SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન ધન્ય છે તેની મેઘાને, અને અભિનંદન છે તેની બાળછટાને કે જેણે પોતાની સાથે રમત રમતા ૫-૭ વરસનાં ૫-બાળકોની બાળક્રીડાને ઉપક્ષી સાધુપુરુષનાં દર્શન થતાં જ પોતાનો આદર અભિવ્યક્ત કરતો પરિચયપ્રશ્ન કર્યો ને સાવ ટૂંકા પણ મીઠા-મધુરા સંત-વચન સુણતાં જ નિ:સ્વાર્થભાવે નિર્દોષતાથી તપસ્વી મુનિવરના હાથ પકડી લીધા. પોતાની ઇચ્છિત દિશાએ ગોચરી વહોરાવવા ખેંચી ગયો, પણ સાથોસાથ રસ્તે જતાં પણ પોતાની બાળભાષામાં અલકમલક કરી લીધી. ન તો તે પૂર્વે તેણે તે સાધુપુરુષને પેખેલા કે ન સાધુજીને તેનો પરિચય હતો; પણ ઋણાનુબંધ કોઈ ભવ્ય ભાવિના એંધાણ હતાં. બાળની માતા તો મુનિવરને દેખતાં જ હરખાણી ને મત્યેણ વંદામિ સાથે ભાવવિભોર બની ગઈ. પોતે રાણી છતાંય એક આદર્શ નારીના લેબાશમાં શાબાશ પુત્રને સમજાવતાં સહજમાં બોલી ગઈ..... “આજ હમારે રત્નચિંતામણિ મેહ અમીરસ વઠા... આજ અમ આંગણે સુરતરું ફળિયો ને ગૌતમ નયણે દીઠા.” રાજપુત્ર પણ ખરો હતો. ઘરમાં પેઠો, ને મોદકનો થાળ જ ઉપાડી આવ્યો. ચડતે પરિણામે વહોરાવેલ ઉત્તમ દ્રવ્યને ગૌતમ ગણધરે પણ સપ્રેમ વધાવી લીધું, અને હજુ પ્રીતિની રીતિ-નીતિમાં કંઈક બચી રહ્યું હતું તેની પૂર્તિ હેતુ માતાની મૂક સહમતિ મેળવી બાળકે ગણધર ગૌતમનો હાથ ફરી પકડી લીધો. છઠ્ઠને પારણે છઠ્ઠના ઉગ્ર તપસ્વી ગુરુ ગૌતમસ્વામીએ લાડુ તો લીધા પણ દેવા ધર્મલાથી ન અટકી જાણે મોક્ષસુખના લાડુ લાડકા રાજપુત્રને ખવડાવી દેવા સંકલ્પ કર્યો હોય તેમ બાળકની આંગળી પકડી ઘેરથી પ્રભુ વાર સુધી લઈ આવ્યા. બાળકુમારને દેશના સાંભળીને વૈરાગ્ય થયો કે હવે દીક્ષા જ લેવી. હઠ લીધી ત્યારે ગૌતમરવામીએ મનાવી માતા-પિતાની અનુમતિ મેળવી લેવા સ્નેહસૂચન કર્યું. બાળ પાછો વળ્યો પણ આપેલ ભિક્ષાની વળતર જાણે દીક્ષા હોય તે મેળવવાના સંકલ્પ સાથે. માનો પાલવ પકડીને દીક્ષા માટે માંગણી કરી. “અતિમુક્ત! તું સંસારથી મુક્ત થવા માંગે છે, પણ હજુ બાળક છો. દીક્ષા કંઈ રમત-ગમત નથી, તેનાં દુઃખો-કષ્ટો તું શું જાણે છે?''શ્રીમતીએ પ્રશ્ન કર્યો. “એ તો દીક્ષા લીધા પછી જાણી શકાય ને!'”—આઠ વરસનો અઈમુત્તો બોલ્યો. ફરી રાણીમાતા શ્રીમતીએ જણાવ્યું, “સાચી દીક્ષા એ કંઈ કપડા બદલવાપણું નથી. તે તો કાયાદમન કે ભિક્ષાચર્યાથીય વધી કઠોર આત્મસંયમની સાધના છે.” મા! હું જાણું છું છતાંય નથી જાણતો અને નથી જાણતો છતાંય કંઈક જાણું છું’’–નાના બાળકના શ્રીમુખે જાણે સરસ્વતી છૂપી રીતે છવાઈ ગઈ ને એક પ્રૌઢ છાજે તેવા પ્રશ્નોત્તર કરવા લાગ્યો. પોતાનો સંયમ સ્વાર્થ સાધી લેવા દાખલા-દલિલો તો એવા કર્યા કે માતા-પિતાને ઝૂકી જવું પડ્યું. રાત કે દિવસનું રાજગાદીનું સુખ માણી તે ગૌતમસ્વામી પાસે આવી ગયો, પ્રવ્રયાનો પહેરવેશ પસંદ કરી લીધો. બાળવયમાં જ પ્રગટી ગયેલી પ્રતિભાએ પ્રગતિ પમાડી આગારીમાંથી અણગારનો શણગાર અપાવી દીધો, અને તે પ્રતિભાનો પ્રસાર વણથંભ્યો વિકસતો ચાલ્યો. શેઠની પુત્રવધૂ સાથે વાદ-સંવાદ કરી હેરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy