાંફાં મારવા લાગ્યો છે. પરમાત્માને ભૂલીને અન્યની આરાધના-ઉપાસના ચાલે છે. મહાન સત્યને વીસરીને, એ સત્યના અર્થઘટનને સર્વસ્વ ગણવામાં આવે છે. નાની પ્રજા જ્યારે નાના-નાના કંડાળામાં વહેંચાઈ જાય ત્યારે એ નાના, નકામા વિખવાદોમાં, અંદરોઅંદરની વ્યર્થ હૂંસાતૂસીમાં અને એકાંતિક આગ્રહોમાં ડૂબીને વિલોપન પામે છે.
જૈન ધર્મના આ વારસાની ઝલક મેળવવા માટે જૈન સમાજની પ્રતિભાઓ નીરખવી પડે. એ પ્રતિભાઓના જીવનમાંથી પ્રગટતો સંસ્કારવારસો ઓળખવો પડે.
આજે સવાલ એ જાગે છે બિહારમાં ફેલાયેલો અને આખાય દક્ષિણ ભારતમાં પથરાયેલો જૈન ધર્મ એ પ્રદેશોમાંથી વિદાય શાને પામ્યો? ક્યાં કારણ હશે એમાં? એક સમયે બિહારમાં જૈન ધર્મના તીર્થકરો થયા. તીર્થકરોના વિહારને કારણે એ ભૂમિ બિહારને નામે જાણીતી થઈ. તેઓએ એ ભૂમિ પર ઉપદેશ આપ્યો. ધર્મભાવનાની સુવાસ ફેલાવી. રાજવીઓ અને અનેક સમર્થ પુરુષોએ આ ધર્મભાવનાનો સામે ચાલીને સ્વીકાર કર્યો. આજે કેમ ત્યાં એનું કશું નામોનિશાન નથી?
એક સમય હતો કે દક્ષિણ ભારતમાં ચલ રાજાઓનું શાસન હતું. તેઓ જૈનધર્મી હતા. આજે દક્ષિણ ભારતમાં માત્ર પ્રાચીન અવશેષોમાં જ આ ધર્મ જીવતો જોવા મળે છે. બિહારને તો પરધર્મી આક્રમણોનો સામનો કરવાનો આવ્યો, જયારે દક્ષિણ ભારતને આવા કોઈ વિદેશી હુમલાનો સામનો કરવાનું બન્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org