SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] / ૧૬૩ કુંડ નામના સરોવરકાંઠે કાઉસગ્ગ કરી ધ્યાન કરવા લાગ્યા, ત્યારે જ તેમના દર્શન માત્રથી હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. પ્રભુની ભાવભરી ભક્તિ જળ અને પુષ્પોથી કરી. પ્રભુએ વિહાર કરી દીધો. તે પછી જ તેમના દર્શનાર્થે ચંપાનગરીનો રાજા દધિવાહન ત્યાં રાજરસાલા સાથે આવ્યો, પણ પ્રભુને ન દેખી નિરાશ થયો. છતાંય પરમાત્માની પાવન યાદમાં તેઓશ્રીના પાદસ્થાને નાનું સ્મૃતિમંદિર બનાવ્યું તે પ્રભુ પાર્શ્વજીની નાની-મજાની પ્રતિમાં પણ પદ્માસનસ્થ બેસાડી દીધી. આ તરફ દેવકુલિકા જેવું જિનમંદિર દેખી હાથી પણ નિત્ય સવારે ત્યાં આવી પ્રભુ-પ્રતિમાની સેવાપૂજા પુષ્પો લાવી લાવી કરવા લાગ્યો. દ્રવ્ય સાથેની ભાવપૂજા અને ભક્તિ પ્રભાવે તે જ સરળ હાથી મૃત્યુ પછી દેવગતિ પામ્યો અને ક્ષેત્રમોહ તથા ભક્તિના અનુબંધના કારણે તે જ કલિકુંડ તીર્થની રક્ષા કરનાર અધિષ્ઠાયક દેવ થયો. (૪) કંબલ-સંબલની દેવગતિ–પ્રભુભક્તિ મથુરાના ચુસ્ત એક શ્રાવક દંપતીના ઘેર, તેમને ઘેર દૂધ વેચનાર ગોવાળ-ગોવાલણ ત્રણ વરસના સુંદર અને સુપુષ્ટ બળદો બાંધી ગયાં, અને પોતાની પુત્રીના કન્યાદાનમાં અપાયેલ ધન-ધાન્યની વળતર શ્રેષ્ઠીને વાળી આપી. પણ આ તરફ પશુપાલનના ત્યાગવાળા શ્રાવકને દ્વિધા થઈ ગઈ તેથી શ્રાવિકાના સૂચન મુજબ ગોવાલણનું મન રાખવા જીવદયા ને અનુકંપા ભાવથી બેઉ બળદો પોતાના જ આંગણે સાચવી લીધા. નામ રાખ્યું કેબલ-સંબલ, શ્રેષ્ઠી સ્વયં સામાયિક-પૌષધમાં સમય વિતાવવા લાગ્યા, અને તે સમયે જે ધર્મવાંચન વગેરે કરતા તેના શબ્દો બળદને સંભળાય તેમ ઉચ્ચારણ કરતા. તેમ થતાં બેઉ બાળ બળદો પણ ધર્મથી ભાવિત થઈ ગયા, અને સાધર્મિકની જેમ ધર્મમય જીવન જીવવા લાગ્યા. એકદા ભંડીરવણ નામના યક્ષના ઉત્સવ વખતે શ્રેષ્ઠીને પૂછ્યા વગર જ કોઈક મિત્ર આ બે બળદો વાહનમાં જોડવા ઉપાડી ગયા. ગજા બહાર કામ લીધું. સુકુમાર અંગવાળા બળદો શ્રાંત-કલાંત દશામાં થાકયા ને સાંધા પણ તૂટવા લાગ્યા. ચાબૂક અને પરોણાની આરના માર થકી કાયા પણ રક્તરંજિત બની ગઈ, પછી તે જ મિત્ર બેઉ બળદોને પાછા ઘેર મૂકી ગયો. પણ તે પછી બળદોએ આહાર-પાણી ત્યાગી દીધા. મોઢામાંથી અતિશ્રમને કારણે ફીણ છૂટવા લાગ્યાં ને શ્વાસ પણ અધ્ધર થઈ ગયા. તેથી શેઠે પણ સમયસૂચકતા વાપરી બેઉને ચારેય આહારનો ત્યાગ પચ્ચક્ખાણ દ્વારા કરાવી અંતે સમયોચિત ધર્મારાધના કરાવી નવકાર સંભળાવ્યા. જેના પ્રભાવે ઉપશાંત ભાવમાં જ મૃત્યુ પામી બેઉ બળદો નાગકુમાર તરીકે દેવ બની ગયા. આ જ દેવોએ પ્રભુ વીરને ગંગા પાર થવા સુરભિપુર નિકટ નૌકામાં બેઠા હતા ત્યારે સુદૃષ્ટ નામના દુષ્ટ દેવના ઉપદ્રવથી સિદ્ધદેત નાવિક સાથે બેઠેલ મુસાફરોને બચાવી લીધા. પ્રભુના શાસનનો ધર્મ પામી દેવ બનેલ બેઉએ પ્રભુભક્તિ પ્રભુરક્ષાના રૂપે કરી લીધી. (૫) હાથીની ગતિ-પ્રગતિ મેરુપ્રભ નામનો વિશાળકાય હાથી નદીના કીચડમાં સપડાઈ ગયો. જેમ જેમ જોર લગાવે તેમ તેમ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy