________________
૧૭૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
સંવેગી નિર્વેદી એકમાત્ર ગુરુણીના વાત્સલ્ય પ્રભાવે ભવોધિ ઓળંગી ગયાના અઢળક દૃષ્ટાંતો છે.
ગુરુની કૃપાના પાત્ર બનનારે ગુરુ પ્રતિ દૃઢ અનુરાગ પેદા કરવો પડે, જે અનુરાગ જ સ્વયં અનુગ્રહમાં ફેરવાઈ જાય. અન્ય એક મહત્ત્વની વાત એ પણ છે કે જે શિષ્યે ગુરુપદે ગુ=ગુણાતીત વીતરાગીની આજ્ઞા, રુ=રુપાતીત=સિદ્ધોની સિદ્ધિ સાધવા સુદેવ પદમાં જ સુગુરુની સ્થાપના કરી છે તેવો અરિહંત અને સિદ્ધનો ઉપાસક શિષ્ય અત્યલ્પ સમયમાં સ્વયંમાં ગુરુત્વ અને ગુરુતત્ત્વનો અનુભવ કરવા લાગે છે. ગુરુકૃપા પામેલ તે શિષ્યને ગુરુતત્ત્વ સાથે જ્યાં સુધી અભેદ ન સધાય ત્યાં સુધી જ સતત ગુરુની ઉપાસના છે.
માટે જ જ્ઞાનસાર નામના ઉત્તમ ગ્રંથમાં યશોવિજયજી ઉપાધ્યાયે મહત્ત્વની પંક્તિ લખી છે કે... गुरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन तावत्सेव्यो ગુરુત્તમઃ ॥
સમગ્ર હિંદુસ્તાન અને આર્યક્ષેત્રોમાં આજે પણ અનેક સ્થાને ગૌતમસ્વામિ કે સુધર્માસ્વામિ ઉપરાંત દાદાવાડીમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓ કે પગલાં તે તે ભાગ્યશાળી ગુરુકૃપાપાત્ર ગુરુવરોના છે, જેના ઇતિહાસો એક સ્વતંત્ર ગ્રંથ બની જાય, માટે સારતત્ત્વ એ જ કે આજે પરમાત્મા મહાવીરના શાસનકાળના અઢી હજાર વરસોથી વધુના સમયગાળામાં જે-જે શ્રુતપ્રેમી બહુશ્રુતોએ ગ્રંથોની રચના કરી, આગમોની ટીકાઓ રચી, સ્વનું સર્વસ્વ સમર્પિત કરી જિનશાસનની પ્રભાવના તપ-ત્યાગ કે જ્ઞાન-ધ્યાનથી કરી તે સૌ ઉત્તમાત્માઓ હકીકતમાં પોતાની સ્મૃતિ સ્વરૂપ જે જે મૂકી ગયા તેનો પ્રભાવ-પ્રતાપ ફક્ત ગુરુકૃપાનો છે, જે વિશે લેખનું લંબાણ ન કરતાં સુજ્ઞને જ સમજી-યોજી લેવા છોડી દઈએ કે ગુરુકૃપા પ્રાપ્ત કરી પ્રતિભાનો વિકાસ કરનાર કોણ મહાપુરુષો થઈ ગયા.
ગુર્વાજ્ઞાને ગૌણ કરનાર પોતાના કર્મોથી ગુરુ બની સાધુજીવનની સાધના ખોઈ બેઠા હોય છે માટે જ શાસ્ત્રકારો હંમેશ ગુરુકૃપાના પરમ પાત્ર બનવા ભલી ભલામણ કરે છે.
છતાંય જો સાધકાત્મા સ્વયં જાગૃત છે, જિનાજ્ઞાનો યથાશક્તિ પૂર્ણ આરાધક છે, છતાંય કોઈકના પણ સ્વાર્થ પ્રતિભાવથી પરાભવ પામે છે તોય દ્રઢધર્મી બની વિદનજય કરતાં ભવાંતરે સુગુરુથી લઈ પરમગુરુને પણ પ્રાપ્ત કરી શકે છે. સ્વદોષદર્શન તથા પરગુણદૃષ્ટિની કળા જેને લાધી ગઈ તે જ્ઞાની શિષ્યની આરાધનામાં આત્મસાક્ષી પ્રધાન બને છે, અને ગુરુકૃપા ગૌણ. પણ તેવો અપવાદી માર્ગ અપવાદ રૂપ જ જાણવો જ્યારે ગીતાર્થ નિશ્રિત શિષ્ય સ્વયં ગીતાર્થ ન બને ત્યાં સુધી ગુરુ ગૌતમની જેમ સ્વયંના ઉપયોગને પણ અપ્રધાન કરી ગુરુના ગૌરવને પ્રધાન ગણે તેમાં જ શિષ્યનું હિત છે.
ઘી ય
OVEME
Jain Education International
* * *
MMM Sky
For Private & Personal Use Only
M.
www.jainelibrary.org