________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૭૩
'જૈન શાસનની કીર્તિગાથા )
પ્રેરણાદાતા પ. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ
પ.પૂ. આ. શ્રી અશોકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ (લેખક : ડો. કુમારપાળ દેસાઈ) પ્રકાશક : શ્રી અનિલભાઈ ગાંધી
શ્રી સમવસરણ મહામંદિર, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન-- ભવન ટ્રસ્ટ, પાલીતાણા
જૈન શાસનના વિવિધ ક્ષેત્રે સમયે સમયે પુરુષાર્થની પ્રખર પ્રતિભાઓ આ ધરતી ઉપર જન્મ લઈને કલ્પનાતીત સિદ્ધિઓને વર્યા છે. આ સંદર્ભે ગૌરવશાળી રત્નોની યશગાથા ગાતો જિનશાસનની કીર્તિગાથા” નામનો એક ઐતિહાસિક ગ્રંથરત્ન હમણાં જ થોડા સમય પહેલાં પ્રગટ થયો છે.
શ્રી ચતુર્વિધ સંઘના ૧૦૮ પ્રભાવક ચરિત્રો-ચિત્રો સાથે જે સુંદર રીતે ગ્રંથસ્થ થયેલ છે. તેમાંથી પચીશેક ચરિત્રો અત્રે આ લેખમાળા દ્વારા રજૂ થાય છે. ડૉ. કુમારપાળની રસ નીતરતી શૈલીમાં તેમની વ્યાસ, સમાસ અને ઉભયવિધ શૈલી તેમની આ લેખમાળામાં જોવા-માણવા મળે છે.
સૌ પ્રથમ કાવ્યના રમણીય કલેવરમાં ભગવાન ઋષભદેવનાં સૌંદર્ય, ગુણ અને મહાભ્યને મંત્રગર્ભિત વાણીમાં મુખરિત કરતું પ્રશાન્ત ભક્તિરસના ભાવોથી છલોછલ ભરેલું અને ઉપાસનાના દિવ્ય રહસ્યોથી સભર ભક્તામર સ્તોત્ર જેમની સારસ્વત જિહુવાએથી સરી કલ્પદ્રમની કલમે સાકાર થયું એવા વિશ્વવંદ્ય આચાર્ય માનતુંગસૂરિજીની પ્રતિભા ઝાંખી લેખમાં જોવા મળે છે. એ
ચક્રચૂડામણિ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીના સમયમાં થયેલા કુમારપાળ રાજા જેમ રત્નશા ઝળહળી રહ્યા એમ અપૂર્વ વિદ્વતા, સરળતા અને લેખિની તેમજ વક્તત્વના જાદુગર એવા શ્રી કુમારપાળભાઈ પણ ખરેખર ગુજરાતનું બીજુ શ્રતરત્ન છે. અનેક અદ્ભુત ગ્રંથોના રચયિતા શ્રી હેમચન્દ્રાચાર્યનો જીવનસૂત્રસાર પણ અત્રે વાંચવા મળે છે. - દીપાવલી પર્વે જેમની અપ્રતિમ બુદ્ધિની શુભેચ્છા આજે પણ જૈન શ્રેષ્ઠીઓ ચોપડામાં માંગે છે તે શ્રેણિક બિંબિસારના પુત્ર મહામંત્રી અભયકુમારની પ્રજ્ઞાનું દર્શન પણ અત્રે થાય છે. મહારાજા કુમારપાળની દિનચર્યા અને જીવનવિચારણાને આ લેખક રાજવીની ઊંચી આચારનિષ્ઠાને જે રીતે વર્ણોવે છે તે આજની બિનસાંપ્રદાયિક કૃત્રિમ સ્થિતિમાં દિવાદાંડીરૂપ જણાય છે.
છે. આ બધા પરિચયો ખરેખર તો ગોટલી અને છાલ વગરના માત્ર રસથી ભરેલા આ પ્રફળ જેવા લાગે છે. અને આ ભવ્યજીવોના સદગુણો વારંવાર વાગોળવા જેવા છે.
- પ.પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પાલીતાણા શત્રુંજયની તળેટીમાં આકાર પામેલા સમવસરણ મહામંદિરમાં પૂ. સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓના ૧૦૮ નયનરમ્ય ઐતિહાસિક કલારસિક ચિત્રાંકનો અને તેના પરિચયોના આલેખન ઉપરથી જ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org