SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૧૭ નથી, તેમ છતાં આ ધર્મ કેમ લોપ પામ્યો? આનું એક કારણ છે કરુણાનો અભાવ અને બીજું કારણ છે ? કાયરતાની પૂજા. ધર્મ એ વીરત્વ માગે છે. ડરપોક માનવીનો કોઈ ધર્મ હોતો નથી. ગુજરાતના ઇતિહાસ પર નજર કરીએ તો એંશી વર્ષે યુદ્ધ ખેલવા નીકળતા ખંભાતના મંત્રી ઉદયનની વીરગાથા મળે છે. સિદ્ધરાજના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સ્થાપેલી વ્યાયામશાળાની વિગતો મળે છે. મહાન પ્રતિભાવાન જૈન સાધુ પ્રજાની વીરતાને કેળવવાનો વિચાર કરે છે. તે કેટલી મોટી વાત ગણાય કે આચાર્ય કાલક જેવા તો મૂંગે મોઢે અન્યાયનો સામનો કરવાને બદલે સાધુવેશ ત્યજીને સેનાનું સુકાન સંભાળે! મહારાજા કુમારપાળનો દૈનિક ક્રમ સ્વાધ્યાય, દર્શન, ચૈત્યવંદન વગેરે ધરાવતો હતો, પરંતુ એ જ મહારાજા કુમારપાળના સમયમાં ગુજરાતનું રાજય જેટલે સુધી દૂર-દૂર ફેલાયેલું હતું, એટલું ગુજરાતનું વિશાળ રાજ્ય કયારેય નહોતું. મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળની તલવારબાજી કે વિમળશાહની મલ્લવિદ્યાની નિપુણતા એમના સમયમાં સર્વત્ર પ્રસિદ્ધ હતી. ઇતિહાસનાં પૃષ્ઠો પર વિક્રમાદિત્ય હેમુનું ચરિત્ર મળે છે. સામાન્ય વેપારીમાંથી હેમુ ઝવેરી બન્યો. શૌર્ય, સાહસ અને વ્યવસ્થાશક્તિથી લશ્કરમાં ઊંચો હોદ્દો મેળવ્યો અને અંતે મુગલકાળમાં દિલ્હીના તખ્તનો શહેનશાહ બન્યો. મંડોવરના જૈન શ્રાવકનો આ પુત્ર એની યુદ્ધની સફળ ભૂહરચનાને કારણે યુદ્ધના દેવતા તરીકે જાણીતો બન્યો. વિક્રમાદિત્ય હેમુની ગજસેનાથી વિરોધીઓ કાંપતા હતા. દુશ્મનો એને “જંગે મેદાનનો જાદુગર’ કહેતા હતા. બદાયુંની અને અબુલ ફઝલ જેવા મુગલ તવારીખ લખનારા ઇતિહાસકારોએ પણ વિક્રમાદિત્ય હેમુની પ્રશંસા કરી. જગપ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથે આ પ્રચંડ શક્તિશાળી વીર માટે આ પ્રમાણે લખ્યું છે : “તેના સમયના સૌથી મહાન પુરુષોમાંના એ એક હતો અને આખા હિન્દુસ્તાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એકે પ્રતિપક્ષી ન હતો કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં હેમુને ટપી જાય. તેણે બાવીસ લૂહભરી લડાઈઓમાં વિજય મેળવીને પોતાને માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.” અરે! સાવ નજીક જોઈએ તો ગુજરાતના સમર્થ રાજવી વનરાજ ચાવડાનો ઉછેર કરનાર જૈનાચાર્ય શીલગુણસૂરિ હતા. એની ધર્મભગિની શ્રીદેવી હતી. એનો મહામાત્ય જબ નામનો જૈન હતો. આ આખોય ઇતિહાસ આજે ફરી વીરત્વ જગાડવાનો સંકેત કરે છે. અંદરોઅંદરના ઝઘડામાં, નાનકડા અહમાં કે પરિગ્રહનાં પ્રદર્શનોમાંથી બહાર નીકળીને પ્રચંડ વીરતાનો અહાલેક પોકારે છે. સંપત્તિ વિષેની બદલાયેલી ભાવના એ સંસ્કારોનો સત્યાનાશ વાળે છે! મહાજન-પરંપરાની ગરિમાને યાદ કરીએ. સંપત્તિ એટલે એવી વસ્તુ કે જે પોતે ઓછામાં ઓછી વાપરે અને બીજાને માટે જ ખર્ચાય. એ સમયે સંપત્તિ પ્રદર્શનનું માધ્યમ નહોતી, પરંતુ પરોપકારનું સાધન હતી. જગડુશા, પેથડશા, ધરણાશાહ, મોતીશાહ, ખેમો દેદરાણી જેવાનાં જીવન આનો જ સંકેત કરે છે. એ જ રીતે અનુપમાદેવીમાં ધર્મસૌંદર્યની ભાવના, લાઠીદેવીમાં અસહાયને સહાય કરવાની તીવ્ર ઇચ્છા, જયંતીમાં જ્ઞાન અને ગંગામામાં તીર્થને કાજે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના પ્રગટ થાય છે. આ ચરિત્રો જ આવતી કાલના ચારિત્રને ઘડી શકે! ધર્મ એ કોઈ નિશ્ચેતન વસ્તુ નથી. ધર્મ એ માત્ર ક્રિયાકલાપ નથી. સાચો ધર્મ એ વ્યક્તિના હૃદયનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy