________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૭૧
વિરાગી બનતાં કેવળી પણ બની ગયા. આમ એક ભવની સંયમ સાધનાની સફળતા પરભવે મોક્ષનું નિમિત્ત બની.
(૧૦) હાલમાં જ થઈ ગયેલ આ. હીરસૂરીશ્વરજી મ.સા.ના આગમિક જ્ઞાનના કૃપાપાત્ર બની જનાર ઉપાધ્યાય શાંતિચંદ્રસૂરિજીએ યોગબળે અકબરને હુમાયુનાં દર્શન કરાવ્યાં. પશ્ચિમ દિશાના લોકપાલ વરૂણદેવનું વરદાન મેળવી જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિની ટીકા રચી. ત્રીજી ફૂંકમાં તો સૈન્યને પેસાડી અકબરને અટક દેશ જીતાડી અપાવ્યું. અકબર જેવા હિંસક મુસ્લિમ રાજાને ધર્મ પમાડી અહિંસાભાવ જાગૃત રાખવા ગુરુવરે ઉપાધ્યાયને જ યોગ્ય દીઠા જે થકી શાંતિચંદ્રસૂરિજી ચકલાની સવાશેર જીભ તથા માંસાહાર ત્યાગ, છ માસ સુધી અહિંસા પાલનનું વચન તથા શત્રુંજય તીર્થના યાત્રિકો પાસેથી કરમુક્તિ કરાવી શક્યા.
(૧૧) આ અવસર્પિણી કાળના ત્રેવીસમા તીર્થપતિ પ્રભુ પાર્શ્વનાથ પૂર્વ ભવમાં કિરણવેગ નામે હતા ત્યારે સંયમ સ્વીકારી ગચ્છ-સમુદાયના સંકુચિત વિચારબંધનોથી મુક્તપણે ગીતાર્થ ગુરુવરની સહમતિપૂર્વક
લવિહારી બન્યા હતા. છતાંય સંયમની યાતનાના પ્રતાપે કમઠનો જીવ જે સર્પ બનેલ તેના દંશથી કાળધર્મ પામી બારમા દેવલોકે ગયા ને ચારિત્ર પ્રતાપે પ્રતાપી પુરુષાદાણીય પાર્થપ્રભુ બન્યા. ગુરુવરોની કૃપામાત્રથી એકલ વિહારી છતાંય અગમ આગમજ્ઞાતા હોવાથી આદેયનામધારી બની આજેય પૂજાય છે.
(૧૨) તે જ પ્રમાણે પચ્ચીસમા ભવે નંદનઋષિએ એકલવિહાર તો ક્યારેક સાધુ સમુદાયમાં તટસ્થપણે વીસસ્થાનકના પદો આરાધી અગીયાર લાખ એંસી હજાર છસ્સો પીસ્તાલીશ માસક્ષમણનો ઉગ્ર તપ એક લાખ વરસના સંયમ પર્યાયમાં આરાધી તીર્થકર નામકર્મ ને નિકાચીત બનાવ્યું અને સત્તાવીસમાં ભવે ભવતારક ભગવાન મહાવીર બન્યા. તેમને એકલા વિચરવાની રજા આપનાર ગુરુવરે તેમનામાં યોગ્યતા દેખી જ હશે.
(૧૩) પ્રભુ મુનિસુવ્રતસ્વામિના શાસનકાળે થયેલ શ્રીરામચંદ્રજીને દીક્ષિત થયા પછી ગુરુવરે ગીતાર્થ દષ્ટિએ એકલવિહાર માટે રજા આપી જ હતી, છતાંય તભવે જ મોક્ષ સાધી ગયા જેમાં ગુરુકૃપા જ કામ કરી ગઈ છે. આવી જ રીતે બળભદ્ર, પ્રસન્નચંદ્ર, રાજર્ષિ, અનાથી મુનિ, ચાર પ્રત્યેક બુદ્ધાદિ જો કે અંતર્મુખી આરાધકો હતા, છતાંય ગુર્વાજ્ઞામાં રહી એકલવિહારી બની આ કલ્યાણ સાધી જ ગયા છે. હાલના કાળમાં જ થઈ ગયેલ આનંદધન મુનિવર પણ એકાકી. વિચર્યા છે, છતાંય ચારિત્ર સવિશુદ્ધ રાખ્યું છે.
(૧૪) જૈનગમોમાં અનેક દૃષ્ટાંતો ધારણ કે વિદ્યાચારણ મુનિરાજોના જોવા મળે છે. તે ઉપરાંત અઠ્ઠાવીસ લબ્ધિઓમાંથી કોઈ પણ વિશિષ્ટ લબ્ધિતા ગૌતમસ્વામિ જેવા ગણધરો પણ અષ્ટાપદ તીર્થે એકલા જઈ આવ્યા. છતાંય જિનશાસનના પ્રભાવક પુરુષ રહ્યા છે. જ્યાં જિનાજ્ઞાલક્ષી જીવન છે ત્યાં માનાપમાનના મિથ્યા ભય શાને?
(૧૫) આ ઉપરાંત અનેક શાસન પ્રભાવક પૂજયો જેમ કે વ્રજસ્વામી, પાદલિપ્તસૂરિજી, સિદ્ધસેન દિવાકરસૂરિજી, રત્નપ્રભસૂરિજી, તપાગચ્છના કારણભૂત જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મ.સા., આ. વર્ધમાનસૂરિજી, હરિભદ્રસૂરિજી, શીલભદ્રસૂરિજી જેવા ગુરસ્થાને રહેલા ગુરુવરો પણ સ્વયંના ગુરુની કૃપાબળે જ જ્ઞાનીતપસ્વી કે નિકટભવી બની ગયા છે. એ જ પ્રમાણે સાધ્વાચારની મર્યાદામાં રહે તો સાધ્વી સમુદાય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org