SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મનોહર લેખન શૈલી જૈનધર્મના તાત્વિક રહસ્યોનો ઉધાડ કરે છે. જિનધર્મના ચૂસ્ત આરાધક કપર્દી શાહની દેવભક્તિ જુઓ, જૈન મંદિરોના નિર્માણમાં અખૂટ ધનરાશી વાપરવામાં ધોળકાના ઉદા શેઠની ઉદારતા અને ભક્તિપરાયણ તો જુઓ. ખરેખર તો હજારો વર્ષથી આચાર વિચારની બાબતમાં જેનો બાંધો આજ સુધી અકબંધ રહ્યો છે તે શાસનમાં આજ સુધીમાં અસંખ્ય વિશિષ્ટ કોટિના આરાધક આત્માઓના અમર સ્મૃતિ ચિન્હો વર્તમાન જનસમુહને ગજબની, પ્રેરણા આપી જાય છે. વિશ્વમાંગણમાં જૈનોની કીર્તિગાથા જેણે બહારથી ધર્મારાધના વડે અને દ્રવ્યારાધના વડે સંસ્કારનીધિઓ હસ્તગત કરી પોતાની પ્રતિભાને પ્રકાશમાન બનાવી અને દિગતોમાંવિજયપતાકા લહેરાવી તે જૈન. એતો બહારના જયજયકારની વાત થઈ. પણ આંતરશુદ્ધિ દ્વારા વીતરાગ ભગવાનના આચાર વિચારને દીપસ્થંભ માનીને દૈનિક જીવનમાં અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય જેવા અણુવ્રતોને પૂરી પ્રતીતિથી, પૂરી નિષ્ઠાથી આચરતા આચરતા લક્ષ્મીના લોલવિલોલ તરંગોના ઉત્તરાલ મહેરામણ વચ્ચે રહીને નિજ જીવનમાં વ્રતો પાળવા, પશ્ચકખાણ લેવા પાળવા, નિત્ય નિયંત્રિત રીતે જીવનની લાંબી પળોજણો વચ્ચેથી પણ સમય મેળવી પ્રતિક્રમણ સામયિક કરવા અને તે દ્વારા શાસન મર્યાદાનું સમ્યક અનુષ્ઠાન કરી રાગમાંથી વિરાગમાં જઈ અંતઃકરણના કામાદિ પરિપુઓ પર વિજય મેળવનારા પૂર્વકાલીન અને વર્તમાનકાલીન ઉત્તમ કોટિના જીવાત્માઓના પરિચયો સોનાના રજકણની માફક વિવિધ પ્રકાશનોમાં ગ્રંથસ્થ થયેલા તે બધાનો સારભાગ જૈન પ્રતિભાદર્શન ગ્રંથરૂપે આપ સૌની સન્મુખ ઉપલબ્ધ છે. પર્વતો પ્રબળ પુરુષાથી વિશ્વભરમાં આવા તપ ત્યાગ, પુરુષાર્થ અને પરાક્રમના બેવડા બળથી આગળ આવેલા, સમાજજીવનના વિવિધક્ષેત્રે કીર્તિસંપાદન કરેલા જૈન સમાજના પ્રતિભાસંપન્ન સ્ત્રી - પુરુષોની ઉ8વળ ગાથા ભાવી પેઢીને પ્રેરણાસ્તોત્ર બની રહેશે. તાજેતરમાંજ હીરાના કરોડપતિ વેપારી પુત્ર અતુલ શાહે સંયમયાત્રાનો લીધેલો રાહ એક પ્રેરણાદાઈ પ્રસંગ ' હતો. એકજ બેઠકે નવપદના નવે નવ પદની તમામ સાધના કરનારા હિંમતભાઈ બેડાવાળા કે સેંકડોની સંખ્યામાં પ્રતિમાજી મરાવનાર શાંતિલાલ હેમાજી મૂળા કે જીવદયા પ્રેમી ભરત કોઠારી અને કેસરીચંદ મહેતા જેવા ભડવીરો વર્તમાન સમયમાં ઠીક ખ્યાતિ પામ્યા છે. મુંગા પશુઓ માટે જાનફેસાની કરનાર ગીતાબહેન રાંભીયાને પણ યાદ કરવા જોઈએ. સોના ચાંદીના ઉપકરણોથી પ્રભુભક્તિ કરનારા શ્રાવકો પણ વર્તમાનમાં જોયા, કટોકટીમાં પણ ચૌવિહાર પાળનારા પણ જોયાં. સંતાનોના લગ્ન પ્રસંગો ને પણ ધર્મ મહોત્સવરૂપે ઉજવનારા પરિવારોનો પણ પરિચય થયો. પદયાત્રા દ્વારા ભારતભરના જૈનતીર્થોની સ્પર્શના કરનારા ભાવકો પણ જાણ્યા. અને એ પણ જોવા જાણવા મળ્યું કે જ્યાં જ્યાં શ્રાવકોનો વસવાટ રહ્યો ત્યાં ત્યાં પરબો અને પાંજરાપોળો અચૂક હોવાના, જેમાં શ્રાવકોનું યોગદાન અદ્વિતીય રહયું છે. જેમ વૈષ્ણવોની ભક્તિ વખણાય છે તેમ જૈનો પણ દયા કરુણામાં હંમેશા મોખરે રહ્યાં છે. આજના અવસર્પિણી કાળના કઠણ આરામાં પણ જેમના પરિમલ ગુલાબી વ્યક્તિત્વમાંથી આશા શ્રદ્ધાના સંતરણ મેળવી શાસનની અસ્મિતા દ્વારા આપણા સૌનું ગૌરવ-ગરિમા અનુભવાય એ માટે જ આ ગ્રંથરત્નનો ઉપક્રમ રહ્યો છે. શાસનની એક આગવી પરંપરા : ગુણાનુમોદના ગુણગ્રાહી આ જૈન સમાજ, ગુણોની પૂજા કરનારા આ સમાજની એક સુવ્યવસ્થિત પરંપરા અનાદિકાળથી અકબંધ રીતે ચાલી આવી છે. ગુણવાનોના ગુણગાન ગાવા એ આપણો ખાસ મુદ્રાલેખ બની ગયો છે. ગુણપૂજક જૈનધર્મે સંસારના સમસ્ત જીવોને ઉંચામાં ઉંચો ભાવ આપનારા આ મુદ્રાલેખને અને સગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy