SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૬૯ જ્યારે સાધુ માટે દીક્ષા-શિક્ષા ગુરુનું ગૌરવ મહત્તા ધરાવે છે. ગુરુકૃપા થકી જ ભવાંતરે પરમગુરુ પરમાત્માની પ્રત્યક્ષ હાજરીથી લઈ ગેરહાજરી છતાંય મુક્તિસુખની ભક્તિ સંભવિત બને છે. જિનાગમોમાં ગુરુકૃપાના પ્રકારોના વિશ્લેષીકરણ વિના પણ વિવિધ વૃતાંતોનો જે ઉલ્લેખ છે તેનું સુક્ષ્માવલોકન સાબિતી આપે છે કે કોઈ શિષ્ય ગુરુની અનુગ્રહ કૃપાથી તો વિશિષ્ટ શિષ્ય નિગ્રહ કૃપા થકી પણ આત્મકલ્યાણ સાધી ગયા છે. મોક્ષમાર્ગી સાધકે સ્વદોષ દર્શન કરી તેના ઉમૂલન કરવા પંચાચાર પાલક, જિનાજ્ઞા પ્રતિબદ્ધ, નિઃસ્વાર્થ પરહિતચિંતક, સ્વપકલ્યાણકારી, ગીતાર્થ ગુરુવરની આણા શીરોધાર્ય કરવી પ્રાથમિક કર્તવ્ય બને છે. તે બાબત “ગુરુ” તત્ત્વ કેને કહેવાય તે દર્શાવતો જૈનમાર્ગી ગ્રંથ શ્રી ગુરુ-તત્ત્વ-વિનિશ્ચય ખાસ અવગાહવા જેવો છે, જેથી સુગુરુ પ્રતિપક્ષી “કુ'ની ભેદરેખાનો સ્પષ્ટ ખ્યાલ આવે, પણ છદ્મસ્થ શિષ્ય જો સ્વયંના ગુરુમાં જ દોષદર્શન કરતો થયો તો સ્વયે પતનની પગથારે પ્રથમ ચડી જાય છે, ભલે પછી દોષબહુલ ગુરુનું અવગમન થાય કે ન થાય. પ્રસ્તુત લેખ વિધેયાત્મક ઉદાહરણો સાથે પ્રસ્તુતિ સ્વરૂપ છે કે ગુરુભાઈઓ વચ્ચે હરીફવૃતિ અનાદિની સંસ્કૃતિ સ્વરૂપ છતાંય પણ ગુરુકૃપાના બળે જ સવાયા શિષ્યો કેવી પ્રગતિ પામી ગયા, તો અવકૃપાના ભાગી કેટલાય સાધના ચૂકી વિરાધના-આશાતનાના કુપ્રભાવે કેવી દુર્દશાને પામ્યા, જે વાંચતાં જ ગુરુકૃપાનું સવિશેષ માહાભ્ય સ્વાભાવિક સ્વરૂપે સમજાઈ જશે. તદુપરાંત ગુરુવરોની કૃપાદૃષ્ટિથી કૃપાપાત્ર કેવી કેવી પ્રગતિ-ગતિ પામી ગયા તે પણ જાણવામાણવા જેવી છે. સંજ્ઞી મનુષ્યની એક અકારી ખામી એ છે કે તેને પોતાની આંખોથી જેમ સકલ સૃષ્ટિ દેખાય પણ સ્વયંની આંખ જેમ ન દેખાય તેમ જ અન્યના દોષોનું દર્શન સાહજિક હોય છે, જ્યારે સ્વયંની ભૂલો સ્વયંને નથી સમજાતી માટે પણ સ્વહિતની રક્ષા માટે ગુરુતત્ત્વ રક્ષક બને છે. તો ચાલો અઢળક ઉદાહરણો છતાંય કંઈક જ દૃષ્ટાંતોથી ગુરુકૃપપ્રાપ્તની પ્રતિભા-પ્રતિષ્ઠા પિછાણી કમાણી કરી લઈએ ગુરુકૃપા થકી પરમગુરુ સુધી પહોંચવાની. (૧) ઉપ્પન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા જેવી ફક્ત ત્રિપદી જ ગુરુવરના શ્રીમુખે સાંભળી ક્ષણાંતરે તો તેમાંથી દ્વાદશાંગીના ગહન પદાર્થો સાથે શાસ્ત્રો રચી નાખવામાં શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને પ્રભુ વીરની કૃપા જ કામ કરી ગઈ હતી ને? પવિત્રાત્મા પરમગુરુના પ્રત્યેક પદો જ જાણે બ્રહ્માંડજ્ઞાનના બ્રહ્માક્ષરો હતા. (૨) તે જ પરંપરામાં સુધર્માસ્વામિની પાટને શોભાવનારા જંબૂસ્વામિ આ અવસર્પિણી કાળના અંતિમ કેવળી બનવાનું સૌભાગ્ય પામ્યા તેમાં પણ ગુરુકૃપા મુખ્ય હતી. (૩) બ્રાહ્મણ મટી શ્રમણપદે પણ આચાર્યપદ સુધી પહોંચી જનાર શય્યભવસૂરિજીના કૃપાપાત્ર બનનાર બાળમુનિ મનક ભલે સાંસારિક પુત્ર હતા, છતાંય ફક્ત છ માસના અલ્પ ચારિત્રપર્યાયમાં આગમોનો સાર દશવૈકાલિક સૂત્રના માધ્યમે ભણી જઈ સદ્ગતિના ભાગી એટલે બન્યા કારણ કે તેઓ પિતાગુરુને પિછાણી ન શકવા છતાંય પોતાના પુણ્યના પ્રકર્ષે આચાર્યશ્રીના કૃપાપાત્ર બની ગયા હતા. (૪) સ્વભોગ્યા વેશ્યાને ત્યાં જ નિત્યપિંડ તથા ઇષ્ટ-મિષ્ટ પદાર્થો ભોગવી એકાકી ચાતુર્માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy