________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૬૫
[ અને સ્વયં સેચનકે છૂપી ખાઈ ઓળંગવાના નામે તે જ ખાઈમાં ઝંપાપાત કરી મૃત્યુ મેળવી આદર્શ વફાદારી પ્રસ્તુત કરી દીધી છે.
. (૭) વિવિધ પશુપંખીઓની વિધવિધ વિશેષતાઓ
આવી જ રીતે અનેક સત્ય પ્રસંગોને નોંધમાં લઈ માનવ જેવી મેઘાવી શક્તિનો પરિચય આપનાર તિર્યંચનો પણ ધર્મ પુરુષાર્થ મહાપુરુષોએ પ્રશસ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરી તેમાંનીય પ્રેરણા લેવા હિતસૂચન કર્યું છે.
જે માટે જ તો ચંડકૌશિક જેવા પ્રચંડ દૃષ્ટિવિષ નાગની ઝેરીલી આગ ઓકાવવા સાવ નિર્ભય બની પ્રભુ વીર અરણ્યમાં ગયા, ડંખ ખાધા, બદલામાં અમીદૃષ્ટિ આપી, બોધ કરાવ્યો. પ્રભુકૃપાથી શાંત બનેલો તે ભૂજંગ પંદર દિવસની સાધના થકી છેક આઠમા દેવલોક સિધાવી ગયો. એટલું જ નહિ, પ્રભુના નિમિત્તે દેડકા જેવા તિર્યંચોને પણ દેવગતિ મળી છે.
* પ્રભુ પાર્શ્વનાથ થકી કુમારાવસ્થા વખતે સમાધિને પામી બળતો નાગ પણ નવકાર પ્રભાવે છેક ઈન્દ્રની પદવી પામી ધરણેન્દ્ર દેવ બની ગયો છે, આજેય જાગૃત દેવ ગણાય છે.
* પ્રભુ નેમિનાથજીએ તો મૂક પશુપંખીઓમાં પણ ધર્મભાવનાનો અંશ, પ્રગતિની પૂરતી શક્યતા વગેરે સ્પષ્ટ જણાવવા પશુઓના જીવસુખ માટે સ્વયંનું લગ્નસુખ જતું કર્યું છે.
* પ્રભુ મુનિસુવ્રતસ્વામી કેવળજ્ઞાન પછી પણ પૂર્વભવના મિત્રને ઘોડા તરીકે જાણી તેને યજ્ઞહિંસાથી બચાવવા રાતોરાત ઉગ્ર વિહાર કરે, બોધ આપી ધર્મ પ્રદાન કરે અને સ્વર્ગે પણ મોકલે. તેમાં પણ તે તે જીવોનો પોતાનો પુણ્યોદય કાળ કહી શકાય.
* સમડી મરી નવકાર પ્રભાવે સુદર્શના નામે રાજકુંવરી બને, વાંદરો ભરી દેવ બને; પાડો પણ ધર્મ પામી સ્વર્ગે જાય કે પાણીના પોરા રૂપે જન્મેલ તુચ્છ દશાના જીવો જો જૈનધર્મી જયણા થકી વૃક્ષ ઉપર યક્ષાત્મા બને તે વાતો આજના કાળમાં અતિશયોક્તિ જેવી ભલે લાગે; પણ સત્ય કંઈ અસત્ય ન બને. અન્યથા કાંટાળી વનસ્પતિ થકી થયેલ વેદનાને સમભાવે સહી સહેનાર વનસ્પતિનો જીવ સીધો માતા મરુદેવા બને અને તે જ ભવમાં તીર્થકરની માતા ઉપરાંત પ્રથમ મોક્ષ સાધનારનું બિરુદ મેળવે કેવી રીતે?
પ્રાંતે સારમાં એટલું જ કે ધર્મ પસાથે જ પ્રગતિ છે, માટે જ જૈન મુનિવરો ક્ષુદ્ર ગણાતા જીવોમાં ઉચ્ચતાના દર્શન કરી તેમની યાતના-જયણા તો કરે જ છે, ઉપરાંત મરણ-સમાધિ અપાવવામાં પણ લગીર ક્ષોભ નથી અનુભવતા.
( અલ્પજ્ઞાનથી કેવળજ્ઞાન પૂર્વ ભવોના ધર્મસંસ્કાર લઈ જન્મ લેતા વિવિધ બાળકોમાં વિવિધતાના વિવિધ દર્શન થાય, અને તે તે લાક્ષણિકતાઓ–પ્રતિભાનું પારિતોષિક બની નાના બાળને પણ ગૌરવની માળ પહેરાવી દે તેવાં અનેક અનેરાં ઉદાહરણો પૈકી પોલાસપુર (પેઢાલપુર)ના નિવાસી રાજા વિજય અને રાણી શ્રીમતીનો લાડકવાયો રાજકુમાર આજે ય એક આદર્શ બાળકનું બિરુદ ધરાવે છે.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org