________________
૧૬૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
નથી કે થવાનું નથી, તેના સમર્થનમાં અનંતાનંત નિગોદજીવોની વાતો તથા તેનો ફક્ત અનંતમો ભાગ જ મોક્ષે ગયો ને જવાનો તેની સાબિતી કરાવી.
વિલક્ષણ મુદ્રામાં વિચક્ષણ સવાલ-જવાબના અનુસંધાને ચતુર્થ પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતાં પરમાત્મા પ્રકાશ્યા કે સૂવું તે પ્રમાદ પણ અધર્મીઓ સૂતા સારા અને ધર્મીઓનું જાગરણ ભલું. ધર્મપરાયણોનું સબળાપણું સુંદર ને ધર્મવિમુખોની દુર્બળતા સારી.’’
આવી રીતે નીડરતાયુક્ત નારીના ખમીરવંતા પ્રશ્નોના સમાધાન ઉદારતાયુક્ત પ્રભુએ આપ્યા પછી શ્રોતાજનોને પણ શ્રાવિકા જયંતીની અનેરી અદા તો ગમી જ, પણ ઉપસ્થિત ગૌતમાદિ સાધુ ભગવંતોએ પણ જયંતીની ભયમુક્ત દશામાં ધર્મયુક્તતાના પણ દર્શન કર્યા. તે જ કાળમાં નારીવર્ગ પીડિત રહ્યો હતો, અને વસુમતી જેવી સુકન્યાઓ પણ ચોરે કે ચૌટે વેચાણી હતી; ગુલામી અવસ્થામાં રાજવીઓનાં અંતઃપુરો પણ સિદાંતા હતાં, ઉપરાંત સતીપ્રથા જેવી અમાનુષી વ્યવહારનીતિ-રીતિ પણ પાંગરેલી. જેના પ્રતિશ્રોત સ્વરૂપ અબળા મટી સબલા બનેલી જયંતીએ દીનોદ્વાર-કરુણાવંત પ્રભુ વીરના શ્રમણી સંઘમાં દીક્ષા પણ લીધી.
સાધ્વીપ્રમુખા ચંદનબાળાના યોગક્ષેમ પછી અગિયાર અંગોનો અભ્યાસ પણ કર્યો. જિજ્ઞાસાપ્રેમી મટી જિનાજ્ઞાપ્રેમી બનેલી તેણીએ વધુ નીડરતાથી સંયમસાધના સાધી, અંતે અણાહારીપદને ઝંખતી અણાહારી ઉપવાસ પર ઊતરી કાળધર્મના પ્રભાવે આયુષ્યની સમાધિ સાથે જ કલ્યાણ સાધનારી આર્યા તરીકે આદર્શ પાત્રોમાં ઓળખાઈ ગઈ.
ધન્ય છે નિર્ભયતા-પ્રતિભાનાં દર્શન કરાવનાર શ્રાવિકા (શ્રમણી) જયંતીને......
*
ગુરુકૃપા પ્રતિભા દર્શન
ध्यानमूलं गुरोर्मूर्ति, पूजामूलं गुरोः पदं । मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा ॥
જેમ પિતાપુત્રના સંબંધો ભૂતપૂર્વ ભવના ભેદી સંબંધોના કારણસ્વરૂપ ગણાય છે, તેમ ગુરુ-શિષ્યના પારસ્પરિક સંબંધો પણ પૂર્વ ભવોની પરંપરારૂપ સિદ્ધ છે. પરમાત્મા પ્રભુવીર તથા પરમ વિનેય ગૌતમસ્વામિની ભવસંસ્થિતિ જગજાહેર છે. તેમ જ દુર્જન નરવીરને મળેલ આ. યશોભદ્રસૂરિજી પાસેથી ધર્મબોધ તે પછીના ભવમાં સજ્જન શિરોમણિ રાજા કુમારપાળ બનાવી દે છે અને તેમના જ ગુરુપદે ફરી પાછા આ. યશોભદ્રસૂરિજીનો આત્મા જ પૂ. હેમચંદ્રાચાર્ય તરીકે ગોઠવાય છે.
જૈનાજૈન દરેક શાસ્ત્રો ગુરુકૃપાને ખાસ મહત્ત્વ આપે છે, કારણ કે તે કૃપા થકી નધાર્યા કાર્યો નિશ્ચિત થાય છે, અશક્ય શક્યમાં ફેરવાઈ જાય છે. અને અનેક ચમત્કારિક ઘટનાઓ પણ કૃપાપાત્ર શિષ્યને સહજમાં સાંપડે છે. સંસારી જીવો માટે માતા-પિતા ને વિદ્યાદાતા ગુરુપદે સ્થાપિત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org