SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] [ જૈન પ્રતિભાદર્શન સવિશુદ્ધ બ્રહ્મચર્યપાલન સાથે પાર ઉતારી દુષ્કર, દુષ્કર''નું બહુમાન મેળવનાર આ. સ્થૂલભદ્રસૂરિજી સફળ થયા કારણ કે માથે ગુર્વજ્ઞા હતી, પણ તેમના જ પ્રતિસ્પર્ધી બની હરીફાઈમાં ઉતરનાર ગુરુભાઈ સિંહગુફાવાસી મુનિ કોશા થકી જ વિકારના શિકાર બની ગયા, તેમાં ગુણાનુરાગની ખામી અને ગુરુવરની અવકૃપા જ કારણ બની ને? અન્યથા ચાલુ ચાતુર્માસમાં નેપાળ સુધીનો લાંબો આંટો ખાઈ આવી અંતે સન્માનને સ્થાને અપમાન શાને પામત, શાને ચાતુર્માસ પછી પ્રાયશ્ચિત લેવું પડત? (૫) ગુરુવર દેવચંદ્રસૂરિજીથી સવાયા શિષ્ય તરીકે પાકી જનાર મુનિ સોમચંદ્ર સરસ્વતી દેવીની કૃપા પામ્યા, શાસનદેવીના સાંનિધ્યે દેવોને આમંત્રવાના અને રાજાઓને આકર્ષવાના મંત્રો પામ્યા, ઔષધિઓ, સુવર્ણસિદ્ધિ ઉપરાંત અનેક લબ્ધિઓ પામ્યા તેમાં પૂર્વભવની સાધના થકી સંપ્રાપ્ત નિઃસ્પૃહ ગુરુની પરમકૃપા જ મુખ્ય હતી ને? તેથી તો ગૃહસ્થશિષ્ય કુમારપાળના ભૂત-ભાવિના ભવોનું સચોટ બયાન દેવીની સાધનાથી કરી આપી કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની ઉપાધિ પણ પામ્યા. (૬) પ્રથમ તો ગુરુવરની કૃપા હતી તેથી જ તો જિનપ્રભસૂરિજી ઉપર પદ્માવતી દેવીની કૃપા ઉતરી. યોગિનીપુરના શ્રી પીરોજસુરત્રાણ મ્લેચ્છ રાજાને ચમત્કારો દેખાડી વશ કર્યો. વટવૃક્ષને સાથે ચલાવ્યો, પરિવ્રાજકે અદ્ધર કરેલી ટોપીને રજોહરણથી ખેંચી લીધી. આકાશમાં અદ્ધર કરેલ પાણીના ઘડા સામે વિદ્યાબળ વાપરી ઘડો ખેંચી લીધો પણ પાણી માત્ર મુક્તાકાશમાં અદ્ધર કરી દેખાડ્યું. ગુનેગાર ઉંદરને આકર્ષણથી પકડી પાડી પોતાના એક મુનિરાજના ઘડાની દોરી પાછી મેળવી. આમ આઠ પ્રભાવકો પૈકી પ્રભાવક આચાર્ય તરીકે આગળ આવી અનેક પ્રકારી શાસન-પ્રભાવનાઓ કરી. (૭) થારાપ્રદ ગચ્છના શાંતિસૂરિજીને ગુરુદેવે અમીદૃષ્ટીથી કૃપા પ્રદાન કરતાં જ શક્તિઓ વિકાસ પામી. અણહિલપુરના ભીમભૂપતિની પર્ષદામાં કવીન્દ્ર ચક્રીત્વનું બિરૂદ મેળવ્યું, માલવદેશમાં જઈ સરસ્વતીના કૃપાપ્રાપ્ત તેઓ ભોજરાજાના પ૦૦ વાદીઓને એક પછી એક જીતતા જતાં ફક્ત ૮૪ પંડિતોને હરાવતાં જ કવિ ધનપાલના સૂચનથી રાજા પાસે વાદિવેતાલની પદવી પામ્યા. અંતે નાગિનીદેવી દ્વારા ફક્ત છ માસ શેષાયુ જાણી છેલ્લા ૨૫ દિવસનું અણુસણ કરી ગિરનારથી દેવલોકે સીધાવ્યા. (૮) માતા ભદ્રાએ મુનિરાજોને વસતીનું દાન કર્યું. ત્યાં સ્વાધ્યાયનો ઘોષ ચાલ્યો જે કારણે નલિનીગુલ્મ વિમાનના વર્ણન થકી જ અંવિતિકુમાલ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા ને દીઠું કે પોતે તેજ વિમાનમાંથી ચ્યવી માનવ બન્યા છે, તરત પાછા ત્યાં જ જવાના ઉદેશ્ય સાથે ચારિત્રની ઇચ્છા વ્યક્ત કરી. સંપ્રતિરાજાના પ્રતિબોધક ગુરુદેવ આર્યસુહસ્તિસૂરિજીએ મહામૂલું ચારિત્ર પ્રદાન કર્યું, ને તેમની જ કૃપા થકી રજા મેળવી તે જ રાત્રે સ્મશાને જઈ પાદાપોપમ અણસણ લીધું. રાત્રિમાં જ શિયાલણીનો ઉપસર્ગ છતાંય અડોલ ધ્યાનમાં અપૂર્વ સમાધિમરણને શરણ થઈ ફરી નલિનીગુલ્મ દેવવિમાનમાં જ દેવપણે ઉપજી ગયા. (૯) દરિદ્ર પ્રવર ઉ૫૨ શ્રીગુણ નામના ઉપાધ્યાય ગુરુવરે કૃપા ઉતારીને પ્રવર રોગી મટી નિરોગી બની ગયો. ભોગોપભોગનું વિરમણ કરી દેવલોકે ગયો, તે .પછીના ભવમાં તેનો જન્મ થતાં જ બાર વરસના દુકાળનો અંત પ્રારંભ થાય તે પૂર્વે જ આવી ગયો. આગલા ભવની કૃપાસાધના તથા દાનધર્મ પ્રભાવે ફરી ધર્મ નામે રાજા બન્યો. અનેક કન્યાઓ પરણી પણ અનાસક્ત ભાવે ગૃહસ્થાવસ્થામાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy