________________
અપૂર્વ કીર્તિગાથાના પરિચાયકો
શ્રી વીરપ્રભુના સમયકાળમાં અનેક જીવો પ્રતિબોધ પામી ઉત્તમ માર્ગે ગયા છે જેમાં મેઘકુમાર, નંદિપેણ, ઋષભદત્ત, દશાર્ણભદ્ર, ઉદયન, હલ્લવિહલ, મૃગાવતી વગેરેનો સમાવેશ થાય છે.
શાસનને યશકીર્તિ અપાવનારાઓમાં જેના બાહુબળ ગુજરાતની આણ છેક માળવા, મેવાડ સુધી વિસ્તરી હતી, જેમની વાત્સલ્ય ભાવનાએ ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો ઉભા કરવામાં અગીયારમી સદીના વિમલમંત્રી તથા ઉદયનમંત્રી એવા જ કર્મવીરો હતા. ગિરનારના જિર્ણોદ્ધારમાં નિમિત્ત બનનાર સાજન મંત્રીના સુવર્ણાક્ષરે અંકિત થયેલા સુકયો જિનશાસનની ગૌરવગાથાના મુગટમણિ બની ગયા છે.
અમર સ્મૃતિ ચિન્હો
નમ્ર સરળ અને વિનયથી ભરેલા જિનશાસનના અનેક સંયમીરનો કરોડોની દોમદોમ સંપત્તિ છોડીને ચારિત્રધર્મની ઉત્કૃષ્ટ આરાધના દ્વારા અમર બની ગ્યા એ પુણ્યાત્માઓનું પુણ્ય સ્મરણ અને સમ્યક સ્વરૂપ આપણા જીવનને તો અજવાળશે જ પણ બીજા અનેક આત્માઓને ધર્મમાર્ગે વાળવામાં અને મોક્ષના પગથીયે પહોંચાડવામાં પ્રેરક બનશે.
આરિલાભુવનમાંજ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા ભરત ચક્રવર્તીના નિરાળા ભાવ તો જુઓ, દિવ્ય નવાણું પેટીઓનો ત્યાગ કરી ચારિત્ર લેનાર શાલીભદ્રજીની મહાનતા તો જુઓ જંબૂકુમારના ત્યાગ વૈભવ કે ચંપા શ્રાવિકાની છ માસની ઉગ્ર તપસ્યાને પણ યાદ કરો. પરણ્યા પછી બ્રહ્મચર્યના પરમોચ્ચ આકાશે ઉડનારા કચ્છના મહાશ્રાવક દંપતી વિજયવિજયાના વિશુદ્ધ કોટિની બ્રહ્મચર્યસાધનાનો રંગ તો જૂઓ, મૌર્યવંશના પ્રથમ રાજવી ચંદ્રગુપ્તની ભારોભાર નિસ્પૃહતા જુઓ પરોપકાર, દયા અને કરુણાની સાથે શ્રેણિક મહારાજાની તત ધર્મજાગૃતિ પણ જુઓ. રાજસ્થાનમાં દયાળશા કિલ્લો જેમની અમર રમૃતિ બની ગયેલ છે એ વીર પુરુષ દયાળશાની સંયમ અને ચારિત્રભક્તિ પણ જુઓ. ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત આત્મકલ્યાણ સાધકોને ગજબની પ્રેરણા આપી જાય છે. જૈન શાસનની રક્ષા અને વ્યવસ્થામાં હંમેશા તત્પર રહેનાર સિદ્ધરાજનો મીઠા વાત્સલ્યભાવ પણ જુઓ.
ભગવાન મહાવીરદેવના ચૌદહજાર સાધુઓમાં વર્ધમાન પરિણામવાળા તપ અને સંયમની ઉગ્ર સાધના દ્વારા શરીર અને કર્મોને ઓગાળી - શોપી નાખનારા ધન્ના અણગાર જેવા મુનિવરો પણ હતા. સ્વાદેન્દ્રીય ઉપર વિજય મેળવી વર્ધમાન તપની ૯૯ ઓળી એકદત્તી અને ઠામ ચૌવિહારથી કરનારા પૂ. આચાર્યશ્રી વારિષણસૂરિજી મ.ની રેકર્ડબ્રેક આરાધના ખરેખર અનુમોદનીય છે.
તેરમી સદીમાં થયેલા દેદા શાહની કર્તવ્ય પરાયણતા આપણને કોઈ ઉંચી ભૂમિકામાં લઈ જાય છે. એજ રીતે નમ્રતાના ભંડારસમા ભાવડશા અને જાવડશાનું શાસનમાં હંમેશા આદરણીય સ્થાન રહ્યું છે.
વિવેકી અને સૌમ્ય પુરુષ ભીમા કુંડલીયાની સર્વસ્વ સમર્પણની ભાવનાએ તેમને કીર્તિસ્તંભ બનાવી દીધા છે. સવા સોમાની જિનભક્તિ, મયણાની જિનપૂજા, પૂનડ સંધવી, ધરાશા પોરવાડ અને ખેમો દેદરાણીની સંકલ્પસિદ્ધિને પણ યાદ કરીએ છીએ ત્યારે લાગે છે કે વાસનાના જરીપુરાણા વાધા ઉતાર્યા સિવાય ધર્મશાસનનો જયજયકાર કરવો આપણા માટે ક્યારેય શક્ય નહી બને.
બહીર્મુખતાનો ત્યાગ કરી અંતર્મુખતામાં ડૂબકી લગાવીએ તોજ સાધના સફળતાના શિખરો સર કરવા બહુ સરળ બની જાય છે. છસો વર્ષ પહેલા થયેલા મંત્રી ગુણરાજ કે અમદાવાદના તીર્થરક્ષક શેઠ શાંતિદાસ, કચ્છી દાનવીર શેઠ નરશી નાથા અને કર્મયોગી મોતીશા શેઠની જિનભતિએ આ ગ્રંથને કોઈ ઓર રૂપ આપ્યું છે. લાલા હરખચંદ, નગરશેઠ હેમાભાઈ, મગનભાઈ કરમચંદ, મનસુખભાઈ ભગુભાઈ, ચિમનલાલ પ્રેમચંદ, વાડીલાલ હપ્પા, રતિલાલ તેલી, કસ્તુરભાઈ મયાભાઈ, પનાલાલ ઉમાભાઈ, સોમચંદ દોલતરામ ગરીવાલા, ફુલચંદ કેવલદાસ, બાલાભાઈ રતનચંદ વગેરે જૈન શ્રેષ્ઠીઓ શાસનનું ગૌરવ હતા.
આત્માની મધુરી મોજ માણવા અને અખૂટ આત્મિક સંપતિના સ્વામી એવા અધ્યાત્મયોગી પુરુષોના જીવનપરિચયો જાણવા એ પણ એક લ્હાવો છે. સંસારની અનિત્યતા અને જીવનની નશ્વરતાનું આ બધા પરિચયોમાં આપણને દર્શન થાય છે. આ ગ્રંથમાં વિવિધ પાત્રોના પરિચય કરાવીને બેંગલોરવાળા મુ. શ્રી હરજીવનદાસભાઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org