SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૬૭ પમાડી દીધો. પણ તે જ નાની ઉમ્રમાં વરસાદથી ભરાયેલ તલાવડીમાં પોતાનાં કાષ્ટપાત્ર તરાવતાં રમત કરી, પણ ગુરુની દૃષ્ટિ એકમેક થતાં લજ્જા આવી ગઈ. પાણીના જીવોની વિરાધનાના તીવ્ર પશ્ચાત્તાપમાં જ ફક્ત નાની એવી ઇરિયાવહિયાની ક્રિયા કરતાં શુભધારાએ ચડતાં કેવળી બની ગયા નાના અઈમુત્તા મુનિરાજ. બાળપણાનો કાળ રમતો રમવાનો ને રાત-દિવસો પસાર કરી જવાનો, તેવી માસુમાવસ્થામાં સહજ ભાવે જ સંયમ સાધી મોહની મેલી રમતોને હંફાવી અલ્પજ્ઞાનીમાંથી કેવળજ્ઞાની બની જવાની આ તે બાળ પ્રતિભા કેવી અદ્ભૂત! કેવી લાક્ષણિક. જયંતીનું જ્વલંત પ્રતિભાદર્શન પ્રભુ પરમાત્મા મહાવીરને કેવળજ્ઞાન પ્રગટી ગયું હતું, જેથી તેમના જ્ઞાન-પ્રકાશના તેજમાં અનેક આત્માઓને અનાયાસે જ અનોખો માર્ગ મળવા લાગ્યો, શંકા-કુશંકાનાં વાદળો વીખરાવા લાગ્યાં, જિજ્ઞાસાઓના જુવાળો શમવા લાગ્યા, દાસીપ્રથા–નારીઓ પ્રતિ ન્યૂનતાર્દષ્ટિ ટળવા લાગી અને ગુણવાન તે જ ધર્મવાન તેવી ભેદરેખાઓ સ્પષ્ટ ઊપસવા લાગી. પ્રભુ વીર સાથે સાંસારિક સંબંધ ધરાવતું કૌશાંબીનું રાજકુટુંબ તથા સંપૂર્ણ વત્સદેશ પ્રભુની પાવક વાણીથી પવિત્રતા અનુભવવા લાગ્યું. રાજધાની કૌશાંબીના રાજા શતાનિક પુત્ર ઉદયન રાજવીએ ચંદ્રોત્તરાયણ ચૈત્યમાં ભગવાનનો ભવ્ય સત્કાર કર્યો, ખાસ દર્શન-વંદનાર્થે ઉદયનકુમાર તેની માતા મૃગાવતી તથા ફઈ જયંતી શ્રાવિકા સાથે પ્રભુની પાસે ગયાં, ધર્મકથાઓ સાંભળી અને જ્યારે તેઓ પાછાં ફર્યાં ત્યારે શ્રાવિકા જયંતી પાછી ન વળી, પણ પુરુષની અદાથી પુરુષાર્થનું પ્રદર્શન કરાવતી પ્રભુ પાસે જ રોકાઈ ગઈ અને અનેક અટપટા પ્રશ્નો પૂછી સૌને હેરત પમાડી દીધા. પણ પ્રશ્નાવલિની પંક્તિઓ સ્વાર્થના પંકમાં ખરડાયેલી ન હતી કે ન હતી તેમાં સંસારરસિકતાની દુર્ગંધ; પણ તુચ્છ અંગત જીવનને ઉપયોગી પ્રશ્નોથી પર પરમ તત્ત્વના પુણ્યપ્રશ્નોનો પરિચય સૌને જ્યારે થયો ત્યારે જ શ્રોતાજનોને પણ ખ્યાલ આવ્યો કે જયંતી કદાચ એટલે નિર્ભીક છે કે તેણીએ ભય મોહનીય કર્મને વશમાં રાખી સત્ય તત્ત્વના સરવાળા સમજવા કમ્મર કસેલી છે. ‘જીવ ભારેકર્મી અને હળુકર્મી કયા કારણથી થાય?'' એવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુ પાસેથી પ્રાપ્ત થયું કે હિંસાથી લઈ મિથ્યાત્વશલ્ય રૂપી અઢાર પાપો વડે જ જીવાત્મા ઉપર કર્મભાર વધે છે, સંસાર પણ, અને તેથી વિપરીત અહિંસા, સત્યાદિ વ્રતોથી કર્મમુક્ત પણ થવાય છે. બીજા પ્રશ્નનો ઉત્તર પ્રભુએ આપ્યો કે ‘‘હે જયંતી! જીવનું ભવસિદ્ધિપણું સ્વભાવથી જ છે, પરિણામથી નહિ.'' ખુલાસો થતાં જ ત્રીજી જિજ્ઞાસા ઠલવાણી...... ‘હે ભગવન્! સર્વ જીવો સ્વભાવિક મોક્ષયોગ્ય તો સર્વે ભાવસિદ્ધિકનો મોક્ષ થયા પછી, બાકી રહેનાર જીવો મોક્ષને અયોગ્યનો પણ સમૂહ જ રહેશે ને?’’ પ્રકાશ પાથરતાં પ્રભુએ પુરવાર કર્યું કે કોઈ કાળે પણ બધાય ભવ્યો મોક્ષને પામી જાય એવું થયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy