SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન જીવંત ધબકાર અને ચૈતન્યનો આવિષ્કાર હોય છે. ધર્મની પ્રતિભાઓમાંથી સંસ્કારોની ગરિમા પ્રગટે અને ] નવી પેઢીને જીવનઘડતરમાં આદર્શરૂપ ચરિત્રો સાંપડે. જૈન સમાજની પ્રતિભાઓનો વિચાર કરીએ ત્યારે એ પ્રતિભાઓનું જીવન જ આપણે માટે પ્રેરણાદાયી બને છે. અનાથી મુનિનું ચરિત્ર એ દર્શાવે છે કે ગમે તેટલી અઢળક ભૌતિક સમૃદ્ધિ ધરાવનાર માનવીનો આત્મા જ્યાં સુધી જાગ્યો નથી, ત્યાં સુધી એ સાવ દરિદ્ર છે. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. ઉપવાસ હોય કે ક્ષમાપના, પણ એમાં ભાવ એ મહત્ત્વનો છે. અહીં આપણા માનસપટ પર શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર તરવરી રહે છે. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, આગ વરસાવતા સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઉગ્ર સાધના કરતા હતા. એમની આવી આકરી તપશ્ચર્યા જોઈને મગધ સમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે સમવસરણમાં પ્રભુ મહાવીરને પૂછ્યું, ‘‘પ્રભુ! બહાર એક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?” પ્રભુએ કહ્યું, “આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. જો એમનું આ જ ક્ષણે મૃત્યુ થાય તો સાતમી નરકમાં ગતિ પામે.” આ સાંભળતાં સભામાં સન્નાટો વ્યાપી ગયો. મહારાજ શ્રેણિક મનોમન વિમાસણમાં પડ્યા. સાધુને નરકગમન હોય નહીં, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરકગતિ કેમ ભાખી? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયાં ન હોય એમ માનીને મગધરાજ શ્રેણિકે પુનઃ પ્રશ્ન કર્યો : “હે ભગવાન! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો કયાં જાય?'' ભગવાન મહાવીરે કહ્યું, “સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. મોક્ષગતિ થાય.” ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આશ્ચર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું, “પ્રભુ, આપે પહેલી વાર નરકગતિ પામશે એવી વાત કરી અને થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કરી?” ભગવાને કહ્યું, “પ્રથમ વાર તમે પૂછ્યું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી જવાથી બાળરાજાને મારી નાખીને રાજ્ય લેવા ઇચ્છે છે. આ સાંભળીને મુનિ પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઈ ગયું! પરિણામે એમણે સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યાં. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળ પામ્યા હોત તો અવશ્ય નરકે જ જાત. ચિત્તમાં લડાઈ ખેલતા મુનિ પ્રસન્નચંદ્રએ શત્રુ રાજા પર મરણિયો પ્રહાર કરવા પોતાનું શિરસ્ત્રાણ લેવા મસ્તક પર હાથ લગાડ્યો. એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં જ મુનિ જાગ્રત બની ગયા. વિચાર કરવા લાગ્યા કે “સાધુની તપશ્ચર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા કૂર પાપનું આચરણ કર્યું!” આમ મુનિ પ્રસન્નચંદ્રને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy