SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે પગથી ખૂંપવા લાગ્યો અને અંતે બેહાલ દશાનું મોત પણ પામ્યો. તરત પછીનો ભવ પણ હાથી રૂપે મળ્યો. સ્વસ્થાને ભમતાં-ભટકતાં જાતિ-સ્મરણ જ્ઞાન થયું જેથી દાવાનળથી બચવા વૃક્ષ વિનાના સ્થાને એક યોજન પ્રમાણ માંડલું બનાવ્યું. અને વારંવાર તેમાં આવી ભ્રમણ કરવા લાગ્યો. અચાનક એક દિવસ પૂર્વધારણા મુજબ જ આગ લાગી ગઈ. આગ અઢી દિવસ ચાલી, જેથી બચવા તે માંડલામાં નાનાં-મોટાં પશુ-પંખીઓ આવી ખીચોખીચ ગોઠવાઈ ગયાં. તેમાંય એક સસલું તો હાથીએ ખણજ દૂર કરવા ઉપાડેલ એક પગ નીચે આવી બેસી ગયું. જેથી તેની રક્ષા આ હાથીએ પોતાની ફરજ માની લાગટ ૫૫-૬૦ કલાક સુધી જીવદયાને પ્રધાન કરી પગ ઊંચો રાખીને કરી. આગ ઠરતાં જ બધાય પલાયન થઈ ગયા ને ત્યારે હાથીએ પગ નીચે મૂકવા પ્રયત્ન કરતાં જ વાતદોષથી માંસલ કાયા અકડાઈ જતાં સંતુલન ગુમાવ્યું. પછડાટ સાથે પડતાં જ કાયામાં વેદના વ્યાપી ગઈ અને આયુ ખૂટતાં વેદનામય સ્થિતિમાં પણ સમતા સાચવી મરણને શરણ થયો. પણ જીવદયાની દેવીએ નવો જન્મ આપી દીધો હતો રાજા શ્રેણિકને ત્યાં, જેથી ધારિણી રાણી થકી જન્મ લઈ મેઘકુમાર નામે રાજપુત્ર બન્યો. જૈન ધર્મ મળ્યો, સુખ-સાહિબી અને આઠ-આઠ સુંદર સ્ત્રીઓ. પણ તે બધાય વચ્ચે અલિપ્ત રહી પિતાની આજ્ઞા પાળવા ફક્ત એક દિવસનું રાજ ભોગવી ચારિત્ર લીધું. સુંદર ચારિત્રાચાર પાળી છેક અનુત્તર દેવલોકના સુખને મેળવી લીધો, અને આવતા ભવે તો મોક્ષ પણ નિશ્ચિત છે. (૬) પટ્ટહસ્તીની પ્રકર્ષ વફાદારી યજ્ઞકર્તા બ્રાહ્મણનો, સાધુદાન પ્રેમી નોકર મરણ પછી રાજા શ્રેણિકનો પુત્ર નંદિષેણ થયો. જ્યારે તે જ યજમાન યજ્ઞપ્રેમી બ્રાહ્મણ ચિત્ર-વિચિત્ર ગતિઓ પછી ગાઢ જંગલમાં એક હાથણીના પેટે નર હાથી તરીકે જન્મ્યો. તેની માતાએ તેની રક્ષા માટે એક આશ્રમના એકાંતમાં જન્મ આપ્યો હતો, અને છૂપી રીતે તેને ઉછેરતી હતી. આ બાળહરતી તાપસોને સિંચન કરતા જોઈ પોતે પણ સૂંઢમાં પાણી લઈ આમ્રવૃક્ષોનું સિંચન કરવા લાગ્યો, જેથી સૌએ મળી તેનું નામ સેચનક રાખ્યું. - એકવાર ઉન્માદદશામાં આશ્રમમાં જ વૃક્ષો, ક્યારાઓ, ઝૂંપડીઓનો નાશ કર્યો જેથી તાપસોએ તર્જના-તિરસ્કાર કર્યા. તે પછી ક્રોધાવેશમાં આલાનસ્તંભ ઉખેડી નાખી જંગલમાં ભાગ્યો, જ્યાં શ્રેણિકપુત્ર નંદિષણને દેખતાં જ પૂર્વ ભવના ઋણાનુબંધથી શાંત થઈ ગયો અને સ્વેચ્છાએ હસ્તીશાળાના બંધનો સ્વીકારી લીધાં. આ તે જ હાથી જે શ્રેણિકને અનેક યુદ્ધમાં વિજય અપાવી પટ્ટહસ્તી બન્યો, વિવિધ શોભાયાત્રામાં મુખ્ય રહ્યો અને જેને જળતંતુથી મુક્ત કરવા અભયકુમારે જળકાંત મણિનો પ્રયોગ કરી બચાવ્યો. પોતાનો ઉત્તરકાળ જાણી શ્રેણિકે આ જ હાથી હલ્લ-વિહલ્લને ભેટ રૂપે આપી દીધો, જે મેળવવા જ્યારે રાજવીના મરણ પછી કૂણિકે ચેડારાજા સાથે મહાસંગ્રામ છેડી નાખ્યો. જેમાં વિજય મેળવવા જયારે છળ-કપટથી આ જ હાથીને મારી નાખવા અંગારાયુક્ત ખાઈ કૂણિકે રચાવી ત્યારે વિશિષ્ટ જ્ઞાનથી તે ભૂમિ ઓળંગતા પૂર્વે જ ભયંકરતા જાણી પોતાના પાલક હલ્લ-વિહલ્લને બચાવી લેવા પરાણે પીઠ ઉપરથી ઉતાર્યા, બચાવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy